05/01/2026
મોદીજી, તમે ગુજરાતના બંકા,
દિઘા તમે દુનિયામાં ડંકા…
માટીમાથી ઊભા થયેલા મનુષ્ય,
મહેનતને બનાવ્યો મંત્ર તમારો,
સાદગીમાં શક્તિ છુપાયેલી,
વિશ્વને બતાવ્યો સાચો રસ્તો સારો.
ગુજરાતની ધબકતી નસોમાં,
તમે સ્વાભિમાનની સજીવ ઓળખ,
કર્મથી લખ્યો ઇતિહાસ નવો,
શબ્દો નહીં, કાર્ય છે તમારી ચોખ્ખી ચોક.
ગામડેથી ગગન સુધીની સફર,
નજરમાં સપના, દિલમાં દેશ,
વિશ્વભરમાં ગુંજે નામ તમારું,
ભારતનો અડગ અને ગૌરવભર્યો સંદેશ.
ન ઝુક્યા તમે તોફાનો સામે,
ન ડગમગ્યા કઠિન સમય વચ્ચે,
વિશ્વાસ, વિઝન અને વિવેકથી,
ભારતને પહોંચાડ્યું શિખર સ્થાને ઊંચે.
મોદીજી, તમે ગુજરાતના બંકા,
દિઘા તમે દુનિયામાં ડંકા,
સંકલ્પ, સેવા અને સંસ્કારથી,
તમે બન્યા ભારતના ચમકતા તારા