25/12/2020
ખુબ ખુબ અભિનંદન,
પ્રકૃતિ પ્રેમ ને સ્વીકારી,
તેના પ્રેમીઓ ની સેવા અર્થે,
રાજ્ય ના મુખ્ય મુખ્ય ક્ષેત્ર માં કેમ્પ સાઈટ નું આયોજન કરી,
પોતાના પરિવાર જેવા ,
બાળકો,યુવાનો અને વડીલો ને પ્રકૃતિ ની ગોદ માં આવાસ➖નિવાસ ની સુવિધાઓ નું નિર્માણ કરી દેશ પ્રેમ ની ભાવના ને જાગૃત કરી રહ્યા છો.
આપનો દ્રઢ વિશ્વાસ અને મજબૂત મનોબળ મક્કમ રહી,
આપની વિરાટ શક્તિઓ નું ઉતમ ઉદાહરણ આપી રહ્યા છો.
હું અંગત રીતે તેમજ યુથ હોસ્ટેલ આપની સાથે હતું,છે અને રહેશે.
આ કેમ્પ સાઈટ ના નિર્માણ અર્થે,
કોઈ કચાશ કે સમાધાન કરેલ નથી.દરેક કાર્ય માં ઉત્મોતમ સામગ્રી ની પસંદગી કરી છે.
બાંધકામ ની ડીઝાઈન યુરોપ ની કેમ્પ સાઈટ પરથી કરી છે.
બરફ વર્ષા થતી હોય તે રીતે છત ની રચના કરી છે.કુદરતી રંગ ની જેમ છત ને રંગાવી છે.
પ્લાનિંગ,વિશાળ કોટેજ અને ટોયલેટ બ્લોક ની પૂરતી સુવિધા ઉભી કરી છે. તરણ હોજ,સાહસિક પ્રવુતિ માટે સાધનો નું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે.કેમ્પ ફાયર માટે ની સુંદર વ્યવસ્થા.
ભોજન પીરસવા માટે,
આધુનિક,સુંદર કલાત્મક સ્વચ્છ અને આકર્ષક ભોજન ભવન માટે ,""ભાણું"" જેવું સાંકેતિક શબ્દ વાપરી લોકો ને સુવિધા માટે અર્પણ કરેલ છે.
ઉપર ની બધી વિગતો માત્ર શરીર રૂપી રચના થઈ.તેમાં પ્રાણ પૂરવા માટે પંકજ ભાઈ જેવા ધીર ગંભીર શાંત સ્વભાવ ,મૃદુ મીઠી વાણી ના અનુભવી ને પસંદ કરી છે.
આપનો સ્વભાવ,સંબંધ ને પ્રથમ સ્થાન આપવાની લાગણી, જતું કરવાની ક્ષમતા અને નમ્રતા નો પરિચય આપની સાચી મિલકત છે.
તેના થકી આપના બધાજ સાહસિક નિર્માણ ને પૂર્ણ સફળતા ચોક્કસ મળશે તેમાં કોઈ બેમત નથી.
આ તકે આપને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી પ્રાર્થના કરી આશીર્વાદ આપવા ની હાર્દિક ઈચ્છા થઈ રહી છે.
👌🏻👌🏻👌🏻👍🏻 ફરી એકવાર શુભેચ્છાઓ.
🌹🌹🌹🌹🙏🙏🙏🙏‼️
Thanks for your appreciation and good wishes.
From : Shri Kishorbhai (Youth Association of India-Gujarat)