
01/08/2024
માનનીય જામનગરવાસીઓ,
આપ સૌ જાણો છો કે છેલ્લા લગભગ બે વર્ષ થી લેઇટ શ્રી એચ જી શાહ ચેરીટેબલ ક્લિનિક સેતાવાળ ખાતે જૂની જી ડી શાહ સ્કૂલ માં કાર્યરત છે. આ ક્લિનિક રાહતભાવ નું ક્લિનિક છે જ્યાં અનુભવી ડોક્ટર દ્વારા નિઃશુલ્ક નિદાન કરી આવપા માં આવે છે. સાથોસાથ ક્લિનિક માં જે હાજર હોઈ તે દવા ત્રણ દિવસ માટેની નિઃશુલ્ક આપવા માં આવે છે. અત્યાર સુધી લગભગ ૪૦૦૦ પેશન્ટ આ નિઃશુલ્ક સેવાઓ નો લાભ લઇ ચુક્યા છે.
આપ સૌ જામનગરવાસીઓ ને આ નિઃશુલ્ક સેવાઓ નો લાભ લેવા નમ્રતાપૂર્વક આગ્રહ કરવા માં આવે છે. હાલ ડો. જગદીપ પંડ્યા (એમ બી બી એસ) કે જેવો ને ૩૦ વર્ષ થી પણ વધારે અનુભવ છે તેઓ ક્લિનિક ના ડોક્ટર તરીકે કાર્યરત છે. ક્લિનિક સવારે ૧૦ થી ૧ કાર્યરત છે.