As a Nutrition & Wellness Advisor

As a Nutrition & Wellness Advisor Health Nutrition skincare

Follow 5-5-20 Morning ritual. It's powerful.
27/11/2024

Follow 5-5-20 Morning ritual. It's powerful.

19/09/2024

ડેકોરેશન
------------
ગણેશ સ્થાપનાની
તૈયારી ચાલુ થઈ,
નવી સુંદર મૂર્તિ બુક કરી,
થોડું મોર્ડન , ચાઈનીઝ સિરીઝનું
થોડું એન્ટીક ડેકોરેશન કરવાનું નક્કી થયું...
( દર્શન કરવા આવનારના મન પર
આપણી સારી છાપ પડે! )
માળિયેથી ઉતાર્યાં , મન ભરીને જોયાં,
મમ્મીએ ,દાદીએ, નાનીએ
બનાવેલા જુનાં મોતીનાં તોરણ,
લટકણિયાં, ઝૂમ્મર,
ભરત ગૂંથણ વાળા ટેબલકલોથ...
સાથિયા, બાજોઠ, પાટલા,
કળશ,સમઈ, દીવી,
મંજીરા, ખંજરી, ઘંટડી,.. ....
બધાં બરાબર એક વર્ષ પછી ભેગાં થયાં...
સાફ થયાં , ઊજળાં થયાં...
હા...શ કરીને તાજી હવાના ઊંડા શ્વાસ લીધા...
હાલ પૂછ્યા એકબીજાનાં,
પછી ચાલુ કરી એમણે
માળિયાના અંધકારની, સૂનકારની,
એકલતાની વાતો...
જૂના જમાનાની મધુર યાદો...
જોયા ઘરના હાલ..
કુટુંબમાં
ક્યાંક ઉમેરાયેલા નવા સભ્યો
આનંદ થયો એમને જોઇને...
ક્યાંક તસવીર બની ગયેલા સભ્યો...
થોડી યાદો સાથે ગમગીન થઈ જવાયું...
-------
ગણપતિ બાપ્પાની ભક્તિમાં
ભજન, આરતી,
ભાતભાતના નૈવેદ્યમાં
મહેમાનોની વાતોમાં
ટ્રેડિશનલ કપડાંમાં મહાલતા કુટુંબમાં
એય...ને
અઠવાડિયું, દસ દિવસ
ક્યાંય નીકળી ગયા...
ને કાલે ગણેશ વિસર્જન પણ થઈ ગયું......
ફરી પાછું બધું જુદા જુદા ખોખામાં પેક
થઈ ખોસાઈ ગયું માળિયામાં...
આરતીના બદલે ધમાલિયુ સંગીત..
નૈવેદ્યના સ્થાને ફાસ્ટ ફૂડ...
માણસો બની ગયા મશીન,
ને
ઘર ફરીથી
બોડું બોડું
સૂનું સૂનું થઈ ગયું...

તહેવારો અવારનવાર
આવવા જ જોઈએ !!
દટાઈ જતી સંસ્કૃતિને ફરીથી થોડા શ્વાસ મળે...
કટાઈ જતા સંસ્કારોને ફરીથી થોડો ઉજાસ મળે....
ખોખામાંથી બહાર નીકળીને
જીવે થોડાં સંવેદનો...
જીવે થોડો માણસ !

~રશ્મિ અગ્નિહોત્રી

07/08/2024

અજબ શી આ ખુમારી છે, ગજબની આ બિમારી છે,
અહા કેવી છે બેધારી, ગઝલ મીઠી કટારી છે.

અમે ઊભા યુગોથી સ્થિર સમયના સૌ પ્રવાહોમાં ,
પ્રતીક્ષા તો અમારા પ્યારની ઊંચી અટારી છે.

ન ફાવે માન-સન્માનો , ન શૈયા ફૂલની કોમળ,
અમારી તો સદા કાંટાની બહુ પોચી પથારી છે.

અગર બદલું કશું જીવનમાં તો બસ કાફિયા બદલું,
રદીફ આ જિંદગીમાં તો સમસ્યા એકધારી છે.

હવે ઉતરી નથી શકતા, મજા માણી નથી શકતા,
પ્રણય છે, ને પ્રથાઓ ! સિંહની જાણે સવારી છે.

જુઓ ગાઢી લટો કેવી લપેટાઈ ને ઉલઝી ગઈ ,
કસબની કાંસકીથી મેં જીવન ઝૂલ્ફો સંવારી છે .

કરે છે જેમ કોઈ બાદબાકી શૂન્ય માંહેથી,
વ્યથાઓ જિંદગીમાંથી મેં એ રીતે ઉધારી છે.

- રશ્મિ અગ્નિહોત્રી
૨૦/૦૭/૨૦૨૪

12/07/2024

ગાલગાગા ગાલગાગા ગાલગા
ડૉ. Raeesh Maniar ની તરહી પંક્તિ પરથી ગઝલ. 🙏

~ રશ્મિ અગ્નિહોત્રી

હું જ પુસ્તક ,હું જ તો લેખક હતો,
હું જ વાચક, હું જ વિવેચક હતો.

બારણે જોયું તો જે યાચક હતો,
ભીતરે જોયું તો એ અઢળક હતો.

મુખ્ય નાયક, આજ વિદૂષક હતો,
તારા માટે, એવો હું ચાહક હતો.

શોધ ચાલી, એક માણસ ગૂમ થયો,
*હા, મને મારા ઉપર પણ શક હતો*

આટલા વરસાદની ઠંડક મહીં,
કેમ મારો ઓરડો દાહક હતો ?

ખાલી ખોટું શ્વાસનું નાટક હતું,
હું જ પ્રેક્ષક, હું જ તો નાયક હતો.

આંખથી દિલ ઝાઝું કાંઈ દૂર નહિ,
આખો રસ્તો તોય બહુ ભરચક હતો.

પંચ તત્વો પણ હતાં નહિ વિશ્વમાં,
ત્યારે પણ બ્રહ્માંડનો સર્જક હતો.

ખીણની ધારેથી હું પાછો વળ્યો,
સાદ તારો કેવો ઉપકારક હતો !

~ રશ્મિ અગ્નિહોત્રી
૧૦/૦૭/૨૦૨૪

તરહી પંક્તિ -કવિ શ્રી Raeesh Maniar

08/07/2024

...ને એક ઝાટકે
તેં ઉખાડી નાખ્યું
વરસોથી
મહામહેનતે
ઊછેરેલું
આપણા સંબંધનું
ઘટાદાર વૃક્ષ !!!

આટલો બધો ભારેલો અગ્નિ હતો તારી અંદર?

થઈ શાંતિ???

નહીં?!?!!!

લે, હવે આ સંબંધ વિચ્છેદની પીડા ક્યાં રાખીશ ??

દાટી દે આ મૂળના ખાડામાં...

ફરીથી કદાચ........

~રશ્મિ અગ્નિહોત્રી

03/07/2024

અહો આશ્ચર્યમ્ !!
***************
કાળો પર્વત કાળો ,
લાલ પર્વત લાલ,
ઊંચો કે નીચો દેખાયો
વિના કોઇ બબાલ.

સાગર ભરતી ઓટ જોઈ
સૂકાં,છલોછલ નદી-નાળાં ,
તળાવ, ખાબોચિયાં, ઝરણાં,
ના કોઈ સ્પર્ધા, ના દેખાડા.

સૂરજ, વાદળ,ચાંદો,તારા,
તેજ,છાયા, ધરા, ગગન,
રણ તે રણ, વન તે વન,
અગન તે અગન,પવન તે પવન..

કાચબો, મગર, માછલી,
હિંસક જનાવર જંગલી,
સાપ, કીડી,વીંછી, નાગ,
મોર, પોપટ, હંસ ને કાગ,
ટેકરી, મેદાન, રાન,
ઝાડ-પાન...અસમાન,
ફૂલો હજારો રંગના,
અમીબા અનિયમિત અંગના,
કંકર, રેતી,માટી, પથ્થર,
ભીનું, સૂકું, પોલું, નક્કર..

ના કોઈ ઝંઝટ, ના કોઈ ખટપટ,
ના કોઈ મહોરાં, ના કોઈ કપટ.

આ કેવી નવાઈ કહેવાય,
એકમાત્ર માણસ સિવાય,
બધું જેવું છે
તેવું જ દેખાય !!

~ રશ્મિ અગ્નિહોત્રી

16/06/2024

ધ્યાનમાં છું, ને વળી બેધ્યાન છું,
હું તો મારી મોજમાં મસ્તાન છું.

કો' ફકીરે પાથર્યું કંતાન છું ,
ચેતવેલા ધૂપનું લોબાન છું.

હું સમસ્યા શબ્દથી અનજાન છું,
કાળી મહેનત જાણતો ઈન્સાન છું.

લાખો ઈચ્છાની અખોવન માત હું,
શક્યતાના ભાવિનું ઓધાન છું.

મસ્ત મૌલા માનવી છું મૂળથી ,
હું અસલમાં સ્વર્ગનો દરવાન છું.

રોદણાં રડવાની આદત ના મને ,
હું ગઝલના તાનમાં ગુલતાન છું.

દેહના દેરાંમાં બેઠો જીવ થઈ,
સૂક્ષ્મ રૂપે ,જો, સ્વયં ભગવાન છું.

~ રશ્મિ અગ્નિહોત્રી
૧૪/૦૬/૨૦૨૪


અખોવન - જેનું એકપણ સંતાન મરી ન ગયું હોય એવી સૌભાગ્યવતી સ્ત્રી
ઓધાન- ગર્ભ રહેવો તે

Contact for more details.
11/06/2024

Contact for more details.

18/05/2024

બળે છે આખી ધરા ઉનાળે,
વસે છે જાણે ભઠ્ઠી વચાળે,
જુઓ આ હાલત થઈ શું જગની,
અગનની જ્વાળા ગગન ઊછાળે.

પરબ લગાવો બરફ જમાવો ,
તરસ અમારી કોઈ બુઝાવો,
ગરમ હવાઓ વહી રહી છે ,
જરા કુલર કે એસી ચલાવો.

થયાં છે ફૂલો જો રાતાં પીળાં
ધરાનો ગુસ્સો જરા શમાવો,
નગર અમારું બન્યું છે સહરા,
હવાને કોઈ સુખડ લગાવો !

ઘણા ફરે છે પગે ઉઘાડા,
સહાનુભૂતિ જરા બતાવો,
છે શોષ કંઠે પડ્યો ઘણાંને
દયાથી કોઈ જીવન બચાવો.

જરા તમારી પરિષદોથી
બહાર આવો, 'બહાર' લાવો,
તમારી પાછળની પેઢી માટે
ધરા બચાવો ધરા બચાવો...

-રશ્મિ અગ્નિહોત્રી
(છંદ- લગાલગાગા*૪)

16/05/2024

Address

Ahmedabad
380008

Opening Hours

Monday 11am - 7pm
Tuesday 11am - 7pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 11am - 5pm

Telephone

9879795211

Website

Alerts

Be the first to know and let us send you an email when As a Nutrition & Wellness Advisor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to As a Nutrition & Wellness Advisor:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram