01/01/2025
અર્ધજાગૃત મનને શા માટે સજાગ રાખવું જોઈએ?
જ્યારે અર્ધજાગૃત મન ને આરોગ્ય ઉત્પન્ન કરવા માટે નિર્દિષ્ટ કરવામાં આવે, તો તમામ જાગૃત મન ની ક્રિયાઓ કે વિચાર પેદા થાય તે સામાન્ય શારીરિક ક્રિયાઓ સાથે મળીને શરીર સ્વાસ્થ્ય પેદા કરે છે.
અર્ધજાગૃત મન માત્ર જે તે ધારણા માં રહેલા માનસિક વિચાર નું પુનઃ ઉત્પાદન નથી કરતા પરંતુ તે ધારણા માં રહેલી ઇચ્છાઓ ને પૂરી કરવા માટેના દરેક જરૂરી વસ્તુઓ ને પણ પુનઃ ઉત્પાદિત કરે છે.
આ નિયમ પર પૂર્ણ વિશ્વાસ કે અર્ધજાગૃત મન એજ કરે જે કરવા માટે તેને પ્રેરિત કરવામાં આવે અને તે ચિંતાને પૂર્ણ રીતે નાબૂદ કરી શકે, જ્યાં સુધી જાગૃત મન માં ચિંતા ના વાદળો ગોરંભાયા હોય ત્યાં સુધી અર્ધજાગૃત મન ને પ્રેરીત કરવામાં આવેલ લક્ષ્ય તરફ આગળ જઈ શકતું નથી.
અર્ધજાગૃત મન ઉપર પ્રભાવ પાડવા માટે ઉચિત પરિસ્થિતિઓ માં ઉંડી ભાવના,પ્રબળ ઈચ્છાઓ, જાગૃત રુચિ, અને જીવંત વિશ્વાસ. જ્યારે આ બધું જાગૃત મન ની ક્રિયામાં સામંજ્યસ રીતે ભળી જાય ત્યારે અર્ધજાગૃત મન સાચી દિશામાં પ્રભાવિત થશે અને નિર્દેશન થશે ત્યારે ઈચ્છિત પ્રતિક્રિયા જરૂર સામે આવશે.
તેમ છતાં, મુખ્ય જરૂરિયાત ઊંડી ભાવના છે; કોઈપણ વિચાર અથવા ઈચ્છા અર્ધજાગૃત મન માં પ્રવેશી નથી શકતી જ્યાં સુધી તેને ખૂબ ઊંડાણ પૂર્વક મેહસૂસ ના કરવામાં આવે, અને દરેક વિચાર અથવા ઈચ્છા જેને ઊંડાણ પૂર્વક મેહસૂસ કરવામાં આવે તે સ્વયં અચૂક અર્ધજાગૃત મનમાં પ્રવેશી જાય છે.
આ નિયમના માધ્યમ થીજ માનવી પોતાના વાતાવરણ, પરિસ્થિતિ અને બાહ્ય સ્થિતિની અસરગ્રસ્ત થાય છે, કારણકે જ્યારે પણ માનવી પોતાના સંપર્કમાં આવવા વાળી કોઈપણ વસ્તુ કે વિચારથી પોતાને ઊંડાણ પૂર્વક અસરગ્રસ્ત થવા દયે છે, ત્યારે તે પ્રભાવ અર્ધજાગૃત મનમાં પ્રવેશી જાય છે.
કોઈપણ મનના અર્ધજાગૃતમાં જે કંઈ વિચાર કે વસ્તુ પ્રવેશ કરે છે, તે જાગૃતમનનો ભાગ થઈ જાય, અને એક હદ સુધી તે મનની પ્રકૃતિ, ચરિત્ર,ગુણવત્તા અને કર્યોને પ્રભાવિત કરે છે.
ક્યારેય કોઈપણ અનઇચ્છનીય ભાવનાને ક્યારેય અનુમતિ ન આપવી જોઈએ;વિચારમાં ક્યારેય ખોટો વિચાર ન આપવો જોઈએ; કે કોઈ પણ આકાર કે સ્વરૂપમાં ખોટા કે દુષ્ટતા વિશે ગંભીરતાથી, લાગણીથી કે સહાનુભૂતિપૂર્વક વિચારવું જોઈએ નહીં.
ગલત વિશે ભાવુકતા પૂર્વક વિચારવું એટલે અર્ધજાગૃત મન માં ગલત વાત થોપવા બરોબર છે.આ જાગૃત મન ના બગીચા માં અનઇચ્છનીય બીજ વાવવા બરોબર છે અને પરિણામ રૂપે બીમારી, પરેશાની અને અભાવ મળે.
ઊંડાણથી મેહસૂસ કરેલા સારા વિચારો, સ્વાસ્થ્ય,ખુશી, સદભાવ, શાંતિ, શક્તિ,ક્ષમતા અને ચરિત્ર પ્રદાન કરે છે.ઊંડાણ થી મેહસૂસ કરેલા ખરાબ વિચાર કલેશ, તણાવ, ડર,બીમારી ,કમજોરી અને અસફળતા પ્રદાન કરે છે.
અર્ધજાગૃત મન ઉપર હરપળ ઉચિત પ્રભાવ આપવા માટે, આ જરૂરી છે કે મન ને માત્ર એવી વસ્તુઓ માટે વિચારવા પ્રશિક્ષિત કરવું જોઈએ કે જેને વ્યક્તિ પોતાના જીવન માં સાકાર કરવા કે અભિવ્યક્ત કરવાની ઈચ્છા ધરાવતો હોય અને વ્યક્તિ જે વસ્તુને કે વ્યક્તિગત અનુભવ માં ઈચ્છતો ના હોય એના માટે એક ક્ષણ પણ વિચારવું જોઈએ નહિ.