11/02/2023
ફ્રોઝન શોલ્ડર એટલે શું.?
સાદી સમજ પ્રમાણે ખભો જકડાઈ જવો તેને ફ્રોઝન શોલ્ડર કહેવામાં આવે છે. ખભાને હલન ચલન કરવા માટેના સ્નાયુઓમાં સોજો આવે કે કોઈ ઈજા થાય એટલે ખભો જકડાઈ જાય છે. ધીરે ધીરે હાથ ઉચો થતો નથી અથવા હાથ ઉચો કરતી વખતે દુઃખાવો થાય છે. માથું ઓળવામાં કે કામ કરવામાં તકલીફ થાય છે. આ ઉપરાંત અતિશય દુઃખાવો થાય છે અને રાત્રે ઊંઘમાં પણ ખભામાં લબકારા મારતા હોય એવી તકલીફ થાય છે.