Dr Nirav Gondaliya - Critical care & Respiratory physician

  • Home
  • India
  • Surat
  • Dr Nirav Gondaliya - Critical care & Respiratory physician

Dr Nirav Gondaliya - Critical care & Respiratory physician Critical care & Respiratory physician
(1)

આઈ. સી. યુ. ના સ્પેશિયાલિસ્ટ ડૉ. નિરવ ગોંડલીયાના અનુમાન મુજબ ડૉક્ટરો દ્વારા પ્રિસક્રાઇબ થયેલી દવાઓમાંથી આશરે 50% -60% જે...
22/04/2024

આઈ. સી. યુ. ના સ્પેશિયાલિસ્ટ ડૉ. નિરવ ગોંડલીયાના અનુમાન મુજબ ડૉક્ટરો દ્વારા પ્રિસક્રાઇબ થયેલી દવાઓમાંથી આશરે 50% -60% જેટલી દવાઓ વપરાયા વગરની રહી જાય છે.

આવી એક્સપાયર ના થયેલી વધારાની દવાઓ જરૂરિયારતમંદ દર્દીઓ સુધી વિના મૂલ્યે મેડિકલ ચેક અપ કરીને પુન:વપરાશ થઈ શકે તથા જે દવાઓ એક્સપાયર થયેલી છે એનો યોગ્ય બાયો - મેડિકલ waste તરીકે નિકાલ થાય એ માટે સુરતની IDCC હોસ્પિટલના ડૉક્ટરની ટીમ ડૉ.નિરવ ગોંડલીયા, ડૉ પ્રતિક સાવજ અને ડૉ. ચંદ્રકાન્ત ઘેવરીયા વગેરે પ્રયત્નશીલ છે.

જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવા આપવા માટે સુરતમાં વિવિધ જગ્યા પર “Drug donation box” મૂકવામાં આવેલ છે. જેમાં લોકોના ઘરોમાં ના વપરાયેલી દવાઓનું કલેક્શન કરીને ફ્રી મેડિકલ કેમ્પમાં ઉપયોગ કરવામાં આવશે તથા મળેલી દવાઓમાંથી એક્સપાયર થયેલી દવાઓનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

આપ સૌ લોકોને પણ ઘરે રહેલી વધારાની દવા આ ડોનેશન બૉક્સમાં નાખી આ મુહિમમાં જોડાઈને જરૂરિયાતમંદને મદદરૂપ થવા તથા સોસાયટીમાંથી બાયો-મેડિકલ waste નો યોગ્ય નિકાલ કરવામાં સાથ આપવા નમ્ર અપીલ છે.

આપ સૌ લોકોને પણ ઘરે રહેલી વધારાની દવા આ ડોનેશન બૉક્સમાં નાખી આ મુહિમમાં જોડાઈને જરૂરિયાતમંદને મદદરૂપ થવા તથા સોસાયટીમાંથી બાયો-મેડિકલ waste નો યોગ્ય નિકાલ કરવામાં સાથ આપવા નમ્ર અપીલ છે.

આપ સૌને રામનવમીની હાર્દિક શુભકામનાઓ...
17/04/2024

આપ સૌને રામનવમીની હાર્દિક શુભકામનાઓ...

હુક્કા અને વેપ અત્યારના સમયમાં જુવાન લોકોની હેલ્થના સૌથી મોટા દુશ્મન.સામાન્ય રીતે જુવાન લોકો એન્જોય કરવાના બહાને હુક્કા ...
14/04/2024

હુક્કા અને વેપ અત્યારના સમયમાં જુવાન લોકોની હેલ્થના સૌથી મોટા દુશ્મન.
સામાન્ય રીતે જુવાન લોકો એન્જોય કરવાના બહાને હુક્કા અને વેપ નું સેવન કરતા હોય છે અને ઘણા બધા એવું માને છે કે એ સ્વાથ્ય માટે હાનિકારક નથી અને સિગારેટ કરતા ઓછા હાનિકારક છે પણ આ વાત બિલકુલ ખોટી છે.

**e **elife **ah

શરીરમાં ઓક્સિજનનું લેવલ જાળવવા આયર્નયુક્ત આહાર લો, લીલા શાકભાજી અને ફળોનું સેવન વધારે કરો, ઊંડા શ્વાસ લેવાની આદત પાડો, ઝ...
09/03/2024

શરીરમાં ઓક્સિજનનું લેવલ જાળવવા આયર્નયુક્ત આહાર લો, લીલા શાકભાજી અને ફળોનું સેવન વધારે કરો, ઊંડા શ્વાસ લેવાની આદત પાડો, ઝડપથી શ્વાસ ના લો, ડોક્ટરની સલાહથી યોગ્ય એક્સરસાઇઝ કરો...

એ ઘરનો શ્વાસ છે!Happy Women's day...
08/03/2024

એ ઘરનો શ્વાસ છે!

Happy Women's day...

આવો જાણીએ કોઇપણ સામાન્ય વ્યક્તિનું ઓક્સિજન લેવલ કેટલું હોય છે?
07/03/2024

આવો જાણીએ કોઇપણ સામાન્ય વ્યક્તિનું ઓક્સિજન લેવલ કેટલું હોય છે?

જ્યારે તમે ઊંડો શ્વાસ લો છો ત્યારે ઓક્સિજન ફેફસાનાં છેક નીચેના ભાગ સુધી પહોંચે છે. ફેફસાની સૌથી નીચેના ભાગમાં આવેલી વાયુ...
02/03/2024

જ્યારે તમે ઊંડો શ્વાસ લો છો ત્યારે ઓક્સિજન ફેફસાનાં છેક નીચેના ભાગ સુધી પહોંચે છે. ફેફસાની સૌથી નીચેના ભાગમાં આવેલી વાયુ કોશિકા એટલે કે એલ્વિયોલી સુધી હવા પહોંચે ત્યારે એવું માનવામાં આવે છે શરીરને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહ્યો છે.

શ્વાસ મારફતે દાખલ થયેલો ઓક્સિજન રક્ત કોશિકાઓ દ્વારા શરીરમાં પહોંચે છે. રક્ત કોશિકાઓ આ ઓક્સિજનને શરીરનાં વિવિધ ભાગમાં પહોંચાડે છે.

શરીરમાં ઓક્સિજનનું લેવલ જાળવવું ખૂબ જરૂરી છે... કોરોના સમયે “તમારું ઓક્સિજન કેટલું?” આ સવાલ ખૂબ ચર્ચામાં હતો…પણ આ ઓક્સિજ...
28/02/2024

શરીરમાં ઓક્સિજનનું લેવલ જાળવવું ખૂબ જરૂરી છે... કોરોના સમયે “તમારું ઓક્સિજન કેટલું?” આ સવાલ ખૂબ ચર્ચામાં હતો…પણ આ ઓક્સિજનને જાળવવા શું કરવું જોઇએ એેની માહિતી આ પોસ્ટમાં તમારી સાથે શેર કરી રહ્યો છું.

તમને ક્યારેય એવો સવાલ થાય છે કે હવામાં આટલા બધા વાયુઓ છે પણ આપણે શ્વાસમાં ઓક્સિજન જ કેમ લઇએ? આપણને આખો દિવસ-આખી રાત શ્વા...
22/02/2024

તમને ક્યારેય એવો સવાલ થાય છે કે હવામાં આટલા બધા વાયુઓ છે પણ આપણે શ્વાસમાં ઓક્સિજન જ કેમ લઇએ?

આપણને આખો દિવસ-આખી રાત શ્વાસ લેવાની જરૂર કેમ પડે?

વાંચો-અનન્ય સિટીમાં પ્રકાશિત થયેલા મારા આ આર્ટીકલમાં !!

જો તમે નાકથી શ્વાસ લઇ રહ્યા છો તો તમે સાચી રીતે શ્વાસ લઇ રહ્યા છો…નાકથી શ્વાસ લેવાને કારણે શ્વાસ લાંબો લઇ શકાય છે, વધારે...
13/02/2024

જો તમે નાકથી શ્વાસ લઇ રહ્યા છો તો તમે સાચી રીતે શ્વાસ લઇ રહ્યા છો…

નાકથી શ્વાસ લેવાને કારણે શ્વાસ લાંબો લઇ શકાય છે, વધારે માત્રામાં ઓક્સિજન નાક સુધી પહોંચે છે.

તમને મોઢાથી શ્વાસ લેવાની આદત છે? જો હા, તો ચેતી જજોકારણ કે તમારી શ્વાસ લેવાની આ રીત ખોટી છે !! મોઢાથી શ્વાસ લઇ તમે તમારા...
05/02/2024

તમને મોઢાથી શ્વાસ લેવાની આદત છે?

જો હા, તો ચેતી જજો
કારણ કે તમારી શ્વાસ લેવાની આ રીત ખોટી છે !!

મોઢાથી શ્વાસ લઇ તમે તમારા ફેફસાને મુશ્કેલીમાં મૂકી શકો છો !!

શ્વાસ લેવાની રીત જો ખોટી હોય તો એને કારણે અસ્થમા, એલર્જી, સ્લીપ એપનિયા જેવી બિમારી થઇ શકે...શ્વાસ લેવાની સાચી રીત કઇ?જુઓ...
04/02/2024

શ્વાસ લેવાની રીત જો ખોટી હોય તો એને કારણે અસ્થમા, એલર્જી, સ્લીપ એપનિયા જેવી બિમારી થઇ શકે...

શ્વાસ લેવાની સાચી રીત કઇ?

જુઓ, મારી હવે પછીની પોસ્ટ...

તમને ખબર છે કે આપણે દિવસમાં 22 હજાર વખત શ્વાસ લઇએ છીએ અને 10થી 20 કિગ્રા હવા શ્વાસમાં લઇએ છીએ... તો આપણે આપણાં શ્વાસ કે ...
03/02/2024

તમને ખબર છે કે આપણે દિવસમાં 22 હજાર વખત શ્વાસ લઇએ છીએ અને 10થી 20 કિગ્રા હવા શ્વાસમાં લઇએ છીએ...

તો આપણે આપણાં શ્વાસ કે ફેફસાની કાળજી કેમ નથી લેતા?

ખુલ્લી હવામાં શ્વાસ.....એ પ્રત્યેક ભારતીયનો છે અધિકાર!!! સ્વસ્થ શ્વાસ, સ્વસ્થ ભારત...                                   ...
25/01/2024

ખુલ્લી હવામાં શ્વાસ.....
એ પ્રત્યેક ભારતીયનો છે અધિકાર!!!

સ્વસ્થ શ્વાસ, સ્વસ્થ ભારત...

હે રામ,હવે અમારા શ્વાસ હેઠે બેઠો...!અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સૌને શુભેચ્છાઓ...જય શ્રી રામ 🙏🙏     ...
22/01/2024

હે રામ,
હવે અમારા શ્વાસ હેઠે બેઠો...!

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સૌને શુભેચ્છાઓ...

જય શ્રી રામ 🙏🙏

પુખ્ત વયના વ્યક્તિઓમાં અસ્થમાનાં કયા લક્ષણ જોવા મળી શકે....વાંચો, આ પોસ્ટ.....                                          ...
15/01/2024

પુખ્ત વયના વ્યક્તિઓમાં અસ્થમાનાં કયા લક્ષણ જોવા મળી શકે....વાંચો, આ પોસ્ટ.....

બાળકોને થતા અસ્થમાનાં મુખ્ય લક્ષણમાં ખાંસી હોય છે જે લાંબા સમય સુધી રહે છે.બાળકોના અસ્થમાના નિદાન માટે પહેલા ક્લિનિકલ ડા...
05/01/2024

બાળકોને થતા અસ્થમાનાં મુખ્ય લક્ષણમાં ખાંસી હોય છે જે લાંબા સમય સુધી રહે છે.

બાળકોના અસ્થમાના નિદાન માટે પહેલા ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક કરવું પડે અને પછી સ્પાઇરોમૅટ્રી, બ્રિથ-ઑ-મિટર, લોહીમાં IGEના પ્રમાણની તપાસથી બાળકમાં અસ્થમાનું નિદાન, મૉનિટરિંગ અને મૅનેજમેન્ટ થઈ શકે છે...

અસ્થમા એ બિનચેપી રોગ છે, એ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. બાળકોમાં અસ્થમાનું વધુ પ્રમાણ જોવા મળે છે. લગભગ દ...
30/12/2023

અસ્થમા એ બિનચેપી રોગ છે, એ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. બાળકોમાં અસ્થમાનું વધુ પ્રમાણ જોવા મળે છે. લગભગ દર 10માંથી 4-5 બાળકોને અસ્થમાની બિમારી છે. શિયાળા દરમિયાન બાળકોને અસ્થમાનું જોખમ વધી જાય છે એટલે આ સમયે બાળકોની યોગ્ય કાળજી લેવી જરૂરી છે.

ઇન્હેલર એ બીજું કંઇ નથી પણ અસ્થમાની દવા છે, ઇન્હેલરનો ઉપયોગ કરવો ખૂબ સરળ અને સૌથી ઇફેક્ટિવ છે....અસ્થમાનાં દર્દીનો સૌથી ...
29/12/2023

ઇન્હેલર એ બીજું કંઇ નથી પણ અસ્થમાની દવા છે, ઇન્હેલરનો ઉપયોગ કરવો ખૂબ સરળ અને સૌથી ઇફેક્ટિવ છે....અસ્થમાનાં દર્દીનો સૌથી નજીકનો દોસ્ત ઇન્હેલરને જ માનવામાં આવે છે.

અસ્થમાનાં દર્દીઓને ઇન્હેલર હંમેશા સાથે રાખવા અપીલ કરું છું....

શિયાળામાં મોર્નિંગ વોક પર જાવ ત્યારે કાળજી લેજો, અસ્થમા-હૃદયની બિમારી થવાની શક્યતા વધી જાય છે. વાંચો આ વિશેષ આર્ટીકલ... ...
26/12/2023

શિયાળામાં મોર્નિંગ વોક પર જાવ ત્યારે કાળજી લેજો, અસ્થમા-હૃદયની બિમારી થવાની શક્યતા વધી જાય છે. વાંચો આ વિશેષ આર્ટીકલ...

એલર્જીના કારણે અસ્થમા ન થાય તેના માટે શું ધ્યાન રાખવું...
22/12/2023

એલર્જીના કારણે અસ્થમા ન થાય તેના માટે શું ધ્યાન રાખવું...

ધૂળ, માટી, પરાગરજનાં સંપર્કમાં આવતા અથવા કેટલીક વિશેષ ગંધ, પ્રદૂષણ, રસાયણોને કારણે એલર્જીક અસ્થમા થઇ શકે                ...
21/12/2023

ધૂળ, માટી, પરાગરજનાં સંપર્કમાં આવતા અથવા કેટલીક વિશેષ ગંધ, પ્રદૂષણ, રસાયણોને કારણે એલર્જીક અસ્થમા થઇ શકે

તમે ક્યારેય એવું સાભળું છે કે એલર્જીના કારણે પણ અસ્થમા થઈ? નથી સાભળું તો વાંચો આ પોસ્ટ...                               ...
20/12/2023

તમે ક્યારેય એવું સાભળું છે કે એલર્જીના કારણે પણ અસ્થમા થઈ? નથી સાભળું તો વાંચો આ પોસ્ટ...

એક વર્ષ તમારા સાથનું, વિશ્વાસનું...અમે આપ સૌનાં આભારી છીએ...!
18/12/2023

એક વર્ષ તમારા સાથનું, વિશ્વાસનું...

અમે આપ સૌનાં આભારી છીએ...!

એલર્જીના કારણે વારંવાર છીંક આવવી, ખંજવાળ આવે અને આંખમાંથી પાણી વહે, છાતીમાં અકળામણ અનુભવાય, રાતનાં સમયે ખૂબ ખાંસી આવે, ગ...
15/12/2023

એલર્જીના કારણે વારંવાર છીંક આવવી, ખંજવાળ આવે અને આંખમાંથી પાણી વહે, છાતીમાં અકળામણ અનુભવાય, રાતનાં સમયે ખૂબ ખાંસી આવે, ગળામાંથી સીટી જેવો અવાજ આવે, ત્વચા પર દાણા થાય પિત્તની સમસ્યા થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, નાક બંધ થઇ જાય...જો તમને આ બધાં લક્ષણો દેખાય તો તમને અસ્થમા થઈ શકે છે...

શિયાળામાં અસ્થમાનાં હુમલાઓ વધી જતા હોય છે. ઠંડીને કારણે શ્વાસનળીનો સોજો વધે છે, એને કારણે શ્વાસનળીનો માર્ગ સાંકડો બની જા...
14/12/2023

શિયાળામાં અસ્થમાનાં હુમલાઓ વધી જતા હોય છે. ઠંડીને કારણે શ્વાસનળીનો સોજો વધે છે, એને કારણે શ્વાસનળીનો માર્ગ સાંકડો બની જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

જો તમે અસ્થમાનાં દર્દી હોવ તો શિયાળો તમારા માટે કાળજીની ઋતુ છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો : 9313998681

અસ્થમા એ આમ તો ઘણો પ્રાચીન રોગ છે. પહેલીવાર ઇજીપ્તનાં લોકોમાં અસ્થમા જોવા મળ્યો. અસ્થમા શબ્દ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે, જ...
13/12/2023

અસ્થમા એ આમ તો ઘણો પ્રાચીન રોગ છે. પહેલીવાર ઇજીપ્તનાં લોકોમાં અસ્થમા જોવા મળ્યો. અસ્થમા શબ્દ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ટૂંકા શ્વાસ લેવા એવો થાય છે...

અસ્થમાની ત્વરિત સારવાર ખૂબ જરૂરી છે

કોને અસ્થમા થઈ શકે છે ? જાણો આ પોસ્ટમાં...
30/11/2023

કોને અસ્થમા થઈ શકે છે ? જાણો આ પોસ્ટમાં...

શિયાળામાં અસ્થમાનાં દર્દીઓ ઇનહેલરને સાથે રાખવાનું ના ભૂલે અને બીજું શું ધ્યાન રાખાવું જોઈએ? વાંચો અનન્ય સિટી દ્વારા પ્રક...
28/11/2023

શિયાળામાં અસ્થમાનાં દર્દીઓ ઇનહેલરને સાથે રાખવાનું ના ભૂલે અને બીજું શું ધ્યાન રાખાવું જોઈએ? વાંચો અનન્ય સિટી દ્વારા પ્રકાશિત થયેલો આ આર્ટિકલ...

Address

Surat
395003

Telephone

+19712986627

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Nirav Gondaliya - Critical care & Respiratory physician posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Nirav Gondaliya - Critical care & Respiratory physician:

Videos

Share

Category

Nearby clinics