
11/03/2024
વિશ્વ ઝામર સપ્તાહ ના અંતર્ગત, ઝામર રોગ વિશે જાગૃતિ ફેલાવવા, ચિરાગ આંખ ની હોસ્પિટલ અને રાષ્ટ્રીય દૃષ્ટિ વિહિનતા નિવારણ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે, આકાશવાણી ગોધરા ના સૌજન્ય થી ઍક વાર્તાલાપ નું આયોજન કરેલું છે. મનીષાબેન ડામોર સાથે ની મુલાકાત માં ડૉ.સમીર મહેતા ઝામર રોગ, તેના લક્ષણો અને સારવાર વિશે માહિતી આપશે. તો આપ સૌ જે ગોધરા અને તેની આજુબાજુ માં રહો છો, આ કાર્યક્રમ જરૂર થી સાંભળશો. સમય : તારીખ ૧૨ માર્ચ, સવારે ૧૦ વાગ્યે. આકાશવાણી ગોધરા,૧૦૨.૨ એફ એમ પર.