Vande Ayurveda

  • Home
  • Vande Ayurveda

Vande Ayurveda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vande Ayurveda, Health & Wellness Website, .

13/11/2022

દ્વિદલ ધાન્યમાં કળથી સૌથી હલકી ગણાય છે. કળથી ગરીબ વર્ગનું ધાન્ય ગણાય છે. તેના છોડ લગભગ દોઢ-બે ફૂટ જેટલી ઊંચાઈના થાય ...

*એક્યુપ્રેશરના કોઈપણ જાતના સાધનો હોલસેલ ભાવે મેળવવા કોનેક્ટ કરો**ગોવિંદભાઈ પ્રજાપતિ,નરોડા,અમદાવાદ**9427625309/9662028093...
03/09/2018

*એક્યુપ્રેશરના કોઈપણ જાતના સાધનો હોલસેલ ભાવે મેળવવા કોનેક્ટ કરો*
*ગોવિંદભાઈ પ્રજાપતિ,નરોડા,અમદાવાદ*
*9427625309/9662028093*

02/09/2018
02/09/2018
25/01/2018

આપની પોતાની જીભને બહાર કાઢીને જો ડાબીને જમણી બાજુ એમ વારાફરતી દર્પણમાં જોઈને ફક્ત પંદર સેકન્ડ ફેરવવામાં આવે તો સાયનસ, માઈગ્રેન,ટેનશનને દૂર કરે ને ઉઘ પણ સારી આવે.

તે માટે આ વિડિઓ કલીપ જોઈને જાતે જ તે પ્રકારની ક્રિયા કરો ને માનસિક તણાવ કે ડિપ્રેસનમાંથી બહાર આવો ને તે પણ મફતમાં કારણકે આપણને મફતનું વધારે સારું લાગે છે માટે.

ગોવિંદભાઇ પ્રજાપતિ,નરોડા,અમદાવાદ
વંદે માતરમ,સર્વે સન્તુ નિરામયા,ૐ શાંતિ
૯૪૨૭૬૨૫૩૦૯/૯૬૬૨૦૨૮૦૯૩

ખેતરમાં પાકના રક્ષણ માટે ખેતરની ચારે બાજુ થોર લગાવવામાં આવે છે.તેમાં જાડા પાકટ થોરનું દૂધ ફક્ત 45 દિવસ પગના વાઢીયા પર નિ...
25/01/2018

ખેતરમાં પાકના રક્ષણ માટે ખેતરની ચારે બાજુ થોર લગાવવામાં આવે છે.

તેમાં જાડા પાકટ થોરનું દૂધ ફક્ત 45 દિવસ પગના વાઢીયા પર નિયમિત લગાવવાથી આપના પગના વાઢીયા સંપૂર્ણ પણે મટી જાય છે.

જે થોર ખેતરનું રક્ષણ કરે તેમ આપની પગની ચામડીનું પણ રક્ષણ કરે છે.

ખાસનોધ આ થોરનું દૂધ આપની આંખ ઉપર ના પડે તેની ખાસ કાળજી રાખવી.

તો રાહ કોની જુઓ છો મફતમાં મળતા આ થોરના દૂધનો ઉપયોગ કરવાનું ચાલુ કરી નાખો ને આપને સારું થાય તો બીજાને પણ તેની જાણ જરૂરથી કરવાનું ચુકતા નહીં.

વંદે માતરમ સર્વે સન્તુ નિરામયા,ૐ શાંતિ

25/01/2018

ખોરાક ખાતી વખતે ધ્યાન રાખવા જેવી અતિ મહત્વની બાબતો

સુખી,નિરોગી જીવન જીવવા માટે ખોરાક ખાવાની થોડી કાળજી રાખો તો ઘણા ફાયદા મફતમાં થાય છે

1. હમેશા હાથપગ ને મો બરાબર ધોઈને જમવા બેસવું જોઈએ.

2. જમવા માટે પૂર્વ કે ઉત્તર બાજુ મોં રાખીને જમીન પર પાથરણુ પાથરીને પલોઠી વાળીને શાન્ત ચિત્તે,કોઈની સાથે વાતચીત કર્યા વગર કે ટીવી જોતા જોતા કે મોબાઈલ પર વાત કરતા કદાપી ખાવું નહિ.

3. ઉભા ઉભા ખાવીથી પાચનશક્તિ નબળી પડે છે ને ગેસ કબજીયાત,અપચો જેવી ઘણી બીમારીઓ ઘર કરી જાય છે તથા વજન પણ વધી શકે છે

4. જમતાં પહેલા મંત્રોચ્ચાર કે અન્નદેવતા કે અન્નપૂર્ણા માતાનું નામ લઈને જમવું.

5. પૂર્વ કે ઉત્તર દિશામાં મોં રાખીને ખાવાથી એનર્જી વધે છે ને બીમારી જલ્દીથી આવતી નથી.

6. થોડીક લાપરવાહીથી આપને ઘણા બધા રોગના શિકાર બની શકે છે
જન્કફૂડ, ફાસ્ટફુડ, તળેલું,બળેલું,અતિ ઠંડુ કે અતિ ગરમ,વાસી,ઇન્સ્ટન્ટફૂડ ખોરાક તેમજ વિરુદ્ધ આહાર કદાપિ ખાવા નહિ.

હમણાં લગ્નની મોસમ પુરબહારમાં ચાલી રહી છે ત્યારે આપણે લગ્નમાં એકપણ આઈટમ ખાધા વગર રહેતા નથી કારણ ચાંલ્લો કરવાનોને?

આજના અતિ આધુનિક જમાનાના લગ્નમાં 65%વાનગીઓ શરીરને અનુકુળ આવે તેવી બનતી નથી ફ્ક્ત 35%વસ્તુઓ સારી હોય છે છતાં મોટાભાગના વ્યક્તિઓ બધું જ ખાવાનું પસંદ કરતાં હોય છે.

તો ચાલો જાગ્યા ત્યારથી સવાર સમજીને આપણે આજથી જ જે આપણા પોતાના શરીરને જે અનુકૂળ હોય તે ખાઈએ તેમજ થાળીમાં અન્નનો એકપણ દાણો બગાડીએ નહીં.

વંદે માતરમ,સર્વે સન્તુ નિરામયા, ૐ શાંતિ
ગોવિંદભાઈ પ્રજાપતિ, નરોડા, અમદાવાદ

શિયાળામાં બીટ રાખે શરીરને ફીટફેફસાને સુરક્ષિત રાખે, જે શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે.કોઈપણ રોગના દર્દીને બીટનું શાક આપી શક...
25/01/2018

શિયાળામાં બીટ રાખે શરીરને ફીટ

ફેફસાને સુરક્ષિત રાખે, જે શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે.

કોઈપણ રોગના દર્દીને બીટનું શાક આપી શકાય,કેમકે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

બીટમાં ફ્રી રેડીકલ,કેન્સરને સોજાથી બચાવે છે.

હાડકાના રોગ ઓસ્ટ્રીઓપોરોસીસ રોગમાં ખુબજ લાભ થાય છે કેમકે બીટમાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે.

કેન્સરને રોકવામાં મદદ કરે છે કેમકે ગ્લુકોસાઈનોલેટ્સ કેન્સરના પ્રભાવને ઓછો કરવાનું કામ કરે છે.

નિયમિત બીટના સેવનથી મળાશય, સ્તન કેન્સરથી બચી શકાય છે સૌથી અગત્યની બાબત ફેફસાને સુરક્ષિત રાખે છે,સમોક ને સિગારેટના ધુમાડાથી બચાવે છે ને શ્વાસની તકલીફમાં રાહત થાય છે.

બીટના ઉપયોગથી ફેફસાના સોજાને ઝડપથી ખતમ કરે છે, ઠંડીમાં પાણી ઓછું પીવામાં આવે છે એટલે પથરીના રોગની તકલીફ થઈ શકે છે,જેમાં બીટ ખુબજ લાભદાયી છે.

બીટમાં ખાંડ સૌથી ઓછા પ્રમાણમાં હોવાથી બ્લડપ્રેશરને ઓછું કરે છે કેમકે બીટમાં પોટેશયમનું પ્રમાણ સોડિયમની તુલનામાં ત્રણ ઘણું વધારે હોય છે જે ધમનીઓમાં ફેલાવીને શરીરમાં નો વધારાનો સોડિયમ બહાર કાઢે છે.

આમ બીટ રાખે આપના શરીરને ફીટ

વંદે માતરમ,સર્વે સન્તુ નિરામયા,ૐ શાંતિ
ગોવિંદભાઇ પ્રજાપતિ, નરોડા,અમદાવાદ

સારું લાગે તો બીજાને જરૂરથી જણાવજો ને ખરાબ લાગે તો અમને જરૂરતી કહેશો

25/01/2018

*લીલી હળદરનાં ફાયદા*

અને,

મહેસાણા નું પ્રખ્યાત લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત :

શિયાળાની શરૂઆત સાથે જ લીલી હળદરનુ બજારમાં આગમન થઈ ગયુ છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે.

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી શકાય છે.

દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે તત્વ ઉમેરવામાં આવે છે..

એ છ (૬) એ છ તત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે, આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં 56000 જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે.

હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘા માં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી, લીલી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે.

લીલી હળદરનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી :-

500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ
500 ગ્રામ ટમેટાની અધ્ધકચરી ગ્રેવી*
500-750 ગ્રામ લીલી હળદર
500-750 ગ્રામ લસણ
500 ગ્રામ ઘી
500 ગ્રામ દહીં (લસ્સી જેવું)
250 ગ્રામ આદું
250 ગ્રામ મરચાની પેસ્ટ
250 ગ્રામ લીલા વટાણા
200 ગ્રામ કોથમીર
200-400 ગ્રામ સમારેલ ગોળ
મીઠુ, લાલ મરચું

લીલી હળદરનું શાક બનાવવાની રીત :-

સૌપ્રથમ ઘી માં લીલી હળદર લાલાશ થાય ત્યાં સુધી સાંતળી લેવી (બળી ન જાય તેનુ ધ્યાન રાખવું.)
પછી,
લસણ ઉમેરી સાંતળવું,
સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી
પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી.
ઘી છૂટું પડે એટલે આદું છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દેવું...
ત્યારબાદ -
મરચાની પેસ્ટ ઉમેરવી.
પછી જરૂર મુજબ મીઠુ અને લાલ મરચું ઉમેરવું.
પછી,
વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું.
છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.
કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું...

લો, હવે તૈયાર છે હળદરનું ટેસ્ટી શાક !
આ શાકને બાજરીના રોટલા સાથે સર્વ કરવું.
આ સિવાય લીલી હળદરનો ઉપયોગ સલાડ તરીકે અથવા અથાણું બનાવીને પણ કરી શકાય

લીલી હળદરના ફાયદા :-

હળદર
મધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો...વગેરે રોગોમાં ખુબ જ ફાયદાકારક છે

આ ઉપરાંત
હળદર...
વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર,
મળને ઉખેડનાર
ખંજવાળ મટાડનાર,
કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ
હળદરમાં રહેલું 'કરક્યુમીન' નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે

25/01/2018

*મસાલાનો માવો આખી જિંદગી બનાવે બાવો*

*ગુટખા એટલે ગુજરી જવાની ટકોરબંધ ખાત્રી*

*શરાબ એટલે શરીરને રાખ કરતી બદદી*

*તમાકુ એટલે તમને મારી નાખતી કુટેવ*

*વ્યસન એટલે શ્વસનતંત્રને કરે ખતમ*

*એક વ્યસન પોતાને તો ખતમ કરે અને સાથે આખા કુટુંબને પણ ખતમ કરી નાખે*

*ફક્ત એક વ્યસન ના કરવાથી જીવનમાં કેટલા બધા રૂપિયાનો ફાયદો થાય છે,તેની ગણતરી તમે જાતેજ કરી શકશો તેવો કોઠો બનાવીને આપેલો છે સાથે ઈનામ પણ રાખેલા છે તે બરાબર વાંચીને સમજીને જો જીવનમાં જો દિલથી ઉતારશો તો આપનું ને આપની ભાવી પેઢીનું જીવન ધન્ય બની જશે*

વંદે માતરમ,
ૐ શાંતિ
સર્વે સન્તુ નિરામયા
ગોવિંદભાઈ પ્રજાપતિ, નરોડા,અમદાવાદ

24/01/2018

*પાણી બચાવો ભાવિ પેઢીનું જીવન બચાવો*
*આખા વિશ્વમાં પાણીનું સંકટ ટૂંક જ સમયમાં વિકરાળ રૂપ ધારણ કરશે એવા સંકેતો હવે વિશ્વ લેવલે મળી રહ્યા છે ત્યારે આપણા સૌની એક ફરજ બને છે કે આપણે પણ આવા પાણી બચાવવાના અતિ મહત્વના સમાચાર જાણીને તેમાં સહભાગી થઈએ, કારણ પાણી છે તો જીવન છે*
*જરૂરિયાત કરતાં વધુ પાણી જેને પણ બગાડવાનો પ્રયત્ન કર્યો તો સમજો તમે આખા વિશ્વને નુકશાન પહોંચાડી રહ્યા છો,એક એક બુંદ પાણીને જો નહીં બચાવીએ તો ભવિષ્યમાં પીવાના પાણીની એટલી મોટી ગંભીર સમસ્યા સર્જાશે કે આખું વિશ્વ ફક્ત પીવાના પાણી માટે વલખા મારતું જોવા મળશે,હમણાં જ મળતા સમાચાર પ્રમાણે એક ઘડો પાણીનો ભરવા માટ રોજે દોઢ કિલોમીટર પહાડ નીચે ઉતરીને લઈ જવું પડે છે,આ વાત જાણીને આપણને જો પાણીની કિંમત શું છે તેની જો ખબર ના પડે તો પછી આપણે પોતાની જાતને છેતરવાનું અતિ ભયંકર કામ કરી રહ્યા છીએ,એમાં કોઈ જ સંદેહ નથી*
*તો ચાલો આજથી જ આપણે અમૂલ્ય પાણીને બચાવવાની એક સારી ટેવ પાળીને બીજાને પણ પાણી બચાવવાનો સંદેશો આપીને સમગ્ર જીવ સૃષ્ટિને બચાવવાનો પ્રયત્ન જરૂરથી કરીશું*
*સૌને બે હાથ ને ત્રીજું મસ્તક નમાવીને મારી નમ્ર હૃદયની લાગણીભરી વિનંતી છે*
*વંદે માતરમ, ૐ શાંતિ, સર્વે સન્તુ નિરામયા*
*ગોવિંદભાઈ પ્રજાપતિ, નરોડા,અમદાવાદ*

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Vande Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share