Dr. Himanshu Desai

Dr. Himanshu Desai Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr. Himanshu Desai, Doctor, Ahmedabad.

fear of having CORONA is widely prevelent.
13/11/2020

fear of having CORONA is widely prevelent.

कोरोना का सर और उससे लगती बेचैनी के लिए तुरंत ही साइकियाट्रिस्ट की मदद ले .
www.gipshospital.com

Know your negative thoughts and techniques to remove it !!!!
13/07/2020

Know your negative thoughts and techniques to remove it !!!!

Dr. Himanshu Desai Qualifications: Bachelor of Medicine & Bachelor of Surgery (MBBS): Shree M.P. Shah Medical College, Jamnagar, Gujarat. Saurashtra Universi...

सिर्फ हाथ मांगना था, हम तो मदद के  लिए खड़े ही थे।
26/06/2020

सिर्फ हाथ मांगना था, हम तो मदद के लिए खड़े ही थे।

If you are low, don’t shut yourself, seek help and talk to someone. Hope is life.
www.gipshospital.com

Identify   at an early stage, can
26/06/2020

Identify at an early stage, can

Here are the 5 signs of depression that one might ignore. This can help you know if you or your loved one suffers from depression.
www.gipshospital.com

26/06/2020

Help yourself, or your loved one. Reaching out to get help is not weakness, but a strength.
www.gipshospital.com

06/06/2020

ફ્રન્ટલાઈન વોરિયર ના સગા-સંબંધીઓની મનોવ્યથા
જ્યારે તમારી કોઈ નજીકની વ્યક્તિ જાણે યુદ્ધ માટે જોતી હોય અને તેના હેમખેમ પાછા આવવા માટે મનમાં શંકાઓ થાય ત્યારે મનની સ્થિતિ ખૂબ જ નાજુક અને મનમાં જાતજાતના તર્ક- વિતર્ક થી ભરેલી રહેવાની.
કોરોના વાઇરસ ની આ મહામારી ના સમયમાં જ્યારે ઘણા બધા લોકો ફ્રન્ટલાઈન ઉપર આપણને બચાવવા માટે કામ કરી રહ્યા છે ત્યારે તેમના ખૂબ જ નજીકની વ્યક્તિઓ ઘરે રહીને પણ આપણને જ મદદ કરી રહ્યા છે.
આપણે તો કદાચ ઘરે બેસીને ફરિયાદો કરીને સમય પસાર કરી દીધું છે પણ આ સમય દરમિયાન તેમના સગા ઓ આ જોખમી વાઈરસના દર્દીઓની સાથે કામ કરી રહ્યા છે ત્યારે તેમના મનની શું સ્થિતિ હશે તે વિશે ત્યારે આપણે વિચાર કરવો પડે પરંતુ એ કરવા માટેનો સમય કોની પાસે છે બધાને પોતાને પડતી તકલીફો માટે ખૂબ કહેવું છે પરંતુ જેમના સગાઓ સંબંધીઓ ફ્રન્ટલાઈન ઉપર આપણી રક્ષા માટે કામ કરી રહ્યા છે તેમના મનની સ્થિતિ શું હશે તેવો કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશે તે ખૂબ જ વિચારવા જેવી બાબત છે.
જ્યારે તેમની અંગત વ્યક્તિ ઘરની બહાર પગ મૂકે છે ત્યારે તેમના મનમાં ઘણા બધા વિચારો ચાલતા હશે કે માણસ આખો દિવસ શું કરશે? કેટલા જોખમો ઉઠાવશે? ખાશે ક્યારે અને આરામ ક્યારે કરશે? તેના પોતાના મનમાં ચિંતા ઉત્પન્ન થશે ત્યારે તેનો સામનો કેવી રીતે કરશે? આવા બધી જ વિચારો વ્યક્તિના સગાઓના મનમાં ચોક્કસ પેદા થતા હશે પરંતુ અહીંયા ચિંતા કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી દિવસે આવજો, કરો સાથે વાત કરવાનું મન થાય છે ચિંતા કદાચ બહુ વધી હશે ત્યારે ફોન કરીને ખબર અંતર પૂછી લેતા હશે મનમાં એક છુપો ભય તો ક્યાંક તેમને તો વાયરસ નહીં ભરખી જાય ને?
જ્યારે વ્યક્તિ ઘરે પાછી આવે ત્યારે એ વ્યક્તિ આ વાયરસ ને લઈને તો નહીં આવી હોય ને તો વિચાર પણ મનમાં આવે તેનાથી પોતાને શું અસર થશે એવો પણ વિચાર આવે તો ઘરમાં બીજા લોકોને પણ આ વાયરસ ચેપ લાગી જાય એવો વિચાર પણ આવતો હશે
હમણાં થોડા દિવસ પહેલાં જ એક પોલીસ ના ઘરેથી ફોન આવ્યો પોલીસ મિત્ર સવારે 11 થી રાત્રે 11 વાગ્યા સુધી બ્યુટી કરે છે પરંતુ તેમના પત્નીને એવા પ્રકારનો માનસિક રોગ લાગુ પડી ગયો કે જેમાં અવારનવાર તેમના પતિથી પોતાને અને પોતાના બાળકોને આ કોરોના નામની બીમારી લાગુ પડી જશે તેવી સતત ચિંતા રહેતી હતી જેને કારણે તે ઊંઘી નહોતા શકતા બહુ જ બેચેની અનુભવતા હતા અને બરાબર આરામ પણ નહોતા કરી શકતા અને તે પોતાના પોલીસ પતિને કામે ન જાય તેવો આગ્રહ પણ કરવા માંડ્યા હતા.કદાચ ફ્રન્ટલાઈન માં કામ કરનારા ઘણા બધા લોકોના સગાઓં આવું અનુભવતા હશે પરંતુ કેટલાક વ્યક્ત કરતા હશે કેટલાક મનમાં જ મૂંઝાતા હશે.
ડો હિમાંશુ દેસાઈ

02/06/2020

લોક્-ડાઉન માં ત્રણેય જનરેશન સાથે સાથે
ત્રણેય જનરેશન એક જ સાથે આટલો લાંબો સમય પસાર કરે તે વાત તે ઘટના ન ભૂતો ન ભવિષ્યતિ એવી બની છે
આ લોક્-ડાઉન એક અભૂતપૂર્વ ઘટના બની છે જૂની પેઢી કહે છે કે આવું તો તેમણે તેમના સમયમાં ક્યારેય પણ જોયું નથી નવી જનરેશન માટે એકદમ માથે પડેલી આફત જેવી વાત છે. ઘણી જગ્યાએ જૂની પેઢીને આ ઘટના ખૂબ જ સારી લાગી રહી છે કારણ કે તેમના મનની ઇચ્છા હતી કે તેમના બાળકો તેમને ખૂબ સમય આપે, રમે સાથે, ટીવી જોવે સાથે જમે. જૂની વાતો કરવાનો આ તેમને શ્રેષ્ઠ સમય તેમને મળ્યો છે.
કારણ આ દુન્યવી માયાજાળમાં આજની પેઢી પોતાની જરૂરિયાત માટે એટલી વ્યસ્ત રહે છે કે તે જૂની પેઢી સાથે બહુ સમય પસાર કરતી જ નથી કદાચ તેઓ નવી પેઢીને સમય આપતા હશે, પોતાના બાળકોને આપતા હશે પરંતુ પોતાના વડીલો કે મા-બાપને તેમની જરૂર હોય તો સમય ક્યારેય પણ આપી શક્યા નથી.
આ લોક્-ડાઉન ની ઘટના ને આપણે સરસ રીતે લઈએ તો કુદરતે આપણને આ સમયે એક સુંદર તક આપી છે જેમાં આપણે આપણા વડીલો ને ખૂબ સારો સમય આપીએ અને આપણા બાળકો સાથે એક ક્વોલિટી સમય પસાર કરીએ તેની સાથે રમીએ તેમના ગમા-અણગમાને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ
જોકે વધારે સાથે રહેવાનું થાય ત્યારે કદાચ થોડું ઘર્ષણ વધશે કારણ કે જૂની પેઢી અને નવી પેઢીના સમયપત્રકોની વચ્ચે તમે ભીંસાતા હશો પરંતુ થોડી બાંધછોડ કરીને પણ એક વખત સાથે જમવાનું નક્કી કરી શકીએ તો તેનાથી ખૂબ બધાને ફાયદો થઇ શકે. બધા સાથે બેસીને થોડો સમય ટીવી સામે પસાર કરે સાથે કોઈ ગેમ રમે કે જેનાથી એકબીજાનો સહવાસ વધશે અને અંતર ઘટશે.
ડો.હિમાંશુ દેસાઈ

02/06/2020

ફ્રન્ટલાઈન વોરિયરની મનોવ્યથા 😞

સૌ પ્રથમ તો આ બધા જ ફ્રન્ટલાઇન વોરિયરો ને સલામ.
આ વોરિયરોમાં ડોક્ટર,નર્સ,વોર્ડબોય, લેબોરેટરીમાં કામ કરનારા, રસોઈ બનાવનાર, રસોઈ પહોંચાડનાર, પોલીસના માણસો, મ્યુનિસિપાલિટીના માણસો, મ્યુનિસિપાલટી સફાઇ કામદારો, પોલીસી બનાવનારા અમલદારો અને તેમના સ્ટાફ આ બધા નો ફાળો કંઇક તો છે જ. તે લોકો કદાચ આ લોકડાઉન સમયમાં પણ ઘરની બહાર નીકળીને જ કામ કરી રહ્યા છે લોકડાઉન પછી પણ તેમણે તોઆ રીતે જ તેમનું કામ તો ચાલુ જ રાખવાનું છે.
આ બધા જ લોકોની મનોવ્યથા એક કાંઈ જુદા જ પ્રકારની હશે જે તેમના મોઢેથી સાંભળીએ તો જ આપણે તેને વધારે સારી રીતે સમજી શકીએ. કેટલાક લોકો આ તેમની નોકરી ના ભાગરૂપે કરી રહ્યા છે કેટલાક લોકો તેમની જવાબદારી કે એક શપથ લીધા છે તેના ભાગરૂપે કરી રહ્યા છે
જે લોકો હોસ્પિટલમાં કોરોના વાયરસ શિકાર બનેલા દર્દીઓની સામે સાથે કામ કર્યા છે તે દરેક વખતે શપથ લીધી છે તેના ભાગરૂપે જ કામ નથી કરી રહ્યા પરંતુ પોતાની એક સમાજ માટેની જવાબદારી છે તેના ભાગરૂપે કરી રહ્યા છે અને આપણા બધાની સલામતી રહે તે માટે પોતાના જીવના જોખમે આ કામ કરી રહ્યા છે
આ બધી વ્યક્તિઓ પોતાના પરિવારને છોડીને આખો દિવસ આ દર્દીઓ સાથે કામ કરે છે તેમના મગજમાં હંમેશા એક ભય,ચિંતા અને જવાબદારીને લાગણીઓ પસાર થઈ રહી હશે તે લોકો મોતને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે પણ તેનો બધો જ આઘાત સહન કરી રહ્યા છે તેમના માટે આ કરવું ખરેખર ખૂબ મુશ્કેલ હશે કારણ કે મોતનો ભય જ માણસને પાગલ બનાવી શકે છે. તેમના મનમાં પણ ચિંતા રહેતી હશે, ઉદ્વેગ રહેતો હશે. જ્યારે આખો દિવસ તને પીપીઈ પહેરીને વોર્ડ માં કામ કરો અને તમારા બધા જ પ્રયત્નો છતાં પણ દર્દી સાજો ન થાય ત્યારે મનમાં ખૂબ જ દુઃખની લાગણી ફરી વળી.
આટ-આટલું કરવા છતાં દર્દીઓ તરફથી જોઈએ એવો સહકાર ન મળે, દર્દીઓના સગાઓ સારી રીતે ન વર્તે, ઉપરી અમલદારો બધી જરૂરીયાતો અને ન સમજે ત્યારે પોતાના ઉપર , સમાજ વ્યવસ્થા ઉપર કે કે પછી ભગવાન ઉપર પણ ગુસ્સો આવે, કે ક્યારે આ બધાને સદબુદ્ધિ આવશે.
આ બધી જ વ્યક્તિઓ પોતાના નજીકના અંગત માણસોને મૂકીને અઠવાડિયા બે અઠવાડિયા થી વધારે સમયથી દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેઓ ઇચ્છે તો પણ પોતાની અંગત માણસોને મળી શકતા નથી કદાચ ફોન પર કે વિડીયો ફોન પર વાત કરતા હશે પણ તેમાં પણ પરિવારની ચિંતાઓ પણ એમના મનમાં રહેતી હશે. આ જોખમી લોકસેવા નું કામ કરતી વખતે ,હોસ્પિટલ માં કામ કરતી વખતે પણ પોતાને કોરોનાનો ચેપ તો નહિ લાગી જાય ને અને જો લાગી જશે તો શું થશે એ વખતે પોતાની સારવાર કોણ કરશે, કેવી રીતે કરશે, એના માટેની જરૂરી પૈસા કેવી રીતે મેળવશે આવી ચિંતા પણ મનમાં રહેતી હશે.
આપણે હોસ્પિટલ માં કામ કરતી વ્યક્તિઓ ના વિડિયો જોઈએ છીએ જેમાં ઘણી વ્યક્તિઓ ખૂબ ઢીલી પડીને, રડતા રડતા તેમની મુશ્કેલીઓ વિષે આપણે વાત કરતી હોય છે જેમાં તે આપણને સાવચેત રહેવાની શિખામણ આપતી હોય છે કારણ કે તેણે ઘણા બધા લોકોને રોજ મરતા જોયા છે પોતાના સાથીદારોને પણ મરતાં જોયાં છે તેનો ભય તેના મનમાં ચોખ્ખો દેખાય છે આ વાયરસ મને તો નહીં ભરખી જાય ને તે વિચાર ઘણીવાર રાતની ઊંઘ લઈ લે છે મને બેચેન બનાવી દે છે આ બધાથી પણ રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય તેવું પણ બને છે જે ખરેખર આપણા બધા માટે ચિંતાનો વિષય છે.

જ્યારે આ કામ એકાદ બે અઠવાડિયા સુધી કર્યા પછી પૂરું થાય અને પછી quarantine- કોરેન્ટાઈન માં રહેવાનો વારો આવે ત્યારે પણ વ્યક્તિ પોતાના પરિવારને મળી શકતો નથી અને આ સમય પસાર કરવો પણ તેના માટે ખૂબ મુશ્કેલ બની જાય એવું બને છે તે વખતે પણ પોતાને આ રોગની થઈ નહી જાય ને તેની પણ મનમાં ચિંતા હંમેશાં રહ્યા કરે છે
આ સિવાયના લોકો જે લોકો સીધા આઈસીયુમાં કામ નથી કરતા પરંતુ આપણા લોકોની સલામતી માટે આપણે આપણા લિમિટમાં રહીએ તે માટે ખૂબ પ્રયત્નો કર્યા છે પોલીસો અને બીજા કર્મચારીઓ જ્યારે આપણે એમની શીખામણ ન સાંભળીએ ત્યારે તેમને ગુસ્સો આવે તે બહુ જ સ્વભાવિક છે. કારણ અહીં બળનો પ્રયોગ સમાજને બચાવવા માટેનો છે જે પણ તેમને પીડા આપે છે. ઘણી બધી વાર એમને આ બીમારીથી કેવી રીતે બચવું તે વિશેની પૂરી માહિતી ન પણ હોય જેને કારણે તે લોકો પોતાની જાતને પણ ખૂબ મૂકીને પણ જોખમમાં મૂકીને પણ આપણને બચાવવા માટે પોતે તડકામાં પણ આખો દિવસ ડયૂટી બજાવે છે.
આપણે સાથે મળીને આ બધા જ ફ્રન્ટલાઈન વોરિયર ને તેમના કામમાં મદદ કરીએ ,સહકાર આપીએ અને શક્ય હોય તો આપણે પણ ફ્રન્ટલાઈન વોરિયર બનીએ. આ મહામારીમાં ખૂબ માણસોની જરૂર પડશે આપણે બધા સાથે મળીને આ રોગને મહાત આપી શકીશું
આભાર
ડો. હિમાંશુ દેસાઈ🥰

Address

Ahmedabad
380007

Alerts

Be the first to know and let us send you an email when Dr. Himanshu Desai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Himanshu Desai:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category