Ishanastrovastu

Ishanastrovastu It is a renowned consultancy in Astrology and Vastu Shastra for all. Professional Astrologer and Vastu Expert and Yog & Darshan Teacher

સાપ્તાહિક રાશિ ભવિષ્ય ______પં. ડો. હિતેષ એ. મોઢા{{  14 September  2025   થી  20 September  2025  સુધીનું રાશ્યાદિ ભવિષ્...
14/09/2025

સાપ્તાહિક રાશિ ભવિષ્ય ______પં. ડો. હિતેષ એ. મોઢા

{{ 14 September 2025 થી 20 September 2025 સુધીનું રાશ્યાદિ ભવિષ્ય }}

#ઇશાનએસ્ટ્રોવાસ્તુ_સાપ્તાહિક_રાશિફળ

#ઇશાનએસ્ટ્રોવાસ્તુ_સાપ્તાહિક_રાશિફળ

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

( ૧ )મેષ :-- રાજકીય તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ અનેક પ્રકારે સરેરાશ અથવા પ્રતિકૂળ રહેશે. ફેશન, ફેબ્રિકસ, રેડીમેઈડ ગારમેન્ટના ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભવંતુ રહેશે. યાર્ન, કપાસના વ્યાપારી માટે આ સપ્તાહ આંશિક લાભદાયી રહેશે. આ સિવાયના અન્ય, ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સરેરાશ અથવા સામાન્ય નીવડે તેવી શક્યતા. ગ્રેઈન & ગ્રોસરીઝના વ્યાપારી જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ સાનુકૂળ જણાશે. નાના તથા છૂટક વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. ૧૯ સપ્ટે. મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ :-- બેકરી, પેકીંગ ફાસ્ટ ફૂડ એકમના જાતક આ સપ્તાહ લાભદાયી રહેશે. ફેશન, તથા આભૂષણ સંબંધિત ઔદ્યોગિક એવમ ધંધાકીય એકમના જાતક માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું જોવા મળશે. તમામ પ્રકારના એન્જીનીયરીંગના એકમના જાતક માટે આ સપ્તાહ પણ વાળુ હળવું લાભદાયક રહેશે. આ સિવાયના ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા વ્યાપાર વાણિજયના જાતક માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળુ તથા હળવું લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ અને ભાગદોડ વાળું નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તેમજ ગૃહિણી માટે આ સપ્તાહ સાધારણ રહેશે. ૧૪ સપ્ટેમ્બર સામાન્ય રહેશે.

(૩) મિથુન :-- કૃષિ, નર્સરી કે વન્ય ઉત્પાદ જેવા નૈસર્ગિક સંપદાના વ્યાપારી જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. રંગ તથા તેને સંબંધિત તમામ રંજક પદાર્થના ઔદ્યોગિક/ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. આ સિવાયના, ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે છૂટક તથા ફેરી વ્યાપારના તમામ જાતક માટે આ સપ્તાહ મધ્યમ લાભકર્તા નીવડે તેવી શક્યતા. અન્ય, વ્યાપારી જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી, વિદ્યાર્થી માટે લાભવંતુ સપ્તાહ. ૧૫ તથા ૧૬ સપ્ટે. સાનુકૂળ રહેશે.

(૪) કર્ક :-- પ્રોફેશનલ એડવાઈઝર તથા સર્વિસ બિઝનેસના જાતક માટે લાભકારી સપ્તાહ. હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા તથા ફાસ્ટ ફૂડ પાર્લર જેવા એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. ફ્રોઝન, કેનિંગ, પેકીંગ ફૂડના એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા હળવું લાભકારી નીવડશે. જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા ચડાવઉતાર વાળું જણાશે. સપ્તાહ. છૂટક વ્યાપારી એકમના જાતક માટે લાભકારક સપ્તાહ નીવડે તેવી શક્યતા. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. મેડીકલ વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે મધ્યમ સપ્તાહ. ૨૦ સપ્ટેમ્બર સામાન્ય રહેશે.

(૫) સિંહ :-- પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટૂર & ટ્રાવેલ્સ એકમ તેમજ હોટેલ બુકિંગ્સ સાથે જોડાયેલા તમામ જાતક માટે આ સપ્તાહ મધ્યમ લાભકારક નીવડશે. આ સપ્તાહે અણધાર્યા ફાયદા થાય તેવી સંભાવના. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. વ્યાપાર- વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ પણ વ્યસ્ત ત્થા સાનુકૂળ નીવડશે. પરિશ્રમી વ્યાપારી એકમ ના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે બઢતી બદલી ના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. ૧૫ એપ્રીલ મધ્યમ નીવડશે.

(૬) કન્યા :-- મોટી ફાર્મસીઝ એવમ ફાર્માસ્યુટીક્લ્સ, હર્બલ, હોમિયોપેથી,આયુર્વેદિક ફાર્મસી, તથા મેડીકલ સ્ટોર્સ જેવા એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપાર-વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ પણ સાનુકૂળ તથા આ સપ્તાહે પણ નવી તક મળવાની પૂર્ણ સંભાવના. સરકારી કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે, સાથે બઢતીની સંભાવના. પરિવાર એવમ સ્નેહીજન દ્વારા સાથ સહકાર મળે તેવી પૂરી સંભાવના. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ નિરાંત વાળું રહેશે. કેવળ ૧૬ સપ્ટેમ્બર જ અર્ધ-મધ્યમ નીવડશે.

(૭) તુલા :-- રાજકીય વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમના જાતક માટે આ સપ્તાહ મંદ નીવડે તેવી સંભાવના.આભૂષણ, શૃંગાર અને ફેશન સંબંધિત તમામ નાના મોટા ઉદ્યોગ-ધંધા વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક તથા ભાગદોડ નીવડશે. આ સિવાયના, અન્ય, ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ દરમિયાન અણધાર્યા લાભ થવાની સંભાવના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભદાયી સપ્તાહ. કુટુંબ -પરિવાર તથા મિત્ર વર્તુળ સાથે સુમેળ વધવાના સંયોગો. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૮ સપ્ટેમ્બર સામાન્ય રહેશે.

(૮) વૃશ્ચિક :-- ફાર્મસી તેમજ ફાર્મા-કેમિકલ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડવાની સંભાવના. પેટ્રોલિયમ ઉત્પાદ, કોલસો તથા અન્ય ઈંધણના વ્યાપાર વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા તમામ પ્રકારના વ્યાપાર વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ સતત દોડધામ વાળું એવમ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડે તેવી પૂર્ણ સંભાવના. મિત્ર એવમ પરિવારમાં સંપ, સાથ, સહકાર તથા સુમેળ યથાવત રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૧૯ તથા ૨૦ સપ્ટેમ્બર સાધારણ રહેશે.

(૯) ધન :-- ઉચ્ચસ્થ મંગળ વાળા જાતક માટે આ સપ્તાહ તમામ પ્રકારે લાભદાયક નીવડશે. રો ફુડ, પ્રોસેસ્ડ ફૂડ, પેકિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ, સંબંધિત ઉદ્યોગ ધંધાના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે સાથે આકસ્મિક લાભ થવાના સંયોગો. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ દરમિયાન અણધાર્યા લાભ મળવાની પૂર્ણ સંભાવના. મધ્યમ કદના વ્યાપાર વણિજ, તેમજ સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે, ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે અર્ધ લાભકારી સપ્તાહ. પરિવાર તરફથી સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મી ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૭ સપ્ટેમ્બર સાવ સામાન્ય જણાશે.

(૧૦) મકર :-- જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ વ્યક્તિ-વિશેષ માટે આ સપ્તાહ હળવું લાભદાયક એવમ વ્યસ્ત નીવડશે. આ સપ્તાહ દરમિયાન ઉદ્યોગ, ધંધા, વ્યવસાય હેતુ ભાગદોડ તથા પ્રવાસ થવાની સંભાવના. સર્વિસ બિઝનેસ એવમ ખાનગી કન્સલ્ટન્સી ફર્મના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે સાથે આકસ્મિક લાભની સંભાવના. તમામ કદના ઔદ્યોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વ્યાપાર--વાણિજયક એકમના જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે હળવું લાભકારક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તેમજ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ અથવા યથાવત જણાશે. મહિલા કર્મી, નિવૃત્ત, ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કેવળ,૧૪ સપ્ટેમ્બર સરેરાશ નીવડશે.

(૧૧) કુંભ :-- આ સપ્તાહ દરમિયાન નવા કામકાજનો પ્રારંભ થાય તેવી પૂર્ણ સંભાવના. રાજકીય ક્ષેત્ર તેમજ જાહેર ક્ષેત્રની વ્યક્તિ તથા વાયદા બજાર ના જાતકો માટે આ લાભવંતુ સપ્તાહ. તમામ પ્રકારના શિલ્પીઓ(ક્રાફટમેન) માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપાર--વાણિજયક તમામ એકમના જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા હળવું લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. પરિવાર તથા સ્નેહી દ્વારા સાથ સહકાર મળશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૄહિણી તેમજ મહિલાકર્મી માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. ૧૬ સપ્ટેમ્બર સામાન્ય રહેશે.(પન્નોતિનો ઉપાય શ્રમદાન)

(૧૨) મીન:-- તમામ પ્રકારના પેકીંગ મટીરીયલ્સ, પેકીંગ વેસ્ટેજીસ સંબંધિત ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે. રીપેરીંગ/મેઈન્ટેનન્સ એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સામાન્ય નીવડશે. કોમોડીટી તથા રિયાલ્ટી ક્ષેત્રના જાતકે સંભાળવું. ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા જથ્થાબંધ વ્યાપાર વણિજ એકમના વ્યાપારી જાતક માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતક માટે લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ નીવડશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૧૭ સપ્ટેમ્બર સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી
પોરબંદર ફોન. 09879499307 --https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com

૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ ------- 13 September 2025 શનિવાર ના રાજકોટથી પ્રકાશિત થતા પ્રસિદ્ધ સાંધ્ય દૈનિક ''અબતક'' એવમ ''ખબર જગત'', ''પોરબંદર ખબર'' તથા સુરતથી પ્રકાશિત તથા દૈનિક ''હોટલાઈન'' માં દર શનિવારે કટાર રૂપે નિયમિત રૂપે પ્રકાશિત થતા મારા લેખની આ પ્રત છે.

#ઇશાનએસ્ટ્રોવાસ્તુ_સાપ્તાહિક_રાશિફળ

દૈવજ્ઞ એવમ વાસ્તુવિજ્ઞનું શુલ્ક ન ચુકવીએ તો શું થાય ?? ___પં. ડો. હિતેષ એ. મોઢામારા અનેક સશુલ્ક જાતકોએ તેની જિજ્ઞાસા સહ ...
07/09/2025

દૈવજ્ઞ એવમ વાસ્તુવિજ્ઞનું શુલ્ક ન ચુકવીએ તો શું થાય ?? ___પં. ડો. હિતેષ એ. મોઢા

મારા અનેક સશુલ્ક જાતકોએ તેની જિજ્ઞાસા સહ આ પ્રશ્ન પૂછ્યો હતો, અવાર નવાર અનેક જાતક આ પ્રશ્ન પૂછતા જ હોય છે. આજે શાસ્ત્ર પ્રમાણ સાથે તે ઉત્તરને લેખ રૂપે પ્રકાશિત કરીએ.

આજથી થોડા વર્ષ પહેલાની વાત છે, મને મુંબઈ અને ગુજરાતમાં સાતથી અધિક એવા જાતકો મળ્યા કે તેના જન્માક્ષરમાં ગ્રહોની સ્થિતી સમ હતી, અને ગૃહ પરિસર કાર્યાલય બહુ જ વાસ્તુસંપન્ન, છતાં સમસ્યાનો કોઈ પાર નહોતો. એક સમસ્યાને દૂર કરે ત્યાં તો બીજી સમસ્યા, જાણે લાખાની વણઝાર જોઈ લ્યો. !!!!!!!!!!!!

આ બધા જાતક સાથે પ્રશ્નોત્તરી કરી, તેમાંથી જાણવાં મળ્યું કે તેને બ્રાહ્મણની શુલ્ક એવમ દક્ષિણા ચુકવ્યા ન હતાં, તેવી જ રીતે જ્યોતિષશાસ્ત્રીઓને વાસ્તુશાસ્ત્રીઓને, કોઈ પ્રકારની કોઈ પણ રૂપે ફીઝ ચુકવી નહોતી. અને સાથે, ફોન પર લબડાવ્યા, ધમકાવ્યા, ફોન ઉપાડવા વગેરે વગેરે રાક્ષસી કૃત્ય કર્યા હતાં.

મેં તેને વિદ્યશ્વર સંહિતાના કેટલાક શ્લોક વંચાવ્યા, મારા લેપટોપમાં આ સંહિતા હતી અને ખરા અને ઉક્ત સમયે કામ આવી ગઈ. એ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના વિવિધ ગ્રંથમાં રહેલા થોડાક શ્લોક સૂત્રનો પરિચય મેળવીએ, તે સૂત્ર નીચે પ્રમાણે છે.

(૧)
वास्तु पूजा विहिन्स्य सूत्रधारैः बिना तथा ।
सप्त जन्म भवेत् कुष्ठी स कर्ता नर्क व्रजेत ॥
(૨)
न य पूजयेत् वास्तुननन्य भक्त्या, न तस्य सुखम् भवतिह किंचित ।
(૩)
दैवचिन्तकं वास्तुविज्ञं च न पूजयेद् लोके सुखं न भवेत ।

(૪)
विप्रं दैवज्ञं वास्तुज्ञं च न आदरं करोति चेत् सुखं न लभेत् भविष्यं च न लभेत् ।

આ બધા કઠોર વેદના અને પીડા મળે તેવી વાત કરી છે, આ શ્લોક સૂત્રનું સત્ય, તથ્ય નજરે નિહાળ્યું, મારી પાસે તો આવા અનેક કેસ છે, જે બ્રાહ્મણને પણ તેનું શુલ્ક કોઈ પણ કારણ સર કે કારણ હેતુ નથી ચૂકવ્યું તેવા જાતકો ક્યારેય સુખે નથી રહી શકયા.

આ જ બ્રાહ્મણો, આ વર્તમાન સમયમાં વિદ્યેશ્વર સંહિતામાં સૂચિત કરેલા શુલ્કથી ૦.૧ પ્રતિશત પણ ચાર્જ નથી કરતાં તેનાથી પણ ઓછા ચાર્જ કરે છે. આવડી વિશાળ ઉદારતા તો કેવળ, રાજા, સમ્રાટોના ઈતિહાસમાં જ વાંચવામાં આવી છે.

કોઈ બ્રાહ્મણ ચાહે, પૂજારી હોય, કર્મકાંડના આચાર્ય હોય, કોઈ દૈવજ્ઞ હોય, વાસ્તુશાસ્ત્રી હોય, યોગી કે મૂનિ હોય, દાર્શનિક હોય કે આયુર્વેદાચાર્ય હોય, તેનું નિયત શુલ્ક, ધાર્મિક કાર્ય, વિધિ કે પરામર્શ સંપન્ન થતાં જ ચુકતે કરી દેવાનું શાસ્ત્ર વિધાન છે. નહીં તો એક પણ સમસ્યાનો ઉકેલ ક્યારેય પણ નહીં આવે, સમસ્યાઓ જ નર્ક સમાન કે કુષ્ઠ રોગી સમાન બની જશે તેવું શાસ્ત્ર વિધાન છે, જે પ્રથમ સૂત્રમાં જણાવ્યું છે. ચાહે જાતક વાસ્તુસંપન્ન પરિસરમાં કેમ ન રહેતા હોય !!!!!!!!!!!

મારી આ પ્રેક્ટીસમાં, મને પણ આવા અનેક જાતક મળ્યા છે, તે હજુ ત્યાં ના ત્યાં જ નથી પરંતુ આ બધાની સ્થિતી બદતર થઈ ગઈ છે. તેના સંકટ એવમ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો, આ બધાના ધંધા વ્યવસાય, ઉદ્યોગમાં ધાર્યા કામ નથી થતાં, ઉપરાંત પ્રતિદિન એક નવી સમસ્યા અને ભારતભરના પ્રસિદ્ધ ફૂવા ડાકલા, ફાવલાઓ સુધી પહોંચી ગયા છે, અમુક તો વિશ્વ ખ્યાત ફંતડાઓની પધરામણી પણ કરાવી ચૂકયા છે, પરંતુ પરિણામ શૂન્ય નું શૂન્ય જ છે. ઘણાને તો પોતાની સમસ્યાનો હલ કેમ કાઢવો તેના માટે પણ સારા તજજ્ઞ/સલાહકાર નથી મળતાં. જ્યારે આપણી બાજુમાં આપણા સમયે કોઈ સલાહકાર કે પરામર્શક ન મળે ત્યારે જ આપણે કુષ્ઠરોગી છીએ એવું કહેવાય છે. !!!!!!!!

શાસ્ત્રમાં તો ત્યાં સુધીનું વિધાન છે, બ્રાહ્મણ પાસેથી ઉધાર કે ઊછીના પૈસા પણ ન લેવાં. આનો અનુભવ કે પ્રયોગ કરવો હોય તો પણ છૂટ છે.

નિયત શુલ્કનો અર્થ આ પ્રમાણે થાય છે, પરામર્શક, શાસ્ત્રી, આચાર્ય એ જે તે કાર્ય, પરામર્શ માટે શુલ્ક નક્કી કર્યું હોય તે, તેમાં જાતક/ક્લાઈંટની પસંદગીનો કોઈ વિક્લ્પ નથી. આથી, જરુર લાગે તો, જાતકોએ કોઈ પણ કાર્ય કરાવતા પહેલા, પરામર્શ લેતાં જ પહેલા તેનું શુલ્ક જાણી લેવું. અગર શુલ્ક પૂછતા ભૂલાઈ ગયું હોય તો શાસ્ત્રી કે પરામર્શક કહે તેજ શુલક ચુકવવાનું. અથવા વિદ્યેશ્વર સંહિતા અનુસાર શુલ્ક ચુકવવાનું. અને પ્રાયશ્ચિત રૂપે તે શાસ્રી કે પરામર્શકની ઉપસ્થિતીમાં, તેના વરદ હસ્તે, નદીમાં કટી સ્નાન સાથે ડુબકી (સંખ્યા નથી લખતો અહીં) ઉપરાંત એક નાની વિધિ કરવી ઘટે, આ તેનું પ્રાયશ્ચિત પણ છે.

આજે આટલું જ વધુ આવતા અંકે

॥ अપૂર્ણમ संપૂર્ણમ ॥

જય ભારત જય આર્યાવર્ત્

પં. ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ
૧૦૧ આરડી ચેંબર્સ, છાયા ચોકી, પોરબંદર
ફોન. ૯૮૭૯૪૯૯૩૦૭ -https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@@ http://ishanastrovastu.blogspot.com

Subject to Porbandar *

સાપ્તાહિક રાશિ ભવિષ્ય ______પં. ડો. હિતેષ એ. મોઢા{{  7 September  2025   થી  13 September  2025  સુધીનું રાશ્યાદિ ભવિષ્ય...
06/09/2025

સાપ્તાહિક રાશિ ભવિષ્ય ______પં. ડો. હિતેષ એ. મોઢા

{{ 7 September 2025 થી 13 September 2025 સુધીનું રાશ્યાદિ ભવિષ્ય }}

#ઇશાનએસ્ટ્રોવાસ્તુ_સાપ્તાહિક_રાશિફળ

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

( ૧ )મેષ :-- ક્રાફ્ટ ઈંડસ્ટ્રીઝ, ગૃહ ઉદ્યોગ તથા નાના નાના ઔદ્યોગિક એકમવાળા જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ, તથા હળવું હળવું લાભકારી નીવડશે, હેવી-હ્યુજ મશીનરીઝ કે હેવી વ્હીકલ્સ કે જાયંટ કોંટ્રાકટ કંપની જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. આ સિવાયના અન્ય, તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપાર-વાણિજયક તમામ એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તથા દોડધામ વાળુ અને વ્યસ્ત નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા ધમાલીયું જણાશે જ્યારે તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે અર્ધ સામાન્ય સપ્તાહ. પરિવાર સાથે સુમેળ યથાવત. મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. ૧૨ તથા ૧૩ સપ્ટેંબર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ :-- સીવીલ એંજીનીયરીંગ તથા મરીન એંજીનીયરીંગના એકમના જાતક માટે આ સપ્તાહ દોડધામ વાળુ એવમ હળવું લાભદાયક રહેશે. સ્પેર પાર્ટ્સ ના ઔદ્યોગિક એકમ વાળા જાતક માટે લાભદાયી સપ્તાહ. શેર બજાર, કોમોડિટી માટે આ સપ્તાહ પ્રતિકૂળ જણાશે, આથી સંભાળવું. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના જાતક માટે ભાગદોડ વાળું તથા આ સપ્તાહ પણ હળવું લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે અતિ વ્યસ્ત અને દોડધામ વાળુ સપ્તાહ. વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મહિલાકર્મી, ગૃહિણી, વિદ્યાર્થી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. ૭ તથા ૯ સપ્ટેમ્બર સાધારણ રહેશે.

(૩) મિથુન :-- વ્યવસાયીક સાહિત્ય લેખન ક્ષેત્ર તથા અખબાર તથા પ્રસાર માધ્યમ સાથે જોડાયેલ જાતક માટે આ સપ્તાહ સરેરાશ નીવડે તેવી સંભાવના. ફૂડ & બેવરેજીસ એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. હ્યુજ અને હેવી ઈંડસ્ટ્રીઝના જાતક માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. ફેબ્રીક & કોસ્મેટિક, ઉદ્યોગ વ્યાપારના જાતક માટે આ સરેરાશ સપ્તાહ. આ સિવાયના ઔદ્યોગિક એકમના તમામ જાતક માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. ગ્રેઈન અને ગ્રોસરી મર્ચંટ માટે આ સપ્તાહ ભાગદોડ વાળું નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહે પ્રમોશન મળવાના સંયોગ + પૂર્ણ શક્યતા. મધ્યમ વર્ગના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. વિદ્યાર્થી, મહિલાકર્મી તથા ગૃહિણી વર્ગ માટે ઉત્તમ સપ્તાહ. ૯ સપ્ટેમ્બર મધ્યમ રહેશે.

(૪) કર્ક :-- ધંધાકીય એવમ વ્યવસાયિક કલા, લલિત કલા એવમ વ્યવસાયિક સાહિત્ય લેખન ક્ષેત્રે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. બેંકિંગ/ ફાઇનાન્સ ક્ષેત્રે જોડાયેલ જાતક માટે આ સપ્તાહ સાવ મધ્યમ અથવા પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ આંશિક લાભકારી રહેશે. નાના કદના ઔદ્યોગિક એકમના જાતક માટે વ્યસ્ત તથા ભાગદોડ વાળુ સપ્તાહ જણાશે. નાના-મોટા વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સારુ નીવડશે. આ સપ્તાહ દરમિયાન પરિવાર કે સગા સ્નેહી સાથે પ્રવાસના સંયોગ. નિવૃત્ત, વિદ્યાર્થી, ગૃહિણી તથા મહિલા કર્મી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૦ સપ્ટેમ્બર મધ્યમ રહેશે.

(૫) સિંહ :-- ખાનગી શરાફો તથા સરકારી + ખાનગી બેંકના ઉચ્ચાધિકારીઓ થી લઈને કર્મચારીઓ સુધીના જાતક માટે હળવું લાભકારી સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતક માટે ભાગદોડ વાળું તથા હળવું સાનુકૂળ સપ્તાહ. વ્યાપાર વણિજ ક્ષેત્રે, છૂટક વ્યાપારી તથા ફેરી કરતા વ્યાપારી જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારક જણાશે. આ સિવાયના અન્ય, વ્યાપારી જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ સરેરાશ નીવડશે. પ્રોફેશનલ એડવાઈઝર્સ એવમ સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયી જણાશે. મેડીકલ છાત્ર, નિવૃત્ત,ગૃહિણી તથા મહિલા કર્મી માટે લાભવંતુ સપ્તાહ. ૧૨ સપ્ટેમ્બર સામાન્ય રહેશે.

(૬) કન્યા :-- ગીફટ આટિકલ્સ, શો પીસ, તેમજ ઈંટીરીયર ડેકોરેશન સંબંધિત ઉત્પાદના ઉત્પાદક તથા વ્યાપારી માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. આયાત નિકાસ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. ખાનગી શૈક્ષણિક એકમના જાતક તથા ખાનગી નાણાકીય એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ તથા ભાગદોડ વાળુ રહેશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપાર-વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે તથા નવી તક આપનાર નીવડશે. સરકારી કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ લાભવંતુ સપ્તાહ. નિવૃત્ત, વિદ્યાર્થી માટે મધ્યમ સપ્તાહ રહેશે. ૯ સપ્ટેમ્બર મધ્યમ જણાશે.

(૭) તુલા :-- આ સપ્તાહ દરમિયાન આકસ્મિક કે અણધાર્યા મોટા લાભ થવાની તથા તે પ્રકારની અનેક તક મળવાની પૂર્ણ સંભાવના. કોમોડીટી-વાયદા બજારના જાતક માટે આ સપ્તાહ સાવ પ્રતિકૂળ નીવડશે. નાના કદના તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. વ્યાપાર- વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ નીવડશે. પરિશ્રમી વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. હજુ, આ સપ્તાહે સરકારી કર્મચારી માટે બઢતી બદલીના સંયોગો જણાશે. ખાનગી એકમના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. વિજ્ઞાન શાખાના વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી,તથા ગૃહિણી માટે લાભદાયી સપ્તાહ. ૯ સપ્ટેમ્બર અર્ધ-મધ્યમ જણાશે.

(૮) વૃશ્ચિક :-- અગ્નિ તત્વ સંબંધિત ઉદ્યોગ ધંધા, તેમાં પણ ખાસ કરીને પેટ્રોલિયમ ઉત્પાદ, કોલસો, તથા અન્ય જવલનશીલ પદાર્થના વ્યાપાર વણિજ સંબંધિત એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. સામાજિક તથા સંસ્થાકીય વહીવટી કામકાજ મા રૂકાવટ આવે અથવા વિલંબ થાય તેવા સંયોગ. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા તમામ પ્રકાર વ્યાપાર વણિજના જાતક માટે આ સપ્તાહ સામાન્ય એવમ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ મધ્યમ રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. પરીવારમાં નાના મોટા ખટરાગ છતાં સુમેળ અકબંધ રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. ૧૨ સપ્ટેમ્બર મધ્યમ જણાશે.

(૯) ધન :-- કાયદો-વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ તમામ વર્ગના અધિકારી તેમજ કર્મચારી માટે વ્યસ્ત એવમ સાનુકૂળ સપ્તાહ. ખાનગી ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહે અણધાર્યા લાભ થવાની સંભાવના. સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમના તમામ જાતક માટે આ સપ્તાહ હળવું સંઘર્ષ વાળું કે ભાગદોડ વાળુ નીવડશે. ઔધોગિક એકમના જાતક તથા વ્યાપાર-વણિજના એકમના તમામ જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. નાના, છૂટક વ્યાપારી તથા ફેરી કરતા વ્યાપારીઓ માટે આ સપ્તાહ અનેક રીતે લાભદાયક નીવડશે. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે હળવું લાભકારી સપ્તાહ. મિત્ર, દ્વારા સહકારના સંયોગો. વિદ્યાર્થી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે ઉત્તમ સપ્તાહ. ૧૦ સપ્ટેમ્બર સાધારણ નીવડશે.

(૧૦) મકર :-- આ સપ્તાહ દરમિયાન પણ આગલા વર્ષના અધૂરા રહી ગયેલ ધંધા વ્યવસાયના કામકાજને વેગ સાથે પૂર્ણ થઈ જવાની સંભાવના. આ સાથે હળવો લાભ થવાના પણ સંયોગ. ધાતુ ઉદ્યોગ તથા મેટલ પાર્ટસના ઉત્પાદક--વ્યાપારી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. આ સિવાય, અન્ય ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તથા દોડધામ વાળુ રહેશે. વ્યાપાર વણિજ, સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે અર્ધ લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે. પરિવાર તરફથી સાથ સહકાર, ધાર્મિક પ્રવાસ ના સંયોગો. ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૮ તથા ૯ સપ્ટેમ્બર સાધારણ રહેશે.

(૧૧) કુંભ :-- ધંધા વ્યવસાયના અધૂરા કામકાજ પૂરા થઈ જવાના સંયોગ. તમામ પ્રકારની પ્રિંટ્સ, કાગળ, પેકીંગ મટીરીયલ્સ, પેકીંગ વેસ્ટેજીસ તથા પ્રકાશન એકમના જાતક એવમ સ્ટેશનરીઝ સંબંધિત વ્યાપારી તથા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડે તેવી શક્યતા. ધાતુ કાર્ય, ગેરેજ, રીપેરીંગ/મેઈન્ટેનન્સ એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી જણાશે. આ સિવાયના, અન્ય, તમામ ઔદ્યોગિક એકમ તથા વાણિજ્યક એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ દોડધામવાળું ત્થા ધમાલિયું જણાશે. વિદ્યાર્થી નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. ૭ તથા ૯ સપ્ટેમ્બર સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન)

(૧૨) મીન:-- આ સપ્તાહ દરમિયાન નિરાંત, રાહત તથા શાંતિ મળવાંના સંયોગ. જૂની ઉઘરાણી કે લેણી રકમ પાકવાની સંભાવના,આગલાં વર્ષમાં ટલ્લે ચડેલ ધંધાકીય કામકાજ પૂરા થવાની પૂર્ણ સંભાવના. કોમોડીટી તથા રિયાલ્ટી ક્ષેત્રના જાતકએ આ સપ્તાહે દરમિયાન સંભાળવું આ સિવાય, તમામ નાના મોટા દરેક પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા જથ્થાબંધ વ્યાપાર વણિજ એકમના વ્યાપારી જાતક માટે આ સપ્તાહ, સરળ તથા હળવું લાભકારક નીવડશે. પરિશ્રમ વાળા એકમના જાતક માટે લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૧૨ સપ્ટેમ્બર સાવ સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી
પોરબંદર ફોન. 09879499307 --https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com

૬ સપ્ટેમ્બર ૨૦૨૫ ------- 6 September 2025 શનિવાર ના રાજકોટથી પ્રકાશિત થતા પ્રસિદ્ધ સાંધ્ય દૈનિક ''અબતક'' એવમ ''ખબર જગત'', ''પોરબંદર ખબર'' તથા સુરતથી પ્રકાશિત તથા દૈનિક ''હોટલાઈન'' માં દર શનિવારે કટાર રૂપે નિયમિત રૂપે પ્રકાશિત થતા મારા લેખની આ પ્રત છે.

સાપ્તાહિક રાશિ ભવિષ્ય ______પં. ડો. હિતેષ એ. મોઢા{{ 24 August     2025   થી  30 August  2025  સુધીનું રાશ્યાદિ ભવિષ્ય }}...
24/08/2025

સાપ્તાહિક રાશિ ભવિષ્ય ______પં. ડો. હિતેષ એ. મોઢા

{{ 24 August 2025 થી 30 August 2025 સુધીનું રાશ્યાદિ ભવિષ્ય }}

#ઇશાનએસ્ટ્રોવાસ્તુ_સાપ્તાહિક_રાશિફળ

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

( ૧ )મેષ :-- નવા ઉદ્યોગ ધંધા- વ્યવસાયની શરુઆત માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે, છતાં નિષ્ણાતની પરામર્શ આવશ્યક જણાશે. નવા ટૂંકા ગાળાના રોકાણ માટે પણ આ સપ્તાહ ફાયદાકારક જણાશે. નાના મોટા તમામ ઔદ્યોગિક એકમના જાતક તેમજ વાણિજ્યક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. નાના તથા છૂટક વ્યાપારી તથા ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ ઉત્તમ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત અને હળવું લાભકારી નીવડશે. મહિલા કર્મી માટે આ સપ્તાહ બહુ લાભદાયક જણાશે. બઢતીના સંયોગ. નિવૃત્ત ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકારી રહેશે. ૩૦ ઓગસ્ટ સરેરાશ નીવડશે.(પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)


(૨) વૃષભ :-- નરમ એવમ પોચી ધાતુ સંબંધિત એકમના જાતક એવમ અગ્નિ-વિદ્યુત સંબંધિત ઔદ્યોગિક એકમ કે વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. હેવી & હ્યુજ મશીનરી સંબંધિત ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ જણાશે. આ સિવાયના,, અન્ય ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ સરેરાશ રહેશે. નાના વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ અથવા પ્રતિકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. પરિવાર તરફથી સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી માટે હળવું લાભકારી સપ્તાહ. ૨૬, ૨૭ ઓગસ્ટ સાધારણ જણાશે.


(૩) મિથુન :-- પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ, શિલ્પી વર્ગના તમામ જાતક માટે આ સપ્તાહ ભારે કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક નીવડશે. સીઝનલ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક તથા ભાગદોડ વાળું જણાશે. ઈલેક્ટ્રીકલ્સ રીલેટેડ ઉદ્યોગ ધંધાના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ રહેશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમના જાતક તથા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ મધ્યમ અથવા અર્ધ-લાભકારક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક નીવડશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૨૫ તથા ૨૬ ઓગસ્ટ સામાન્ય રહેશે.

(૪) કર્ક :-- પ્રાથમિક શાળાના શિક્ષક, એકાઉન્ટ્ન્સી ફર્મસ ના જાતક માટે આ સપ્તાહ અતિ લાભદાયી જણાશે. ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્માકેમિલ્સ તથા ફાર્માસ્યુટીક્લ્સના જાતક માટે આ સપ્તાહ ભાગદોડીયું તેમજ હળવું લાભદાયક નીવડશે. ઓર્ગેનિક ખાતર કે તેને સંબંધિત એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ડેરી એવમ ડેરી ઉત્પાદ એકમના જાતક માટે બહુ લાભકારી સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી જાતક માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે અતિ વ્યસ્ત સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભકારી જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ લાભકારી રહેશે. ૨૭ ઓગસ્ટ સામાન્ય નીવડશે.

(૫) સિંહ :-- આયુર્વેદિક ઔષધિ એવમ-હર્બલ ઔષધિ, હર્બલ પ્રોડકટના ઉત્પાદક જાતક તથા, વિક્રેતા જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. મરીન એન્જીનીયરીંગ શાખાના જાતક, શીપીંગ, બોડી બિલ્ડીંગ, ગેરેજ-રીપેરીંગ મેઈન્ટેનન્સ સર્વિસ/વર્કસ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ મધ્યમ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્ર કર્મચારી માટે આ સપ્તાહે ભારે કામકાજનો બોજ રહેવા સંભવ અને સંયોગ. પરિવાર તરફથી સાથ સહકારના યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે લાભદાયી સપ્તાહ. ૨૯ ઓગસ્ટ સામાન્ય રહેશે.

(૬) કન્યા :-- હેવી & હ્યુજ મશીનરીઝ ધરાવતા ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા ઉદ્યોગ, ધાતુ ઉદ્યોગ સમેત, આ સિવાયના અન્ય મોટા ઔદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે. શેર બજાર તથા કોમોડીટી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે. ફેરી કરતા, ગલ્લા પર વ્યાપાર કરતા પરિશ્રમી એવમ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ ખૂબ જ લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભકારી અને અતિ વ્યસ્ત જણાશે. સગા સાથે વાદ વિવાદ થવાની સંભાવના. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૨૬ ઓગસ્ટ સામાન્ય નીવડશે

(૭) તુલા :-- ટૂર & ટ્રાવેલ્સ એજંસીઝ તથા હોટેલ બુકિંગ સાથે જોડાયેલા તમામ જાતક તથા પબ્લીક ટ્રાન્સ્પોર્ટેશન એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. હસ્ત કલા તથા અન્ય કલાકારીના ઔદ્યોગિક વ્યાપારી એકમ વાળા જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ ખુબ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ આંશિક લાભદાયી નીવડશે. મિત્ર વર્તુળ સાથે સુમેળ નો સંયોગ યથાવત જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી એવમ મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૨૮ તથા ૩૦ ઓગસ્ટ સાવ સામાન્ય રહેશે.

(૮) વૃશ્ચિક :-- તમામ પ્રકારના ખાનગી શૈક્ષણિક એકમના જાતક એવમ સરકારી શૈક્ષણિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું કે આંશિક લાભદાયક નીવડશે. તમામ પ્રકારના સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત એવમ ભાગ દોડ વાળું રહેવાના સંયોગ. આ સિવાયના, તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર-વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી એકમના તમામ કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. કુટુંબ તરફથી સુમેળ તથા સહકારના સંયોગ યથાવત. ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૩૦ ઓગસ્ટ સરેરાશ જણાશે.

(૯) ધન :- કાયદો & વ્યવસ્થા વિભાગના અધિકારીઓ માટે આ સપ્તાહ હળવું તેમજ દોડધામ વાળુ તથા અતિ વ્યસ્ત નીવડશે. સરકારી શૈક્ષણિક સંસ્થાઓ એવમ ખાનગી શૈક્ષણિક સંસ્થાના તમામ જાતક માટે આ સપ્તાહ અતિ સામાન્ય નીવડશે. કલા તથા કારીગરી ક્ષેત્રના જાતક માટે આ લાભદાયી સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક તથા અનેક નવી તકો વાળુ જણાશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. સ્નેહીઓ તરફથી સાથ સહકાર તથા આર્થિક લાભ મળવાના સંયોગ. નિવૃત્ત, ગૃહિણી, વર્કિંગ વુમન, વિદ્યાર્થી માટે આ લાભકારી સપ્તાહ. ૨૯ ઓગસ્ટ અર્ધ મધ્યમ જણાશે.

(૧૦) મકર :-- આ સપ્તાહે ધંધા-વ્યવસાયમાં અણધાર્યા લાભ મળવાની સંભાવના એવમ સંયોગ. ખાનગી એકાઉન્ટન્ટ્સ એવમ એકાઉંટસી એકમ (ફર્મ) કે તેને રીલેટેડ એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. ફુડ & બેવરેજીસ ના વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર-વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. નાના, છૂટક વ્યાપારી કે ફેરી કરતા જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત પણ લાભદાયક નીવડશે. મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ સપ્તાહ હળવું અથવા સાવ સાનુકૂળ નીવડશે. ૨૫ ઓગસ્ટ સાવ સામાન્ય નીવડશે.

(૧૧) કુંભ :-- રેડીમેડ ગાર્મેંટ્સ, ફેશન એસેસરીઝ, જનરલ ફેબ્રીક, કોસ્મેટીક, ફોટોગ્રાફી એવમ મોડેલીંગ સંબંધિત તમામ નાના મોટા તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યવસાયી એકમના જાતક તેમજ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ દરમિયાન અનેક પ્રકારે હળવો આર્થિક લાભ મળશે સાથોસાથ નવી તકો મળવાની પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ પરંતુ લાભદાયક નીવડશે. રીટેઈલર માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. નિવૃત્ત, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. ૨૫ ઓગસ્ટ સાવ મધ્યમ અથવા પ્રતિકૂળ નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન)

(૧૨) મીન:-- આ સપ્તાહ સરકારી ક્ષેત્રના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું નીવડશે. સાથોસાથ બદલી થવાના પણ સંયોગ એવમ શક્યતા. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે. સર્વિસ બિઝનેસ તથા ફાઈનાન્સ એજન્સી તથા રીટેઈલર માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ અથવા પ્રતિકૂળ પણ નીવડી શકે છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થી, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ સામાન્ય નીવડશે. ૩૦ ઓગસ્ટ સાવ મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી
પોરબંદર ફોન. 09879499307 --https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com

૨૩ ઓગસ્ટ ૨૦૨૫ ------- 23 August 2025 શનિવાર ના રાજકોટથી પ્રકાશિત થતા પ્રસિદ્ધ સાંધ્ય દૈનિક ''અબતક'' એવમ ''ખબર જગત'', ''પોરબંદર ખબર'' તથા સુરતથી પ્રકાશિત તથા દૈનિક ''હોટલાઈન'' માં દર શનિવારે કટાર રૂપે નિયમિત રૂપે પ્રકાશિત થતા મારા લેખની આ પ્રત છે.

16/08/2025

સાપ્તાહિક રાશિ ભવિષ્ય ______પં. ડો. હિતેષ એ. મોઢા

{{ 17 August 2025 થી 23 August 2025 સુધીનું રાશ્યાદિ ભવિષ્ય }}

#ઇશાનએસ્ટ્રોવાસ્તુ_સાપ્તાહિક_રાશિફળ

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

( ૧ )મેષ :-- ફેબ્રીકેશન એવમ આર્યન/સ્ટીલ & લેથ વર્ક તથા ગેરેજ વર્કસ, રીપેરીંગ & મેઈનટેઈન્સ જેવા એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ નીવડે તેવી સંભાવના.શેર બજાર, કોમોડિટી એકમના જાતક માટે હળવું સરેરાશ અથવા અર્ધ પ્રતિકૂળ સપ્તાહ જણાશે. ટ્રાન્સપોર્ટેશન એકમના જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ તેમજ વ્યસ્ત નીવડશે. છૂટક વ્યાપારી તથા નાના વ્યાપારી માટે પણ આ સપ્તાહ પણ હળવું લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે વ્યસ્ત, આંશિક લાભકારી સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી માટે હિતકારી સપ્તાહ. ૨૨ તથા ૨૩ ઓગસ્ટ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)


(૨) વૃષભ :-- અતિ પરિશ્રમી લોકો એવમ વર્ગ, કારીગર વર્ગ, શિલ્પી વર્ગના તમામ જાતક તેમજ કોઈ પણ ક્ષેત્રમાં મહેનતુ લોકો માટે આ સપ્તાહ કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક નીવડશે. આવકની નવી નવી તકો એવમ સ્ત્રોત મળવાની સંભાવના. જૂની લેણી-ઉઘરાણી પાકવાની સંભાવના. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે પરંતુ સાથોસાથ ભાગદોડ વાળું પણ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તેમજ હળવું લાભદાયી નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ સારું રહેશે. કેવળ ૧૯ ઓગસ્ટનો દિવસ જ સામાન્ય રહેશે.

(૩) મિથુન :-- મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ જ સાનુકૂળ નીવડશે. અગ્નિ તત્વને સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતક કોઈને કોઈ પ્રકારે વિશેષ લાભ મળવાની પૂર્ણ સંભાવના. વિદ્યુત કે સોલાર ઊર્જા સંબંધિત તમામ ઉત્પાદક તથા રંગ તથા રસાયણના જથ્થાબંધ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય, વ્યાપારી જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા મધ્યમ જણાશે. સર્વિસ બિઝનેસના જાતક માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારી માટે બદલી તેમજ બઢતીના સંયોગ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. મેડીકલ વિદ્યાર્થી,તથા મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. ૨૨ તથા ૨૩ ઓગસ્ટ મધ્યમ રહેશે.

(૪) કર્ક :-- મરીન એંજીનીયરીંગ, શીપીંગ બોડી બિલ્ડીંગ યાર્ડ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડશે. રિયાલ્ટી ક્ષેત્રે બિલ્ડીંગ મટીરીયલ્સ ના વિક્રેતા તથા ઉત્પાદક માટે આ સપ્તાહ આંશિક લાભકારી રહેશે. ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારના જાતક માટે આ સપ્તાહ હળવું અથવા સામાન્ય નીવડશે. પરિશ્રમી વ્યવસાય કે વ્યાપારીના કોઈ પણ એકમના તમામ જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું એવમ સંઘર્ષપૂર્ણ જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ૨૦ ઓગસ્ટ સામાન્ય રહેશે.

(૫) સિંહ :-- કાયદો એવમ વ્યવસ્થા તંત્રના અધિકારી + કર્મચારી તેમજ સરકારી એવમ ખાનગી વકીલ માટે વિશેષ ને વધારે કાળજી રાખવા જેવું સપ્તાહ. સરકારી ક્ષેત્રના ઉચ્ચ પદાધિકારીઓ માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ જણાશે. આ સિવાયના અન્ય, કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ અને પ્રતિકૂળ ની વચ્ચે રહેશે. મોટા ઔધોગિક એકમના જાતક તથા વ્યાપાર-વણિજના એકમના તમામ જાતક માટે આ સપ્તાહ હળવું પણ લાભકારી નીવડશે. નાના એવમ છૂટક વ્યાપારી તથા ફેરી કરતા વ્યાપારી જાતક માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયક નીવડશે. પરિવાર તરફથી સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ૨૩ ઓગસ્ટ સાધારણ નીવડશે.

(૬) કન્યા :-- ખાનગી શૈક્ષણિક સંસ્થાના જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ અથવા સરેરાશ નીવડશે. દરેક પ્રકારના પ્રવાહી આહાર એકમના ઔદ્યોગિક-વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ફાર્મસી તથા ફાર્મા કેમિકલ કે તેને સંબંધિત એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સિવાયના, તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતક એવમ નાના વ્યાપારી જાતક માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ એવમ સાનુકૂળ નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૮ તથા ૧૯ ઓગસ્ટ સાવ સામાન્ય રહેશે.

(૭) તુલા :-- પરફ્યુમરીઝ તથા સુગંધિત તમામ પ્રકારના દ્ર્વ્ય/પદાર્થ ના ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક તેમજ ઈમીટેશન જવેલરીઝ, ફેશન એસેસરીઝ ના એવમ જાતક માટે લાભકારી સપ્તાહ. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ પણ દોડધામ વાળું નીવડશે. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સપ્તાહે પણ છૂટક વ્યાપારી માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક અને વ્યસ્ત નીવડશે કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ યથાવત રહેશે. વિદ્યાર્થી, મહિલાકર્મી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. ૨૩ ઓગસ્ટ સાવ સાધારણ નીવડશે

(૮) વૃશ્ચિક :-- રાજકીય વ્યક્તિ એવમ જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. આ સપ્તાહ દરમિયાન પણ અનેક પ્રકારના લાભ તથા અનેક વિધ નવી તક મળવાની સંભાવના. ઉદ્યોગ-ધંધાના નવા કામકાજનો પ્રારંભ કરવા માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ લાભકારી નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે લાભદાયક સપ્તાહ. નાના ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. પરિવારજનો સાથે સુમેળ નો સંયોગ જણાશે. વિદ્યાર્થી, ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. ૨૩ ઓગસ્ટ સામાન્ય રહેશે.

(૯) ધન :- હસ્ત કલાના ઔદ્યોગિક વ્યાપારી એકમ વાળા જાતક માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે. ટૂર & ટ્રાવેલ એજન્સી તથા હોટેલ બુકિંગ સાથે જોડાયેલા તમામ જાતક તથા પબ્લીક ટ્રાસ્પોર્ટેશંસના જાતક માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ જ સાનુકૂળ નીવડશે. મોટા તથા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારક જણાશે. નાના વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મિત્રો તરફથી સાથ સહકારની સંભાવના.વર્કીંગ વુમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ લાભદાયી સપ્તાહ. ૨૦ ઓગસ્ટ સામાન્ય જણાશે.

(૧૦) મકર :-- જાહેર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ અતિ લાભકારક નીવડશે. એનીમલ ફોડર, કેનિંગ ફૂડ, તથા પ્રોસેસ્ડ ફૂડ, પેકિંગ ફૂડના ઔદ્યોગિક, વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા સાધારણ નીવડશે. ફેશન તેમજ શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ અણધાર્યા લાભ અપાવશે. વ્યાપાર વણિજના જાતક લાભકર્તા સપ્તાહ. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. કુટુંબમાં સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સારું નીવડશે. ૨૦ ઓગસ્ટ સામાન્ય જણાશે.

(૧૧) કુંભ :-- નોન આલ્કોહોલિક શિતલ પેય અને પેય પદાર્થના ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આંશિક રીતે આ સપ્તાહ લાભકારી નીવડશે. પરિશ્રમી, કારીગર વર્ગ- શિલ્પી વર્ગ માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. નાના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. મોટા ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તથા ભાગદોડીયું જણાશે. ગેરેજ, વ્હીકલ સર્વિસના જાતક માટે બહુ લાભકારી સપ્તાહ. નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું સપ્તાહ. સગા દ્વારા સાથ સહકાર મળવાના સંયોગ. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે લાભકર્તા સપ્તાહ. ૧૮ ઓગસ્ટ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન)

(૧૨) મીન:-- ખાનગી શરાફી પેઢી, નોન બેંકિંગ ત્થા બેન્કિંગ ફાઇનાન્સ કંપની સાથે સંકળાયેલ તમામ જાતક તથા ખાનગી મેનેજમેન્ટ એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ સરેરાશ તથા વ્યસ્ત નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજ એકમના તમામ જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ અને વ્યસ્ત નીવડશે. સરકારી કર્મચારી માટે અતિ વ્યસ્ત સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ કામકાજ વાળુ રહેશે તેમજ બઢતીના સંયોગ + સંભાવના વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે લાભકર્તા સપ્તાહ. ૨૦ ઓગસ્ટ સાવ સાધારણ અથવા પ્રતિકૂળ નીવડી શકે છે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી
પોરબંદર ફોન. 09879499307 --https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com

૧૬ ઓગસ્ટ ૨૦૨૫ ------- 16 August 2025 શનિવાર ના રાજકોટથી પ્રકાશિત થતા પ્રસિદ્ધ સાંધ્ય દૈનિક ''અબતક'' એવમ ''ખબર જગત'', ''પોરબંદર ખબર'' તથા સુરતથી પ્રકાશિત તથા દૈનિક ''હોટલાઈન'' માં દર શનિવારે કટાર રૂપે નિયમિત રૂપે પ્રકાશિત થતા મારા લેખની આ પ્રત છે.

Send a message to learn more

Address

101 Road Chember Chhaya Chowki
Port Porbandar
360575

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm
Sunday 10:30am - 12:30pm

Alerts

Be the first to know and let us send you an email when Ishanastrovastu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram