20/02/2025
⭕કેલ્શિયમ નો ભંડાર - હાડકા બનાવે મજબૂત💪, વધતી ઉંમરમાં ખુબ ઉપયોગી🦵👍🏻🍃
સરગવો કે જેને હાલ "મોરિંગા" તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેના ફળ (સીંગો), પાન, અને ફૂલો પણ ખુબજ પોષ્ટિક અને ફાયદાકારક છે. સરગવામાં મુખ્યત્વે વિટામિન A, C, E, (બીટા) - કેરોટીન જેવા પોષકતત્વો હોય છે. એ ઉપરાંત સરગવામાં લગભગ દૂધ કરતા પણ વધારે કેલ્શિયમ હોય છે તથા લોહ, મેગ્નેશિયમ અને ફાઈબર પણ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે.
🌿🌿🌿
આમ તો હાલ માર્કેટમાં ગોળીઓ, પાઉડર જેવા વિવિધ સ્વરૂપમાં સરગવો ઉપલબ્ધ છે પણ શું આપણે અને ખાસ કરીને ગુજરાતીઓ એ આ બાહ્ય સપ્લીમેન્ટ લેવાની જરૂરે છે ખરી ?
કારણ કે આપણે તો આહાર માંજ બહુ સરસ રીતે સરગવાનો ઉપયોગ કરી જાણીએ છે. જેમકે સરગવાનું શાક, કઢી, થેપલા વગેરે.. વગેરે ઘણું. પણ જો સરગવાની સિંગના માવા (PULP) માંથી સૂપ બનાવીને એનું સેવન કરવામાં આવે તો એ ખુબજ ફાયદાકારક અને પોષ્ટિક રહે છે.
મોરિંગા સૂપના કેટલાક મુખ્ય ફાયદા:
- રોગપ્રતિકાર શક્તિમાં વધારો: વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર, મોરિંગા સૂપ શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે.
- હાડકાં અને દાંત માટે લાભદાયી: કેલ્શિયમ અને ફોસ્ફરસની ઊંચી માત્રા હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે.
- લોહની કમી દૂર કરવામાં મદદરૂપ: મોરિંગાના પાનમાં લોહતત્વની ઘણી માત્રા હોય છે, જે એનિમિયા જેવી સમસ્યાઓમાં પણ લાભદાયી છે.
મોરિંગા સૂપને તમારા આહારમાં સામેલ કરવાથી, તમે આ પોષક તત્ત્વોનો સ્વાભાવિક અને સ્વાદિષ્ટ રીતે લાભ લઈ શકો છો, જે ગોળીઓ અથવા પૂરક દવાઓ કરતાં વધુ અસરકારક અને સ્વસ્થ વિકલ્પ છે.
--------------------------
આયુર્વેદ આધારિત સ્વસ્થ જીવનશૈલી
https://chat.whatsapp.com/LFNbN4SvdR8ABj28LSMxie
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો/પરિવાર સાથે પણ શેર કરો.