01/08/2025
                                            ડિપ્રેશન સંદર્ભે મોટાભાગે બધા બહું મોટી ગેરસમજ ધરાવતા હોય છે. એ ગેરસમજ એ કે માનસિક ટેન્શન હોય તો જ ડિપ્રેશન આવે. પરંતુ ડિપ્રેશન તો શારિરીક સમસ્યાને કારણે પણ આવી શકે છે. અને શારિરીક કે માનસિક સમસ્યા ન હોય છતાં પણ ડિપ્રેશન આવી શકે  આ અંગે જાગૃતિનો અભાવ છે.
ડો. શૈલેષ જાની MD psychiatrist આ અંગે એમનાં પુસ્તકમાં સરસ માહિતી આપી છે.👇
દુનિયામાં કોઈપણ ખૂણે વસતા માનવી, સ્ત્રી, પુરુષ, બાળક કે વૃદ્ધ, ભણેલા કે અભણ, ગરીબ કે તવંગર તમામને ડિપ્રેશન થઈ શકે છે. એવું જરૂરી નથી કે જો તમોને ટેન્શન, ચિંતા કે ઝઘડો થયો હોય તો જ ડિપ્રેશન આવે પરંતુ કંઈપણ ટેન્શન વગર પણ ડિપ્રેશન આવી શકે છે. કારણ કે આ એક પ્રકારની મગજની બિમારી જ છે કે જેમાં મગજની અંદરનાં ન્યુરોકેમિકલની ઉણપને લીધે થાય છે. આમાં તમે કોઈ વ્યક્તિ, કુટુંબ કે સંજોગોને હંમેશા દોષ ન આપી શકો. હા, ક્યારેક એવું બની શકે કે કોઈ પ્રતિકૂળ સંજોગો, ઝઘડો, દેવું, કુદરતી હોનારત, શારીરિક બિમારી કે વ્યસન જેવા કારણો બાદ ડિપ્રેશન આવતું હોય છે. પરંતુ આ પ્રકારનાં ડિપ્રેશનમાં પણ મગજની અંદરનાં ચોક્કસ પ્રકારનાં રાસાયણિક ફેરફારો ડિપ્રેશન માટે જવાબદાર હોય છે.મનોચિકિત્સક તરીકે જ્યારે દર્દીને હું કહું કે તમને ડિપ્રેશન નામની બિમારી છે તો તેનો પહેલો જવાબ એ હોય છે કે મને ડિપ્રેશન હોઈજ ન શકે કારણ કે મને કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી ત્યારે મારે તેને સમજાવવું પડે છે કે ટેન્શનથી જ માત્ર ડિપ્રેશન થાય એવું નથી. જે રીતે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, અલ્સર થાય તેવી જ રીતે કંઈ પણ કારણ વગર ડિપ્રેશન પણ થઈ શકે. વળી, ડિપ્રેશનનું નામ સાંભળતા જ દર્દીનાં સગા-સંબધી – મિત્રો તેના ઉપર સલાહની ઝડી વરસાવે છે તું ટેન્શન લેમાં. પણ ચિંતા વગર પણ ડિપ્રેશન આવી શકે છે એ બહુ ઓછા લોકો જાણતા હોય છે.
~ વર્ષા 
(Mental health awareness 
Video credit to its owners)