26/05/2021
સમાજ વચ્ચે રહીને થતા કોઈપણ વ્યવસાયને જો વ્યાપારિક દ્રષ્ટિ સિવાય પણ સમાજોપયોગી બનાવી શકાય તો એનો આનંદ અનેરો હોય છે.
100 VIT M LLM નો સતત પ્રયત્ન હોય છે કે પોતાના અનેક સામાજિક સંકલ્પો થકી સેવાના ભાવ સાથે શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચી વધુમાં વધુ રાહત દરે અથવા વિના મૂલ્યે ઉચ્ચ ગુણવતા ધરાવતી પ્રોડક્ટ્સને પહોંચાડવી જેથી કોર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી(CSR) ના કાર્યમાં ક્યાંય ઉણપ ના રહી જાય.
હાલના સમયમાં કંપનીએ વધુમાં વધુ કોરોના વોરિયર્સ સુધી પહોંચવાના કાર્યના પ્રથમ પગલાં રૂપે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને પોતાની Vitamin C + Zinc Gummies વિના મૂલ્યે વિતરણ કર્યું હતું. આવનારા સમયમાં આવા જ અનેક, પાછલા એક-દોઢ વર્ષથી કોરોના મહામારીમાં થાક્યા વગર ખડે પગે ફરજ બજાવતા, અન્ય વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ, કર્મચારીઓ અને સંસ્થાઓ સુધી અમે પહોંચીશું અને એનો આનંદ આપની સાથે સોશ્યલ મીડિયા પાર શૅર કરતા રહીશું.
-તન્મય પુરોહિત,
(ફાઉન્ડર-100 VIT M LLC)