ગર્ભ સંસ્કાર – ગર્ભ ચાલીસા
ભારતભર માં સર્વ પ્રથમ વખત અમો ગર્ભ ચાલીસા ની સીડી લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ.”ગર્ભ સંસ્કાર “નામક આ સીડી માં ગર્ભરક્ષા
સ્તોત્ર,ગર્ભ સૂક્તમ,ગર્ભિણી માતા ની પરિચર્યા એમ કુલ ૧૨ ટ્રેક માં સંગીતમાય નિરૂપણ કરવા માં આવ્યું છે.જેવી રીતે માનવી પોતાની સુરક્ષા,ઉન્નતી,અને પ્રાર્થના માટે ગાયત્રી મંત્ર,મૃત્યુંજય મંત્ર નું પઠન કે જાપ કરે છે,એજ રીતે ગર્ભ ના વિકાસ,પુષ્ટિ અને સ્વસ્થ બાળક ના જન્મ માટેના શ્લોકો,સ્તોત્ર,ચાલીસા વિગેરે માહિતી નો ગુજરાતી ભાષામાં અભાવ હતો.
આ માટે ડૉ.કીર્તિભાઈ એમ.જોશી કે જેઓ આયુર્વેદાચાર્ય છે ઉપરાંત તેઓના દાદ શ્રી દયાશંકર જોશી રાજ્ય ના રાજવૈદ્ય હતા.તેઓ એ યજુર્વેદ,આયુર્વેદ,જૈન સાહિત્ય વિગેરે માં સંશોધનો કરી આપણા ઋષિમુનીઓ દ્વારા રચાયેલા ગ્રંથો નો અભ્યાસ કરી તેમાંથી ગર્ભવતી માતા ની પરિચર્યા અને નીયમન ના શ્લોકો અને સ્તોત્ર ચૂંટી કાઢી સરળ શૈલી માં નિરૂપણ કર્યું.
આજના બાળકો આપણા દેશનું આવતીકાલનું ભવિષ્ય છે.આ સીડી નિર્માણ નો હેતુ ફક્ત સ્વસ્થ બાળક ના જન્મ દ્વારા સ્વસ્થરાષ્ટ્ર નું નિર્માણ કરવાનો જ છે.પ્.પૂ ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી બાવાશ્રી ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ તેઓ ના આશીર્વાદ થી લોકસેવા અને લોકહીત કાજે આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.
શ્રીમતિ પ્રેમલ રાજુ યાજ્ઞિક દ્વારા બહેનો ને સમજાય એ રીતે સરળ ભાષા માં સમજુતી આપવામાં આવી છે,સુ શ્રી નિધિ ધોળકિયા દ્વારા ગર્ભ ચાલીસા અને સર્વે સ્તોત્ર નું ભાવાનુવાદ સાથે ગાન કરવા માં આવ્યું છે.ગર્ભ ચાલીસા નું લેખન અને સમગ્ર સીડી નું સંકલન શ્રી હિતેશ સિનરોજા દ્વારા કરવામાં આવ્યું છે.સંગીત શૈલેષ-ઉત્પલ દ્વારા આપવામાં આવ્યું છે.
અત્યાર ના વિજ્ઞાનયુગ માં સાબિત થયેલું છે કે ગર્ભવતી માતાના આહાર-વિહાર-વિચાર ની બાળક ઉપર અસર થાય છે તો આપણે આપણા શાસ્ત્રોક્ત શ્લોક ને સાંભળીએ તો પણ સારી અસર થવાની જ છે.આ સીડી ની અંદર આપવામાં આવેલા સઘળા શ્લોક ૯ મહિના સુધી સાંભળવા થી અવશ્ય સારું પરિણામ મળે છે.
ભારતભર માં પ્રથમ વખત રજુ થતા “ગર્ભ ચાલીસા” હિન્દી માં લખવામાં આવ્યા છે,જેમાં ગર્ભાધાન થી લઇ અને ૯ મહિના અને બાળક ના જન્મ સુધી માતાએ શું ખ્યાલ રાખવો જોઈએ તથા માતા ના આહાર-વિહાર,કસરત,યોગા વિગેરે જેવી દૈનિક પરિચર્યા શું હોવી જોઈએ તેનું નિરૂપણ કરવામાં આવેલું છે.
સ્ટુડીઓ રીધમ –શ્રી મુકેશભાઈ પારેખ દ્વારા “ગર્ભ સંસ્કાર “ ની ઓડિયો સીડી ના માર્કેટિંગ નું કાર્ય સહર્ષ સાંભળવામાં આવેલ છે. આ સીડી ના નિર્માણ માં જે ખર્ચો આવેલ છે તે જ ભાવે બજાર માં સરળતા થી નફા નુકશાન ની ભાવના વગર સર્વે લોકો ને સરળતાથી મળી રહે અને ગર્ભવતી બહેનો ને ઉપયોગી થાય તે જ અમારી ભાવના છે.પૈસા કમાવા ના કોઈપણ હેતુ વગર આ સીડી નું નિર્માણ કરેલ છે અને લોકો જ તેને અપનાવે અને વધુ માં વધુ લોકો પાસે માહિતી પહોચે ,લોકો પોતાના આવનારા સંતાન ની કાળજી લેતા થાય એ જ અમારો હેતુ છે.
ગર્ભવતી માતા માટે ના “ગર્ભ ચાલીસા” અને ૯ મહિના સુધી સાંભળવા ના શ્લોકો ની સીડી
આ સાથે આપને રીવ્યુ માટે આપીએ છીએ,સહકાર બદલ અંતઃકરણ પૂર્વક આભાર .
ડૉ.કીર્તિભાઈ એમ.જોશી
“રાજ ક્લીનીક”
હરિહર ચોક
રાજકોટ
મોબાઈલ:૯૮૨૫૨ ૧૬૩૫૨