04/02/2024
Cancer Ambassador to close the care gap”
આજે ૪ ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ પર, ચાલો આપણે પડદા પાછળ ના હીરો જેવા કે “કેન્સર એમ્બેસેડર”ની મહત્ત્વતા જાણીએ. આ કેન્સર એમ્બેસેડર્સ દર્દી ના લોહી ના સગા પણ નથી હોતા , કોઈક સમાજસેવક તો કોઈ ગામ ના મોભી તો કોઈક સામાન્ય પરોપકારી
તેઓ છેવાડા ના ગામડાં ઓ ના દર્દીઓ જેમણે કેન્સર શબ્દ ની ગંભીરતા વિશે ખૂબ આછો પાતળો ખ્યાલ હોય છે , જેમને કદી અમદાવાદ જેવું મોટું શહેર જોયું નથી તેવા લોકો ને કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટર્સ માં સારવાર કરવા માં માર્ગદર્શન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
તેઓ કેન્સર માટે જરૂરી રિપોર્ટ જેવા કે બાયોપ્સી , સીટી સ્કેન તથા સારવાર માં પડતી તકલીફો ને ખુબ સહેલાઇ થી નેવિગેટ કરે છે, સર્જરીના આયોજનમાં મદદ કરે છે અને સર્જરી, કીમોથેરાપી અને રેડિયોથેરાપી સહિતની સારવાર માટે દર્દી ને જુસ્સાથી હિમ્મત આપે છે . તેમનો પ્રભાવ હિંમત કેળવવા, ફોલો-અપ કન્સલ્ટ ના મહત્વને સમજવા અને કેન્સરની આસપાસની પ્રચલિત ગેરમાન્યતાઓને જેવી કે “કેન્સર એટલે કેન્સલ” દૂર કરવામાં મદદ કરે છે. આર્થિક રીતે અશક્ત, દૂરના ગામડાઓમાં, આ એમ્બેસેડર મહત્ત્વના મહત્વના સ્ત્રોત તરીકે ઉભરી આવે છે, ભય દૂર કરે છે અને જાગૃતિ કેળવે છે કે કેન્સર એટલે કેન્સેલ નથી અને કેન્સર નિયમિત સારવાર થી મટી જશે આ હિમ્મત સદાય આપે છે. સર્જીકલ ઓન્કોલોજિસ્ટ તરીકે હું લકી છું કે મારી કેરર માં ખુબ જલ્દી આવા કેન્સર એમ્બેસેડર્સ મળ્યા છે
શ્રી રૂપાભાઈ ચૌધરી , ધાનેરા , બનાસકાંઠા Chaudhary Rupabhai Motibhai
શ્રી હરિભાઇ , નળસરોવર@makwana
શ્રી આકાશ સોની , વાવી ગ્રુપ પ્રમુખ , મહેમદાવાદAkash Soni
શ્રી વિજય બારીયા, સંતરામપુર, દાહોદVijay Baria
શ્રી પ્રવીણચંદ્ર , હા મારા ખુદ ના પિતાજી, જેમને મારા જિલ્લા સુરેન્દ્રનગર માં હંમેશ કેન્સર પેશન્ટ ને ગાઈડ કર્યા છે.Pravinchandra Rathod
,મેં તેઓ ની અથાગ મહેનત, ખરા અર્થ માં આ દર્દીઓ ને સારવાર કરાવી “close the care gap” કે જે વર્લ્ડ કેન્સર ડે નું સ્લોગન છે,આ કેન્સર એમ્બેસેડર ઓ ઈ કેન્સર સામેની પડકારરૂપ સફરમાં આશાનો સંચાર કર્યો છે.