12/04/2024
મનોશાંતિ હોસ્પિટલના ડો. નચિકેત મહેતા દ્વારા "Ambitions of Indians" પબ્લીક શોનું રાજકોટમાં જાહેર જનતાના લાભાર્થે વિનામૂલ્યે આયોજન કરેલ છે.
રાજકોટની પ્રખ્યાત માનસિક તથા મગજના રોગની હોસ્પિટલ મનો શાંતિ હોસ્પિટલના ડો. નચિકેત મહેતા (ન્યુરો-સાયકીઆટ્રીસ્ટ) દ્વારા એમ્બિશન ઓફ ઈન્ડિયન (Ambitions of Indians) ના વિષય ઉપર ફ્રી શોનું બુધવારે રાત્રે 9.15 વાગે આયોજન કરવામાં આવેલ છે જેના અંતર્ગત માનસિક સ્વાસ્થ્ય (mental health & fitness) ને સંબધિત વિવિધ વિષયો ઉપર ડો. નચિકેત મેહતા દ્વારા રમુજી વાતાવરણમાં કર્ણપ્રિય મ્યુઝિક સાથે સમજાવવામાં આવશે.
આ પબ્લીક શોનો લાભ તમામ વર્ગના અને તમામ ઉંમરના લોકો લઈ શકે છે. જે લોકોને જીવનમાં કાઈક કરી બતાવવાની ધગશ હોય, જીવનમાં ઊંચા સપના હોય, આગળ વધવાની તમન્ના હોય, જીવનમાં કોઈપણ ટેન્શન હોય, કોઈ માનસિક બિમારી હોય તેવા તમામ લોકોને આ શો ખૂબ જ ઉપયોગી થશે.
આ શોમાં માઈન્ડ પાવરના વિવિધ વિષયો જેમકે માઈન્ડ મેપીંગ ટેસ્ટ, લો ઓફ ઈમેજીનેશન, પોઝિટિવ થીંકીંગ તેમ જ માનસિક રોગોના, તેની સારવારના, માનસિક રીતે સ્વસ્થ કેવી રીતે રહેવુ, જીવનના ધ્યેય કેમ સાકાર કરવા તેમ જ અન્ય ઘણા વિષયો ઉપર હળવા વાતાવરણમાં જીવન બદલવા માટેની વિવિધ પદ્ધતિઓ શીખવવામાં આવશે. આ ઉપરાંત, માનસિક બિમારી કેવી રીતે ઉત્પન્ન થતી અટકાવવી અને જો શક્ય હોય તો તેનું કેવી રીતે કાયમી નિરાકરણ લાવવુ તેના વિષે પણ જરુરીયાતવાળા લોકોને માર્ગદર્શન આપીશુ.
વિનામૂલ્યે યોજવામાં આવેલ આ શોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે ડો. નચિકેત મહેતાની 6- મનહર પ્લોટ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ મુકામે આવેલ મનોશાંતિ હોસ્પિટલ નો રૂબરૂ અથવા મોબાઈલ નંબર 9106197996 ઉપર સંપર્ક કરી શકાશે.