23/09/2025
સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા ના ભાગરૂપે આયુષ્માન આરોગ્ય મંદિર ઘોરા ખાતે ખાતે આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યો તેમાં ડો.શીવાંગી પટેલ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણસોરા દ્વારા દરેક સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ કરવામાં આવી તથા બીજા બહેનો સ્ત્રીઓની આરોગ્ય લક્ષી તપાસ જેવી કે બ્લડપ્રેશર ડાયાબિટીસ હિમોગ્લોબિન વજન ઊંચાઈ વગેરે કરવામાં આવી અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંગે સમજણ આપવામાં આવી બ્રેસ્ટ કેન્સર અંગે માહિતી આપવામાં આવી અને આયુષ્યમાન કાર્ડ નવા બનાવવામાં આવ્યા.