04/01/2022
અગ્નિ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ 🔥
આયુર્લિક્સ ચ્યવનપ્રાશ
ભારતીય ચિકિત્સા પદ્ધતિ કે જે વૈશ્વિક ચિકિત્સા પદ્ધતિ પણ છે, તે આયુર્વેદ માં વિભિન્ન રસાયન (Rejuvenating) ઔષધો આપેલા છે. તેમાં ચ્યવન ઋષિ એ બનાવેલ આ ઉપરાંત શારંગધર અને ચરક જેવા મહાન આયુર્વેદ આચાર્યો એ ચ્યવનપ્રાશ બનાવેલ છે. આ ચ્યવનપ્રાશ ના ઉત્કૃષ્ટ ગુણો અને શારીરિક તથા માનસિક લાભ પણ તેઓ એ દર્શાવ્યા છે. આજના આધુનિક યુગમાં તથા હાલના કોરોના મહામારીના સમયમાં પણ ચ્યવનપ્રાશ ની ઉપયોગીતા શ્રેષ્ઠ સિદ્ધ થયેલ છે. આથી આયુષ મંત્રાલયે પણ તેમની કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી ઔષધોની સૂચિમાં ચ્યવનપપ્રાશ નો સમાવેશ કરેલ છે.
લાભ:
1. આ ચ્યવનપ્રાશ 1 વર્ષ ઉપરની દરેક વ્યક્તિ સેવન કરી શકે છે.
2. શરીરને નિરોગી રાખવા માટે અને રોગો સામે લડવા માટે ચ્યવનપ્રાશ ઉત્કૃષ્ટ ઔષધ છે.
3. શરદી,ખાંસી, ફેફસાના રોગો, રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાથી થતા વાઈરલ તાવ, હૃદય રોગ, અપચો અને ગેસ તથા એસીડીટી ની તકલીફ, નબળાઈ, માથાનો દુખાવો, બાળકોનો યોગ્ય વિકાસ ન થવો, એલર્જિક રોગો આ ઉપરાંત વૈદ્યકીય સલાહ સાથે બીજા વિભિન્ન રોગોમાં અતિ ઉપયોગી છે.
હાલના સમયમાં શ્રેષ્ઠ ચ્યવનપ્રાશ મેળવવો અત્યંત જરૂરી છે. અનેક ફાર્મસીઓ આ ચ્યવનપ્રાશ બનાવતી જોવા મળશે જે તમને વિભિન્ન ભાવો 150₹ થી શરૂ કરીને જોવા મળશે. પરંતુ આપ જે ચ્યવનપ્રાશ મેળવો છો તે શાસ્ત્રોમાં દર્શાવેલ પદ્ધતિ તથા સૈદ્ધાંતિક રીતે બનેલ અત્યંત જરૂરી છે.
યોગ્ય રીતે બનેલ ચ્યવનપ્રાશ જ ઉપરોક્ત તમામ લાભ આપી શકે છે.
શ્રેષ્ઠ ચ્યવનપ્રાશ બનાવવાના ધ્યેય સાથે જ અમે અગ્નિ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ અંતર્ગત આયુર્લિક્સ ચ્યવનપ્રાશ બનાવેલ છે.
જેમકે,
1. ચ્યવનપ્રાશ માટે મુખ્ય ફળ એ આમળા યોગ્ય રીતે લેવા અત્યંત જરૂરી છે, અમે આયુર્વેદમાં દર્શાવેલ પધ્ધતિથી સૌ પ્રથમ આમળાના વૃક્ષ નું પૂજન તથા મંત્રો વડે સિદ્ધ કરી અને આમળા ભેગા કરીએ છે.
2. એકત્ર કરેલ પાકેલા આમળા ને શાસ્ત્રોક્ત માપન અનુસાર લઈને સ્વચ્છ કરીએ છે.
3. 25 થી વધુ ઉકાળા ના દ્રવ્યોને યોગ્ય સ્થાનેથી ભેગા કરી ને ક્વાથ (ઉકાળો) બનાવીએ છે.
4. ચ્યવનપ્રાશ ના બેઝ માટે ખડી સાકાર કે જેમાં ખાંડના કોઈપણ હાનિકારક કેમિકલ્સ નથી હોતા તેનો ઉપયોગ કરીએ છે.
5. આ ઉપરાંત આ ચ્યવનપ્રાશ બનાવવા માટે અમે ગ્રામ્ય સ્થાને સ્વચ્છ વાતાવરણમાં તથા બ્રાહ્મ મુહૂર્ત માં બનાવીએ છે.
6. ચ્યવનપ્રાશ બનાવવાની આખી પ્રક્રિયા લાકડાના ચૂલા પાર કરીએ છે. કોઈ પણ આર્ટિફિશિયલ (રાંધણ ગેસ) નો ઉપયોગ કરતા નથી.
7. સમગ્ર ચ્યવનપ્રાશ માં ગુજરાત ની શ્રેષ્ઠ એવી ગીર ગાયના તાજા બનાવેલ ઘી નો ઉપયોગ કરેલ છે આ ઉપરાંત , એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા પ્રામાણિત ઓર્ગેનિક મધ નો ઉપયોગ કરેલ છે.
4. ચ્યવનપ્રાશ માં ઉપરથી અન્ય 23 ઔષધિઓના (જેવીકે, તજ, ઈલાયચી વગેરેના) પાવડર ઉમેરેલા છે.
5. ચ્યવનપ્રાશ બન્યા પછી તેને પ્રાકૃતિક શીતળ જળના વહેણ દ્વારા ઠંડુ કરવામાં આવેલ છે.
6. ચ્યવનપ્રાશ બનાવવાની પ્રક્રિયા શ્રેષ્ઠ એવા પુષ્ય નક્ષત્રમાં કરેલ છે.
7. સમગ્ર ચ્યવનપ્રાશ નિર્માણ, આયુર્વેદ ના MD તથા PhD ની ડિગ્રી ધરાવતા વૈદ્યો દ્વારા જ કરવામાં આવેલ છે, કોઈપણ મશીન અથવા અન્ય મજૂરો નો ઉપયોગ કરેલ નથી.
8. આયુર્વેદ માં દર્શવ્યા પ્રમાણે કોઈ પણ પ્લાસ્ટિક આદિ પેકેટમાં નહી પણ સંપૂર્ણપણે કાચની બોટલ માં પેકીંગ કરવામાં આવેલ છે.
9. આ ચ્યવનપ્રાશ માં સ્વર્ણ તથા રજત (ગોલ્ડ અને સિલ્વર) કલ્પ અને પત્રો નો ઉપયોગ કરી અને શ્રેષ્ઠ ચ્યવનપ્રાશ બનાવેલ છે.
10. ડાયાબિટીસ ના રોગી ઓ પણ ચ્યવનપ્રાશ નો લાભ લઇ શકે તે માટે સુગર ફ્રી ચ્યવનપ્રાશ પણ આયુર્વેદ અને આધુનિક પધ્ધતિ ના મિશ્રણ થઈ બનાવેલ છે. જેમાં રજત (સિલ્વર) પ્રાશ પણ બનાવેલ છે.
નોંધઃ આ તમામ પ્રયત્નો માત્ર પૈસા કમાવાના હેતુથી નહીં પરંતુ આયુર્વેદની શ્રેષ્ઠ દવાના નિર્માણ અને ભારતના લોકોનો આયુર્વેદ માં ભરોસો વધે અને શ્રેષ્ઠ આયુર્વેદ ચિકિત્સા થઇ શકે એ હેતુ થઈ બનાવેલ છે.
(સ્ટોક સીમિત પ્રમાણમાં જ છે.)