13/01/2024
*મકરસંક્રાંતિ* 🌞 આ વર્ષે સૂર્યદેવ મકર રાશિમાં ૧૪/૧/૨૦૨૪ ના રાત્રે ૦૨:૪૬ ના પ્રવેશ કરશે જેથી સંક્રાંતિ નિમિત્ત નું દાન તા.૧૫/૧/૨૦૨૪ સોમવારના મહાપુણ્ય કાળ અથવા પુણ્યકાળમાં દક્ષિણા સહિત કોઈ સાધુ સંત ભૂદેવ અથવા જરૂરિયાત વ્યક્તિને રાશી પ્રમાણે દાન દક્ષિણા કરવું શ્રેષ્ઠ ગણાય.🙏🏻મહા પુણ્યકાળ સવારે ૦૭:૧૫ થી ૦૯:૧૫ સુધી.🙏🏻પુણ્ય કાળ સવારે ૦૭:૧૫ થી સાંજે ૦૫:૪૫ સુધી.🙏🏻મકરસંક્રાંતિ પર તલના તેલનું મર્દન કરી પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા ઘરે નાહવાના પાણીમાં ગંગા જળ ઉમેરી સ્નાન કરવું. મકર સંક્રાંતિ પર પુણ્ય કાળમાં સૂર્ય દેવ ને અર્ધ્ય આપવો. 👉🏻 આ દિને સવારે શિવલિંગ પર ગાય ના ઘી નો અભિષેક પણ કરવો.👉🏻 આ દિને જે વ્યક્તિના પિતા હયાત ના હોય તેમણે બ્રાહ્મણ પાસે પિતૃ તર્પણ સાથે ભીષ્મ તર્પણ વીધી પણ કરાવવી..શ્રેષ્ઠ ગણાય છે આ દિવસે આપેલા તર્પણથી પિતૃઓ ને સદગતિ મળે છે.આ ઉપરાંત કઈ રાશિ એ શું દાન કરવું અને સૂર્ય ને કઈ રીતે અર્ધ્ય આપવો તે અત્રે જણાવું છું.👉🏻 મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના જાતકોએ ગુલાબી કે લાલ વસ્ત્ર, ગાયનું ઘી, શેરડી, ગોળ ,ઘઉં, સુવર્ણ, મસૂર, સફેડતળના લાડુ અથવા ચીકી, મગફળીના દાણા સાબુદાણા, ખીચડી, સુખડીનું દાન કરવું.પાણી માં લાલ ફૂલ,કંકુ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.👉🏻 વૃષભ (બ,વ,ઉ) : વૃષભ રાશિના જાતકોએ ક્રીમ, સફેદ કે ચળકતું વસ્ત્ર, શેરડી, દહીં, બદામ, તાજા ફળ, ચાંદી, સફેદ તલ,ગોળ, વાલ, અખરોટ, ચંદન-સુખડનું દાન કરવું.પાણીમાં સફેદ ફૂલ,સાકર અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.👉🏻 મિથુન (ક,છ,ઘ) : મિથુન રાશિના જાતકોએ લીલું વસ્ત્ર, મગ, ખીચડી, ઘાસચારો, શાકભાજી,શેરડી,કાળા તલ, ફટકડી, તાંબાના વાસણ, સફેડતળ, ગોળ, મહેંદી, બદામનું દાન કરવું.પાણીમાં દુર્વા,ગંગાજળ અને મગ પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.👉🏻 કર્ક (ડ,હ) : કર્ક રાશિના જાતકોએ સફેદ કે ક્રીમ વસ્ત્ર, ચાંદી, ચાંદીના વાસણ, આમળા, કાજુ, તાજા ફળ, મોતી, મોતીના આભૂષણ, દૂધ, દહીં, ઘી સફેદ તલ, ગોળ, ખીચડી નું દાન કરવું.પાણી માં સફેદ ફૂલ,કંકુ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.👉🏻 સિંહ (મ,ટ) : સિંહ રાશિના જાતકોએ તાજા ફળ, નારંગી વસ્ત્ર,સુવર્ણ, મકાઈ, મરચા, પિસ્તા, ઘઉં, સુખડી, ગોળ, શેરડી સફેદ તલ, સૂર્ય પ્રતિમાનું દાન કરવું.પાણી માં સૂર્યમુખી ફૂલ,ગોળ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.👉🏻 કન્યા (પ ,ઠ ,ણ ): કન્યા રાશિના જાતકોએ લીલું વસ્ત્ર ,મગ, ખીચડી, ઘાસચારો, શાકભાજી, શેરડી, કાળા અને સફેદ તલ,ગોળ, ફટકડી, તાંબાના વાસણ, મહેંદી, બદામ,ચણોઠીનું દાન કરવું.પાણી માં દહીં,મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.👉🏻 તુલા (ર,ત) : તુલા રાશિના જાતકોએ ક્રીમ, સફેદ કે ચળકતું વસ્ત્ર, શેરડી, દહીં, બદામ, ફળ, ચાંદી, સફેદ તલ, ગોળ, ખીચડી, વાલ, અખરોટ, ચંદન-સુખડ,હીરાનું દાન કરવું.પાણી માં દૂધ,મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.👉🏻 વૃશ્ચિક (ન ,ય) : વૃશ્ચિક રાશિના જાતકો એ લાલ કે ગુલાબી વસ્ત્ર,ગાયનું ઘી, શેરડી, સફેદ તલ, ગોળ, સુવર્ણ, મસૂર, ખીચડી, સાબુદાણા ,સુખડી નું દાન કરવું.પાણીમાં લાલ ફૂલ,કંકુ,ગોળ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.👉🏻 ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : ધન રાશિના જાતકો એ પીળું વસ્ત્ર,સુવર્ણ, વિદ્યાર્થી ને નોટબૂક પુસ્તકો, પપૈયું, બદામ, શેરડી, ચણા, ચણાની વસ્તુઓ, તાજા ફળ, શ્રીફળ, સફેદ તલ, ગોળ, ખીચડી, તુલસી માલાનું દાન કરવું.પાણીમાં પીળા ફૂલ,હળદર અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.👉🏻 મકર (ખ ,જ ) : મકર રાશિના જાતકોએ કાળું કલરનું વસ્ત્ર, કાળા તલ, અડદ, સ્ટીલના વાસણ, કાળી દ્રાક્ષ, પગરખાં, ધાબળો, મહેંદી, ગોળ, તલ નું તેલ, ફાનસનું દાન, કરવું.પાણીમાં મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.👉🏻 કુંભ (ગ ,સ,શ ) : કુમ્ભ રાશિના જાતકોએ કાળું કલરનું વસ્ત્ર, કાળા તલ, ગોળ, ખીચડી, અડદ ની દાળ, સ્ટીલના વાસણ, કાળી દ્રાક્ષ, પગરખાં, ધાબળો, મહેંદી, તલનું તેલ, પથારીનું (ચટાઈ) દાન કરવું.પાણીમાં ઘી,સાકર અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.👉🏻 મીન (દ ,ચ ,ઝ ,થ) : મીન રાશિના જાતકોએ પીળું વસ્ત્ર, સુવર્ણ, વિદ્યાર્થીને નોટબૂક પુસ્તકો, પપૈયું, બદામ, શેરડી,ચણા, ચણાની વસ્તુઓ, તાજા ફળ, સફેદ તલ ગોળ, ખીચડી, શ્રીફળ, ધાર્મિક પુસ્તકનું દાન કરવું.પાણીમાં પીળું ફૂલ,હળદર ,મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.🙏🏻 પૂર્વે આજના દિવસે ભીષ્મ પિતામહ એ પોતાના પ્રાણ નો ત્યાગ કર્યો હતો..આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ પણ કરવો.👉🏻 આ દિવસે તલ નું સેવન કરવું તેમજ તલ મિશ્રિત જળ નું સેવન કરવું.
Visit the post for more.