08/05/2025
શીતપિત્ત (શીળસ; urticaria)
શીતપિત્તના પ્રકોપથી થતો એક રોગ.
રોગસ્વરૂપ :
જેમાં શરીરનો કફ અને વાયુદોષ ઠંડી હવાના સ્પર્શ કે પ્રકોપક કારણોથી પ્રકુપિત થઈ દેહના પિત્તદોષ સાથે મળી જઈને, શરીરની બહારની ત્વચા તથા અંદર રક્તાદિ ધાતુઓમાં પ્રસરી જઈ, ત્વચા ઉપર અનેક સ્થળે મધમાખીનાં દંશથી થતાં ઢીમણાં જેવાં અનેક ઉપસેલાં, રતાશ પડતાં અને ખૂજલી, દાહ તથા તીવ્ર પીડાવાળાં ઢીમણાં પેદાં કરે છે; તે રોગને આયુર્વેદમાં ‘શીતપિત્ત’ અને લોકભાષામાં ‘શીળસ’ કહે છે. પ્રાય: આ ઢીમણાં 1થી 3 દિન અસ્થાયી રૂપે રહે છે; પરંતુ કદીક દોષ વધુ ગંભીર હોય ત્યારે આ રોગ સપ્તાહો કે મહિનાઓ સુધી લંબાય છે.
આધુનિક વિજ્ઞાન આ રોગને ‘અર્ટિકેરિયા’ કહે છે, તે થવાનું કારણ વિષમોર્જતા(allergy)ને માને છે. જે કોઈ અસાત્મ્ય (પ્રતિકૂળ) પ્રોટીન તત્વના સેવનથી પેદા થાય છે; ખરાબ (સડેલું) માંસ, માછલી, ઈંડાં, ટાંડર, મધમાખી જેવા અલ્પ ઝેરી જંતુઓના દંશ, અંકુશમુખ કૃમિ (hookworm) વગેરેનાં કારણોથી આ રોગ થાય છે. કદી કદી સ્નાન પછી ટુવાલથી તીવ્ર ઘર્ષણ કરવાથી, તો કદીક કોઈ તાસીરને માફક ન આવતી દવાની પ્રતિક્રિયાને કારણે, કદીક કોઈ માફક ન આવે તેવી ખાદ્ય વસ્તુના સેવનથી, તો કદીક માનસિક ઉદ્વેગ કે કોઈ રોગની જીર્ણ (ક્રોનિક) અસરને કારણે પણ શીતપિત્ત રોગ થાય છે. ટૂંકમાં, આયુર્વેદની દૃષ્ટિએ આ રોગમાં શરદી (કફ) અને પિત્ત (ગરમી) બંને દોષથી મિશ્ર હોય છે. આ રોગની ગંભીર સ્થિતિમાં ઊલટી, તાવ તથા દાહ થાય છે.
આયુર્વેદમાં, ચામડીના રોગોને ત્રણ દોષો (વાત, પિત્ત અને કફ)ની અસંતુલિતતા અને આખા શરીરની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને સારવાર આપવામાં આવે છે. આમાં જડીબુટ્ટીઓ, જીવનશૈલીમાં ફેરફાર અને પંચકર્મા જેવી વિશિષ્ટ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
Contact : 7698370898📞
Ananta Ayurvedam
1st floor, jaiinil complex, nr st workshop, motipura , Himatnagar , Sabarkantha