
27/09/2025
ઓમ 🙏
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ કેટેગરી માંથી વિજેતા થયેલા ગુજરાત રાજ્યના ૧૪૪ સ્પર્ધકોની ફાઇનલ સ્પર્ધા તારીખ ૧૮.૦૯.૨૦૨૫ ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારણપુરા અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલજીના અધ્યક્ષ સ્થાને અને ખાસ ફરજ પરના અધિકારીશ્રી મૃણાલ દેવી ગોહિલ ના માર્ગદર્શન માં યોજાઈ હતી
જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી પ્રતિભાબેન જૈન.અમરાઈવાડી ધારાસભ્ય શ્રી ડો. હસમુખભાઈ. ધાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા.આઈ.એન ઓ.અધ્યક્ષ શ્રી અનંત બિરાદર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોર્ડીનેટર. જિલ્લા અને મનપા કો ઓડીનેટરશ્રીઓ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ તેમજ ૩૦૦૦ થી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે નિર્ણાયક તરીકેની ભૂમિકા અદા કરવાનો મોકો મળ્યો તે બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હું ખુબ ખુબ આભાર કરું છું