This is the first of ( hopefully) a series of episodes from my first Stand up show So Mini Things. I am thrilled this begins with a wish for India.Camera Tea...
18/04/2024
Leech therapy
08/03/2024
04/05/2023
ઉત્તર ગુજરાત માં લગ્ન પ્રસંગે મોડવીયા નું પૂજન હોય છે..એમાં નાના બાળકો ખીજડા ની ડાળી તાજી કાપેલી લઈને ઉભા રહે.. તે બાળકો સાથે તેનું પૂજન કરી ને મંડપ ની ચારે બાજુ માટી માં રોપી દેવાય ..
તો સાચી બાબત એ છે કે ખીજડા નું પૂજન કરવું જોઈએ.પણ એ શક્ય ન હોવાથી આ ટૂંકી રિવાજ વડીલો એ શોધી કાઢ્યો.
શમી નુ જ પૂજન શા માટે ?બીજા પવિત્ર વૃક્ષ કેમ નહિ ? પીપલ કે વડ કે ઉંબરો એ બધા નહીં ને ખીજળોજ કેમ ? આ પ્રશ્ન મને હર લગ્ન માં થાય..બીજા ને પૂછું એટલે મોટાભાગે ક્યાં મારો ઉપહાસ થાય ( વૈદ્યરાજ લગ્ન માણવા માટે હોય.. આ બાધા ની માથાકૂટ નહીં કરવા ) અથવા જેવા તેવા અષ્ટમ પષ્ટમ જવાબ આપી ને મેટર પુરી..
આજે એજ વાત નો ખુલાસો અચાનક જ મળ્યો .મારા મિત્ર Er . ઘનશ્યામભાઈ .પાસે થી.. હાલ મકાન બનાવું છૂ એટલે અવારનવાર મળવાનું બને.ને એ રહ્યા એક ઓલિયા માણસ.પુરા ફિલોસોફર.સરળ માનવી. મજ્જાની અલક મલક ની વાતો હોય..
એમાં એક પુસ્તક માં થી આ સંદર્ભ બતાવ્યો..
ખીજડા નું શાસ્ત્રીય નામ શમી છે..શમી એટલે સમાઈ જવું..શમન થવું. શાંતિ આપવી.
મન ના ક્રોધ કે બીજા કસાય ને સમન કરે.એ શમી...ખીજડા ના ઝાડ નીચે મનના ક્રોધ ને શમન કરવા નો..વેરભાવ ને દૂર કરવાનો અદભુત ગુણ છે.. લગ્ન એ જીવન ને માણવાનો એક અને અનન્ય પ્રસંગ છે.એ સુખ રૂપ રંગેચંગે પતે. એ કેટલી મોટી હાશ હોય છે..એતો પ્રસંગ હોય એ ઘરના વડીલો ને મનમાં કેટલી ઉચાટ હોય. એને ખબર હોય..
એટલે ગીતા નો પેલો શ્લોક યાદ આવે...
એ ક્રોધ નું શુભ પ્રસંગે શમન થવા માં શમી ઉપયોગી બને ..ભાઈ ઓ..બહેનો ના રિસાયેલા મન થી ઉત્તપન્ન થતો ક્રોધ ..લાચારી માં હોય છે. પ્રસંગ ની લાચારી એ સેમ ટૂ સેમ પાંડવો જેવું.. રાજ્ય ભાઈઓ પાસે હારીને વનવાસ જવુ..
એટલે ક્રોધ.. લાચારી.. બધું કરવા ની તાકાત હોવાછતાં કશું ન કરી શકવાની અસહાય દશા..ને અજ્ઞાત વાસ દરમાયન અર્જુન ના ક્રોધ નું પ્રતીક કે પાંડવો ના ક્રોધ ના પ્રતિશોધ ના પ્રતીક રૂપ ના હથિયાર શમી ના વૃક્ષે સાચવ્યા. અર્થાત તેમના ક્રોધ નું શમન કરવાનું કામ કરેલ..
બીજું ખીજડે મામા નો વાસ..મામા એટલે ભૂત નહીં..બાના ભાઈ મામા...એ ખીજડો બહેન ના ભાઈ નું પ્રતીક છે.કેટલીય બહેનો જેમને પિયર માં ભાઈ ન હોય..રિસાયો હોય એ ખેડૂત ની પત્નીઓ એ ખીજડા નીચે ખેતર માં પોતાની મનોવ્યથા કહી હશે.એ વેદના નો સાક્ષી એવોખેતરે ઉભેલો ભાઈ રૂપી ખીજડો..
આવા રૂડા પ્રસંગે એ ભાઈ ને ભૂલે એ બેન ન હોય. એટલે ભાઈ નું પ્રતીક છે એ ખીજડો..
તો એવા ખીજડા ઉપર કુહાડી ન ચલાવી એનું પૂજન કરીએ..
આડ વાત..
ખીજડા નીચે ની માટી માં હવા માંથી નાઇટ્રોજન ને જમીન માં ફિક્સ કરે એવા એઝેતો બેકટર ના શ્રેષ્ઠ બેક્ટેરિયા ની કોલોની હોય છે.જે ખેતી માં ખૂબ ઉપયોગી છે.
વૈધ જીતુદાદા..
08/09/2022
Remedy for sharad rutu
31/08/2022
Science with religious festival related food & traditions
Be the first to know and let us send you an email when Daksh Ayurvedic Panchkarm Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Contact The Practice
Send a message to Daksh Ayurvedic Panchkarm Clinic: