Dr. Kamlesh Rajgor

  • Home
  • Dr. Kamlesh Rajgor

Dr. Kamlesh Rajgor Director of Shree Yogeshwar General Hospital
CCIM (DELHI) MEMBER - GOV. OF INDIA
Doctor Cell - BJP GUJARAT

બ્રહ્મૌસ મિસાઈલ નામ વિશે જાણો.....----------------------------------------------------------રૂપિયા ૩૪ કરોડનું(આજની કિંમત...
18/12/2023

બ્રહ્મૌસ મિસાઈલ નામ વિશે જાણો.....
----------------------------------------------------------
રૂપિયા ૩૪ કરોડનું
(આજની કિંમત પ્રમાણે ૪૦ કરોડ ઉપરાંત )
એક,
ભારત અને રશિયાની મુખ્ય નદીઓના નામના પહેલા બે અક્ષર,
બ્રહ્મપુત્રાનાં બ્રહ્મ...
અને રશિયાની મોસ્કવા..
નદીનાં પહેલાં બે અક્ષર જોડી બનાવાયેલું ૮૦૦ કિલોમીટરની રેંજવાળું, ભારતનાં DRDO અને રશિયાનાં NPOM વિભાગે બનાવેલું
*બ્રહ્મોસ* *મિસાઇલ*
આજે *૧૮* / *૧૨* / *૨૦૦૮નાં*
રોજ આપણાં સંરક્ષણ દળોને મળ્યું હતું.
આપણું આવું સૌથી પહેલું મિસાઇલ પૃથ્વી હતું.
(જેમાં આપણાં પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબ પણ જોડાયેલા હતા )
ભારત પાસે આવા ૧૪૦૦૦ બ્રહ્મોસ મિસાઇલનો સ્ટોક છે.
પણ સૌથી વધુ મારક શક્તિ ધરાવતું અને અણુ હથિયારો લઇ જઇ શકે,
સાથે પાંચ હજાર કિલોમીટરની રેંજ ધરાવતું
અગ્નિ ૦૫ મિસાઇલ પણ આપણાં લશ્કરનાં ભાથામાં છે.
(અગ્નિ અને પૃથ્વી મિસાઇલ બંનેનાં જન્મદાતા કલામ સાહેબ છે )
જયારે બ્રહ્મોસ વિશ્વમાં સૌથી ઝડપી સુપર સોનિક ( અવાજ કરતાં પણ વધુ ઝડપ )
મિસાઇલ છે.
આવું તે પહેલું સુપરસોનિક મિસાઈલ છે.
જો કે સૌથી સારા મિસાઇલ ચીન પાસે છે.
- ડૉ. વિજય . દવે.

14/12/2023

*આજ ફરી એક વખત રસમય અને રોમાંચિત જીવનની વાત !*
🌹🌹🌹🌹🌹
કેર્લીફોર્નિયા યુનિવર્સીટીના સાઈકોલોજી વિભાગના પ્રોફેસર ડો. રચેલ વોએ એક અભ્યાસમાં કહ્યું છે કે-
*"મોટી ઉંમરમાં નવો હુન્નર શીખવાથી, છ જ સપ્તાહમાં તમારું મગજ ત્રણ દાયકા જેટલું યુવાન થઇ જાય છે."*

વૈજ્ઞાનિકો કહે છે કે-
*"યાદદાસ્ત ઓછી થવી, નિર્ણયશક્તિ ધીમી થઇ જવી અને બોલવામાં મુશ્કેલી આવવી તેવી મોટી ઉંમરની અલ્ઝેઈમરની બીમારીમાં ફોટોગ્રાફી, સંગીત, પેઇન્ટિંગ કે લખવા જેવા શોખ મગજના પાવરને મજબુત બનાવે છે!*

*જીવંત રહેવા માટે જીવવું જરુરી છે. . . . .*
*ઉમંગ સાથે,*
*ઉત્સાહ સાથે,*
*સ્વિકાર સાથે,*
અને
*ગમતીલી પ્રવૃતિઓ સાથે*
તથા
*ગમતીલા વ્યક્તિ સાથે.*
*આ જ મંગળ જીવન!*

*ઉંમર અને શોખને કે ઉંમર અને ગમતી પ્રવૃતિને કોઇ બંધન હોતુ નથી.*

*તમારુ જીવન; તમારા શોખ!*
આપણા દેશમાં, સમાજમાં લોકોને ઉંમરને લઈને બહુ વાંધા હોય છે.
" *આ ઉંમરે તેણે આવું બધું કરવાની શું જરૂર છે?*" *
*એવું લોકો પૂછ-પૂછ કરે*.
આ માનસિકતા બદલવાની જરૂર છે. તમારામાં થનગનાટ હોય, અને મન ખુલ્લું હોય, તો તમે જે ચાહો તે શીખી શકો છો.
*શોખને ઉંમરનુ કોઇ બંધન નહિ હોવું જોઈએ.*
ઉલ્ટુ ઉંમર થાય, તેમ શોખનું મહત્વ વધવુ જોઇએ.
શોખ ખર્ચાળ હોય, તેવુ પણ જરૂરી નથી.
*શોખ હોવો જરુરી છે.*
*એક ધ્યેય, મક્સદ, પાગલપન જરૂરી છે.*

*મોટી ઉંમરે કેવી રીતે જીવાય!?*
તે *વહીદા રહેમાન* પાસે શીખવા જેવું છે.
‘પ્યાસા,’ ‘કાગજ કે ફૂલ,’ ‘સાહેબ, બીબી ઔર ગુલામ,’ ‘ગાઈડ’ અને ‘નીલ કમલ’ જેવી યાદગાર ફિલ્મોની સ્ટારને તેની સમકાલીન એક્ટ્રેસ *આશા પારેખ* (74) અને *હેલન* (81) સાથે ખાસ બહેનપણાં છે.
ત્રણે અવારનવાર રખડવા ઉપાડી જાય.
સિનેમા જોવા જાય. ખાવા-પીવા માટે ભેગાં થાય.
*એકલા હશો તો તુટી જશો.*
*પેલી લાકડાની ભારી જેવુ.*
*સંયુક્ત હશો તો જલદી નહિ તુટો!*

*Like minded* લોકો સાથે જીવવાનો આગ્રહ જરૂરી છે.

પણ મસ્ત જ જીવાય!
*આ મસ્ત જીવન માટે શારીરિક અને આર્થિક તંદુરસ્તી એ પાયાની શર્ત છે.*
*બાકી ઘડપણ એ દયા નથી, વૈભવ છે!*
ઇશ્વરે આપેલી ઉમદા તક છે.
જે તમે તમારા વ્યસ્ત જીવનમા નહિ કરી શક્યા, *ન પામી શક્યા તે બધુ જ ઘડપણમાં મેળવવાની સુવર્ણ તક છે.!*

*ઢળતી ઉંમરે કેવી રીતે વ્યસ્ત અને સકારાત્મક જીવાય, તેનો મંત્ર છુપાયેલો છે.

*તમે જ તમારા ગુરુ.*
*તમારુ જીવન જ તમારૂ ગુરુર!*

છેલ્લે..

*મારુ જીવન, મારી ઇચ્છપુર્તિ સાથે*
*મસ્ત જાય અને અસ્ત થાય.*

*બસ એજ પ્રાર્થના, આ જ મારો મોક્ષ!!!*

13/12/2023

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Kamlesh Rajgor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram