Aarogyatirth

Aarogyatirth Arogyatirth is an established Ayurveda clinic since 1980. We also provide detoxification through panchakarma.

We provide holistic treatment to all age group people and healing all the health issues/problems/disease with ayurvedic approach.

22/04/2026

તબિયત સારી
રાખતુ શ્રેષ્ઠ ઔષધ.

શ્રેષ્ઠ રસાયન કયું?

હરડે?
ના
શતાવરી?
ના
અશ્વગંધા ?
ના.
તો પછી કયું રસાયન શ્રેષ્ઠ?
ત્યારે આચાર્ય ચરક કહે છે.. આચરણ.
સદ્ વિચાર પણ નહીં
પણ સદ્ આચરણ.. તમારું વર્તન ...તમારુ Behavior.

આ છે સદ્ આચરણ.
सत्यवादिन: સત્યને વળગી રહેવું. अहिंसा બીજાના હૃદયને દુઃખ પહોંચે એવી વાણી, એવું વર્તન. अक्रोध.. ગમે તેવી ઉશ્કેરણી હોય પણ પ્રતિક્રિયા આપતા પહેલાં વિચારવું. अनायासम् વધારે પડતો શારીરિક અને માનસિક શ્રમ, વધારે પડતા વિચારો, વધારે પડતી ચિંતા ,प्रियवादिनम् - સોફ્ટ સ્પીકિંગ. સામેની વ્યક્તિને ગમે તેવી પ્રિય વાણી. दानित्यम् - બીજાને માટે કંઈક કરવું. .......गुरूवृद्धाचने: ગાય,બ્રાહ્મણ, ગુરુજનો વૃદ્ધો ,વડીલોને રિસ્પેક્ટ આપવું.. .

આ બધું આચરણ માં મૂકીએ તો શું થાય?
તેનાથી Happy hormone સંતુલિત થાય છે. જેમ કે ડોપામાઈન ,સેરોટોનિન, ઓકિસટોસીન, એન્ડોરફીન .આ બધા ખુશીના અંતઃસ્ત્રાવો છે .

આયુર્વેદ કહે છે કે हर्ष प्रिणनानाम् श्रेष्ठ :। એટલે કે ખુશી પ્રસન્નતા, શારીરિક...માનસિક સ્વાસ્થ્યને વધારે છે

એટલે સુખી રહેવું હોય ,સ્વસ્થ રહેવું હોય તો હસતા રહો, હસાવતા રહો કોઈની વાણી,કોઈનું વર્તન યોગ્ય ન લાગતું હોય તો હસી કાઢો..
...વૈદ્ય પ્રવીણ હીરપરા

Online consultation available
For appointment call 8320519146

19/04/2026

દ્રાક્ષ
શાની સાથે ન ખાવી?

ગ્રીષ્મ ચર્ચા
ભાગ-૨

આજકાલ એક સમસ્યા વધારે જોવા મળે છે...
અને એ છે તરસ.

ઘણી વ્યક્તિઓને તાળવું, ગળું, જીભ સુકાય છે અને જીભ ચોંટી જાય છે અને એમાં પણ ખાસ કરીને રાત્રે સૂતી વખતે આ સમસ્યાને કારણે એમને ઊંઘ માંથી બેઠા થઈને પાણી પીવું પડે છે.

આવી વ્યક્તિઓ માટે દ્રાક્ષનો ઉપચાર સારો છે દ્રાક્ષને...तृष्णा
दाह क्षयापहा l એટલે
કે દ્રાક્ષ તરસ છીપાવે છે, બળતરા ..દાહ મટાડે છે અને રક્ત વગેરે ધાતુઓની ઉણપ ની પૂર્તિ કરે છે એટલે કે હિમોગ્લોબિન વગેરે ઓછું રહેતું હોય તેમના માટે પણ ફાયદાકારક છે.

જેમનો અવાજ વારે વારે બેસી જતો હોય કે જેમને અવાજ સારો કરવો હોય, જેમને ક્યાંય થી પણ બ્લીડીંગ થતું હોય, પેટ સાફ ન રહેતું હોય, શ્વાસ દમની તકલીફ હોય તેવી વ્યક્તિઓએ પાકેલી દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ રોજ ખાવી જોઈએ.

*દ્રાક્ષ આટલી સારી હોવા છતાં જો તેને દૂધ સાથે લેવામાં આવે તો શરીરમાં વિષાક્ત અસરો પેદા થાય છે.
*ખાટી દ્રાક્ષ વધારે ખાવામાં આવે તો શરીરમાં પિત્ત વધી જતાં રક્તસ્ત્રાવ વધે છે.
.........વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available.
For appointment Call 8320519146

17/04/2026

ખાવાનો સોડા
કોણ ન લઈ શકે?

ગ્રીષ્મ ચર્યા
ભાગ -૧

ગરમીની ઋતુમાં થતી પેશાબની બળતરા કે દુખાવાની સમસ્યા હોય , બ્લોટીંગ એટલે કે ગેસ થી પેટ ફૂલી જવું. गुल्म: Abdominal lump, પેટની ચરબી, કરમીયા ની તકલીફ હોય તો તેમાં ખાવાના સોડા નો ઉપચાર કરવાથી શીઘ્ર એટલે કે તત્કાળ રાહત પહોંચે છે.
गुल्मोध्मान कृमीन् हन्ति मेदोजठर नाशिनी ।
આપણે ત્યાં ગાંઠિયા, ફાફડા કે બીજા ફરસાણમાં ખાવાના સોડા નો ઉપયોગ થાય છે .તેલમાં તળાતા હોવાને કારણે એ પચવામાં ભારે થઈ જાય છે પણ ખાવાના સોડાને કારણે તે સરળતાથી પચી જાય છે.- કારણ કે स्वर्जिकाक्षारोग्नि सन्नीभ: ખાવાનો સોડા અગ્નિ જેવા ગુણો ધરાવે છે.
આમ છતાં
ખાવાનો સોડા આટલો ઉપયોગી હોવા છતાં કોઈને ક્યાંયથી પણ બ્લીડિંગ થતું હોય તો ન લેવાય , એ ઉપરાંત નાના બાળકોએ, ગર્ભવતી સ્ત્રીઓએ કે સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ વધુ માત્રામાં કે લાંબા સમય સુધી ખાવાનો સોડા નો ઉપયોગ ન કરવો. જેમને શુક્રાલ્પતા એટલે કે સ્પર્મની સંખ્યા ઓછી હોય, નાની ઉંમરે વાળ ધોળા થતાં હોય, વાળ ખરતાં હોય,તેમને માટે કોઈ પણ ક્ષાર ની જેમ ખાવાનો સોડા પણ સમસ્યાને વધારી શકે છે.

.... વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available
For appointment call 8320519146


14/04/2026

ગરમ પાણી સાથે મધ લેવાય?

ઘણાં લોકો ચરબી ઘટાડવા મધ સાથે ગરમ પાણી લે છે. પરંતુ આયુર્વેદ કહે છે ગરમ પાણી સાથે મધ લેવાથી એક પ્રકારનું ધીમુવિષ શરીર માં સંચિત ( જમા) થાય છે. જે લાંબા સમયે શરીર ને નુકશાન કરે છે.
ખોટી રીતે પ્રચલિત થયેલા આ ઉપચાર માટે એક શાસ્ત્રીય સંદર્ભનો ઉલ્લેખ કરીએ છીએ.

शीतीभूतम् तथोष्णाम्बु मेदोहृत क्षौद़ संयुतम् ।
-યોગ રત્નાકર.

ऊष्णाम्बु ગરમ પાણી ને शीतीभूतं ઠંડુ કરીને क्षौद़ संयुतम् મધ સાથે લેવાથી ચરબીમાં ઘટાડો થાય છે.

નોંધ : ગરમ પાણી સાથે નહિ પણ ગરમ કરી ને ઠંડા પાડેલા પાણી સાથે મધ લઈ શકાય.

વૈદ્ય પ્રવીણ હીરપરા.
9879408321

10/04/2026

મોટુ પેટ
પેટની ચરબી ઘટાડવાનો ઉપાય.

વજન ઘટાડો અભિયાન
ભાગ 18
આંતરડાની આજુબાજુ કે ઉપર ચરબી નો સંચય થાય છે. તેને કારણે પેટ મોટું દેખાય છે, ગોળ મટોળ દેખાય છે .આ ચરબીને Visceral fat કહે છે .આ ફેટને કારણે પેટની અંદર રહેલા અવયવો ની કાર્યક્ષમતા ઘટે છે. પરિણામે ડાયાબિટીસ, હૃદય રોગ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વગેરે સમસ્યાઓ વધે છે.
કસરત નો અભાવ અને પચાવવાની ક્ષમતા કરતા વધારે પડતો ખાધેલો ખોરાક ચરબીમાં રૂપાંતર થાય છે. જે પેટને મોટું બનાવે છે.
આપણે ત્યાં કહેવત છે કે ખાટલે થી પાટલે અને પાટલે થી ખાટલે.
લોકો એટલા આરામ પ્રિય હોય છે કે તે જમીને તરત સોફા પર બેસીને ટીવી કે મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે અથવા ગપાટા ગપ્પા મારે છે.
આયુર્વેદમાં મહર્ષિયો કહે છે,
भूवत्वोपविशं तस्तुन्दं
એટલે કે જમીને તરત જ જે વ્યક્તિ બેસી જાય છે તેની तुन्द એટલે કે ફાંદ વધે છે.
भुवत्वा शतपदं
જમીને તરત બેસી ન રહેતા शतपदं એટલે કે ૧૦૦ પગલા ઓછામાં ઓછું ચાલવું જોઈએ. જેનાથી ખાધેલા ખોરાક માં પાચક સ્ત્રાવ ભળતા अन्नसंघात शैथिल्य ખોરાક ઢીલો થાય છે, પરિણામે ગરદન, ઢીંચણ અને કમરને ग्रीवा जानु कटी सुखम् પર્યાપ્ત પોષણ મળે છે.

પેટમાં ભરાયેલો વાયુ પેટમાં જમા થયેલી ચરબીના વિઘટન માટે જુઓ પ્રસ્તુત રીલ -
......વૈદ્ય પ્રવીણ હીરપરા

Online consultation available.
For appointment Call 8320519146

05/04/2026

ઝડપ થી ચરબી ઓગાળતું ઔષધ
દારુહળદર

વજન ઘટાડો અભિયાન
ભાગ 17
જેમની પાસેથી અમે શરીરનું આંતરિક શુદ્ધિકરણ કરતી પંચકર્મ થેરાપી શીખ્યા એ વૈદ્યશ્રી જી. કે.દવે સાહેબે આ ઔષધ યોગ આપેલો છે .જે શાસ્ત્રોક્ત પણ છે. આ ઔષધ યોગથી વાત રક્ત - ગાઉટ ને નિયંત્રિત કરી શકાય છે. અમે ઘણાં દર્દીઓ ની સારવાર આ ઔષધ યોગ થી કરી.
આવા દર્દીઓની સારવાર કરતા અમે જોયું કે તેમના વજનમાં પણ ધરખમ ઘટાડો થતો હતો.આ ઔષધયોગમાં એક ઔષધ છે ... દારુહળદર.
જે ચરબીની પરતો ને સ્ક્રેપ કરી પીગાળી દે છે. હરડે, બહેડા, આમળા પીગાળેલી ચરબી ને શરીરની બહાર ધકેલી દે છે. ગિલોય રક્ત શર્કરા ને સંતુલિત રાખે છે.
ઉપર્યુક્ત ઔષધો નો ઉકાળો બનાવી દિવેલ સાથે લેવાનો હોય છે. દિવેલ નો ઉપચાર જાતે ન કરવો.
ઘણા આયુર્વેદ ના કન્સલ્ટન્ટ આ ઔષધયોગ નો ઉપયોગ કરે છે અને સારા પરિણામ મેળવે છે.
ચરબી ઘટતા કોલેસ્ટ્રોલ સંતુલિત થાય છે, સુગર ઘટે છે ,ફેટી લીવર ના ગ્રેડ ઘટે છે, શરીર હળવું લાગે છે, સ્ફૂર્તિ વધે છે .
આયુર્વેદ નિષ્ણાંતોના અનુભવ પ્રમાણે 5 થી 20 કિલો સુધી શરીરનું વજન ઘટાડી શકાય છે .
વહેલી તકે સંપર્ક કરો તમારા નજીકના વૈદ્યરાજનો.

વધુ રીલમાં...
....વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available.
For appointment Call 8320519146

01/04/2026

શું કાચા સલાડ ખાવાથી ગેસ થઈ શકે ??

વજન ઘટાડો અભિયાન ભાગ ૧૬.

શું તમને ભૂખ ઓછી લાગે છે ?
શું તમને ખોરાક પ્રત્યે અરુચિ છે ?
શું તમને ખાધા પછી વધારે પડતા ઓડકાર આવે છે?
શું તમને ખાધા પછી પેટ ફૂલી જાય છે?
જો આ સમસ્યાઓથી ગ્રસ્ત હો તો કાચા કચુંબર, સલાડ, ફણગાવેલા કઠોળ ખાવાના બંધ કરી દો. વધારે પડતા ફાઇબર્સ પણ જઠરાગ્નિ ને નબળો પાડીને પાચન પ્રક્રિયાને ડિસ્ટર્બ કરે છે .આયુર્વેદ પણ કહે છે કે ખોરાક રાંધેલો ,અગ્નિથી પકાવેલો ,અગ્નિ સંયોગી હોવો જોઈએ . અગ્નિના સંપર્કમાં આવેલો ખોરાક પચવામાં લઘુ એટલે કે હળવો થઈ જાય છે.
ઘણા લોકો જમ્યા પહેલા કાચા સલાડ ખાતા હોય છે. યોગ રત્નાકર અને હારિત સંહિતામાં કહે છે
फलान्यादौ समश्नीया दाडिमादीनि बुद्धिमान् ।
विनामोचफलं तद्वर्जनीया च कर्कटी ।।
દાડમ, પપૈયું , સફરજન , દ્રાક્ષ વગેરે ફળો જમ્યા પહેલા ખાય શકાય કારણ કે એ કુદરતી તાપથી પાકેલા ફળો છે . આમ છતાં કેળા અને કાકડી તો જમ્યા પહેલા ન જ ખાવા. Food and function journal મા પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર ડોક્ટર શુબર્ટ કહે છે Raw foods & સલાડ થી પાચનતંત્રમાં લાખોની સંખ્યામાં રહેલા બેક્ટેરિયા પર અસર થાય છે અને પાચન નબળું થાય છે.એમાં પણ ખાસ કરીને રાત્રિ ભોજનમાં. જઠરાગ્નિ નબળો પડતા ધાતુઓ ના અગ્નિ મંદ થાય છે, ફેટ મેટાબોલિઝ્મ પણ ડિસ્ટર્બ થાય છે.
ટૂંકમાં
બીટ ,ગાજર ,કાકડી વગેરે કાચા ન ખાતા તેના સૂપ, સંભારો, બનાવીને કે તેને શેકીને અથવા બાફીને લઈ શકાય.

વધુ રીલમાં...
.......વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available.
For appointment Call 8320519146

30/03/2026

રાત્રે ભૂખ લાગે તો શું કરવું?

વજન ઘટાડો અભિયાન
ભાગ -૧૫

हृदि संमीलिते रात्रौ
આચાર્ય સુશ્રુત કહે છે. કમળ ની જેમ હૃદય પણ રાત્રે બીડાય જાય છે .તેની ગતિ ધીમી પડી જાય છે હૃદયની સાથે પાચન સહિત શરીરનું સમગ્ર તંત્ર પણ ધીમું પડી જાય છે . જ્યારે હોજરીમાં પાચક સ્ત્રાવ અલ્પ પ્રમાણમાં હોય ત્યારે ખોરાક ખાવામાં આવે તો પચે નહીં.
किलन्न विस्त्रस्त धातुत्वादजिर्णे न हितं दिवा ।।
નહીં પચેલા ખોરાક થી શરીરની ધાતુઓ પણ શિથિલ અને અસંતુલિત થાય છે.અસંતુલિત થયેલી ધાતુઓ રોગનું આશ્રય સ્થાન , નિવાસ્થાન બની જાય છે. અમે પણ અમારા અનુભવમાં જોયું છે કે જે લોકો રાત્રે ૯-૧૦ વાગ્યે જમતા હોય તેમને સૂર્યાસ્ત પહેલા જમવાનું કરાવી દેતા તેમના સ્વાસ્થ્યમાં ધરખમ સુધારો થયો છે. કોલેસ્ટ્રોલ ,બ્લડ સુગર પણ નિયંત્રિત થાય છે . આમ છતાં જે લોકો ને ધંધા વ્યવસાય કે નોકરીને કારણે રાત્રે મોડા જમવાનું થાય અને તેને કારણે પેદા થતાં ખોરાકના અપક્વ અંશ.. આમ નુ પાચન કરવા માટે ... न हितं दिवा પછી ના દિવસે જમવું નહીં.

ટૂંકમાં સ્વસ્થ રહેવા માટે નો ઉત્તમ ઉપાય છે સૂર્યાસ્ત પહેલા જમી લેવું અને રાત્રે વહેલા સુઈ જવું.
વધુ રીલમાં...
.........વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available
For appointment call 8320519146

26/03/2026

ચરબી ઘટાડવાનો એક મજબૂત ઉપાય...
"સાતત્ય"

વજન ઘટાડો
અભિયાન ભાગ 14
આપણે બધાએ નાનપણમાં પંચતંત્રની એક વાર્તા સાંભળી છે. સસલું અને કાચબાની. સસલા અને કાચબા ની દોડ સ્પર્ધામાં કાચબા ની ધીમી ગતિ છતાં કાચબો વિજયી થાય છે, સફળ થાય છે. કારણ કોઈ બ્રેક લીધા વગર તેની ગતિ અવિરત હતી, સાતત્ય પૂર્ણ હતી.
જ્યારે પણ આપણે કોઈ ધ્યેય નક્કી કરીએ.. ચરબી - વજન ઘટાડવાનો નિર્ણય કરીએ એ બુદ્ધિનું કામ છે. બુદ્ધિએ લીધેલા નિર્ણયને ગમે તે સંજોગો આવે, મન લલચાય,આળસ આવે તો પણ મજબૂતીથી એ નિર્ણયને વળગી રહેવું એ ધૃતિ - ધીરજ નું કામ છે અને બુદ્ધિ એ કરેલા ચરબી ઘટાડવાના નિર્ણયમાંથી વિખુટા ન પડી જવાય, અલગ ન થઈ જવાય એની સતત ચોકીદારી કરવી ,સજાગ રહેવું, સતર્ક રહેવું એ સ્મૃતિનું કામ છે.
આપણા શરીરમાં આટલી બધી ચરબી વધી જવાનું મુખ્ય કારણ છે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રતિ સતર્ક નથી ,એલર્ટ નથી, સતર્કતાનો અભાવ, સાવધાની નો અભાવ એ બેહોશી છે. મોટાભાગના લોકો બેહોશીમાં જીવે છે એટલે જ એ મેદસ્વી છે ,સ્થૂળ છે.અસ્વસ્થ છે.
સતર્કતા નો અભાવ એ અંધકાર છે. સતર્ક થવું...જાગી જવું એ સવાર છે.
તો ચાલો
આજથી જ આપણે આપણા મનના અને તનના ચોકીદાર બનીએ. .....વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available
For appointment call 8320519146

23/03/2026

DIET PLAN
રોજ સવારે ગાયનું દૂધ (150 ml) સાકર + કેસર વાળું પીવું.
1. પહેલો દિવસ : મગનું પાણી 3-4 વાર
2. બીજો દિવસ : મગનું પાણી + મગ -4 વાર
3. ત્રીજો દિવસ : મગ નું પાણી + મગ + વેજીટેબલ સૂપ 3 વાર
4. ચોથો દિવસ : મગ નું પાણી + મગ + શાક 3 વાર
5. પાંચ મો દિવસ : મગ નું પાણી + મગ + ભાત + શાક - 2 વાર
6. છઠ્ઠો દિવસ : મગ નું પાણી + મગ + ભાત + શાક + 1 રોટલી (જુવાર ની) - 2 વાર
7. સાતમો દિવસ : મગ નું પાણી + મગ + ભાત + શાક + 2 રોટલી (જુવાર ની) + સલાડ
8. આઠમો દિવસ : વેજીટેબલ સૂપ + શાક + મગ અથવા મગની દાળ + સલાડ + 1 રોટલી (જવની) +ચોખાનો શેકેલો પાપડ..-2 વાર
9. નવમો દિવસ : વેજીટેબલ સૂપ + શાક + પાતળી તુવેરની દાળ + સલાડ + 2 રોટલી (જવની) - 2 વાર
10. દસમો દિવસ : તુવેરની પાતળી દાળ + ભાત + શાક + અડદનો પાપડ (1) + 1 રોટલી (ઘઉં + જવ) - 2 વાર
11. અગિયારમો દિવસ : દાળ + ભાત + શાક + સલાડ + અડદનો પાપડ + (ઘઉં જવની) 2 રોટલી અથવા બટાકા પૌવા-- 2વાર
12. બારમો દિવસ : કઢી + ભાત + મગની દાળ + શાક + સલાડ + 1 બાજરીનો રોટલો / રોટલી --- 2 વાર
13. તેરમો દિવસ : ઈડલી + સંભાર અથવા ઢોકળા અને ગ્રીન ચટણી --- 2 વાર
14. ચૌદ મો દિવસ : ખીચડી કે ભાત + કઢી+શાક+ સલાડ ચોખા કે અડદ નો પાપડ + એક રોટલી (ઘઉં +બાજરી) -- 2 ટાઇમ
15. પંદરમો દિવસ : મગની દાળ કે ચણાના લોટના શાકભાજી નાખેલા ચિલ્લા કે પુડલા અથવા મેથીની ભાજીના થેપલા -- 2 ટાઈમ
* આ સાથે તમે સીઝનના બધા fruits ખાઈ શકો

* 15 દિવસ પછી 16 માં દિવસની ફરી ઊંધા ક્રમે ડાયટ શરૂ કરી શકાય જેમ કે 16 માં દિવસે 15માં દિવસનું, 17 માં દિવસે 14 માં દિવસનું ,અથવા ફરીથી પહેલા દિવસનું ગણીને પણ Continue કરી શકો.
સૂચના :
* તેલ સંપૂર્ણ બંધ.
* મગનું પાણી પાતળું બનાવવું.
* ગાયના ઘીનો જીરું હિંગ વઘાર કરવો તમને ભાવે તે મુજબ સ્વાદ રાખી શકાય.
* મગ ઢીલા રાખવા ઉપર મુજબ ગાયના ઘી નો વઘાર કરી શકાય. લીંબુ ,ગોળ, કોથમીર ,નમક વગેરે તમારા સ્વાદ પ્રમાણે મસાલા કરવા.
* શાક પણ ગાયના ઘી માં જ બનાવવું, મસાલા તમારા સ્વાદાનુસાર.
* બધા વઘારમાં ઘી ઓછું રાખવું.
* આ ઉપરાંત ગરમ પાણીમાં લીંબુ ,સંચળ, મરી નાખીને પી શકાય.
* છઠ્ઠા દિવસથી 2 ખજૂરની પેશી લઈ શકાય.
* સીઝન ના બધા ફ્રુટ્સ ખાઈ શકો

Online consultation available
For appointment call 8320519146

19/03/2026

ચૈત્ર મહિના માં લીમડા નો મહોર
કોણે ન લેવો..?

થોડી ગરમી પડે એટલે આપણે ઠંડુપાણી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરે ચાલુ કરી દઈએ છીએ.જે શરીરમાં કફ ને વધારે છે.
હજુ આ વસંત ઋતુ નો ઉત્તરાર્ધ ચાલી રહ્યો છે, હજુએ શરીર માં કફની ઉગ્રતા હોય છે.
કફ ને કારણે શરદી, ઉધરસ ,
ભૂખ ન લાગવી, અપચો,માથુ ભારે લાગવું, ઊંઘ વધારે આવવી, શરીરમાં ભાર ભાર લાગે,આળસ, કામ કર્યા વગર થાક લાગે વગેરે સમસ્યાઓ થાય છે .
એ ઉપરાંત
ઓરી, અછબડા, ઝાડા, ઉલટી, તાવ વગેરે સંક્રામક રોગો પણ વધે છે.

આપણે ભલે પ્રકૃતિ નો આદર ન કરીએ, સંરક્ષણ ન કરીએ પણ પ્રકૃતિ હંમેશા આપણા સ્વાસ્થ્ય ની સંભાળ રાખે છે.
ઉપર્યુક્ત તમામ સમસ્યાઓ ને નિયંત્રિત કરવા આ સમય ગાળામાં કુદરત લીમડા પર ડાળે ડાળે મહોરી ઉઠે છે.

ખરી જવુ, કુંપળવું, નવપલ્લવિત થવું,મહોરવું, ફળિત થવું... આ બધુ પ્રકૃતિ ના સમય પત્રક અનુસાર થયા કરે છે. આ સમય પત્રક અનુસાર આપણા શરીર ની ઘડિયાળ નો તાલ મિલાવતા રહીએ તો સ્વાસ્થ્ય સંગીત ના મધુર સૂર અને તાલ
અવિરત ગૂંજતા રહે છે.
તો ચાલો ,
એ વિસરાયેલા તાલને, એ વિસરાયેલા સૂરને, એ વિસરાયેલા લીમડા ના મ્હોર ને ચૈત્રમહિના મા નિમ્બ પાનક ના રુપે પુનર્સ્થાપિત કરીએ.

કેવી રીતે બનાવશો નિમ્બ પાનક..?
લીમડા ને સંસ્કૃત માં નિમ્બ કહે છે.પાનક એટલે પીણુ... શરબત.

લીમડા નો મહોર ૫ ગ્રામ,૫૦ml પાણી, બે ચપટી (pinch) નમક, ચાર ચપટી કાળામરી.
આ બધાને ક્રશ કરી ગાળીને રોજ સવારે ખાલી પેટ પીવું.
* આનાથી એસિડિટી, અપચો દૂર થાય છે.
* આમ એટલે કે અનડાયજેસ્ટેડ ફુડ પાર્ટિકલ્સ નુ પાચન થાય છે,
* મધુપ્રમેહ નિયંત્રિત થાય છે.
* હરસ મસાને કારણે મળમાર્ગે થી પડતુ લોહી બંધ થાય છે.
* આળસ, પ્રમાદ ઓછા થઈ સ્ફૂર્તિ વધે છે.

વિશેષ નોંધ:
લીમડો આટલો ઉપયોગી છે આમછતાં જેમની ગરદન લાંબા સમય થી સ્ટીફ થઈ ગઈ હોય, ફેસિયલ પેરાલિસિસ હોય, ચક્કર આવતા હોય, માથાનો તીવ્ર દુખાવો હોય, આંચકી આવતી હોય, શુક્રાણુઓ ની અલ્પતા હોય તો તેમણે નિમ્બ પાનક લેતાં પહેલાં તમારા આયુર્વેદિક કન્સલ્ટન્ટ નું માર્ગદર્શન લેવું.કારણ કે તેમાં રહેલા કડવા રસ ના અતિ ઉપયોગ થી ઉપર્યુક્ત સમસ્યાઓ વધવાની સંભાવના રહે છે.

વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available
For appointment Call 8320519146

17/03/2026

કેટલું ખાઈએ તો વજન ઘટે?

વજન ઘટાડો અભિયાન
ભાગ - ૧૨

પેટ ન ભરીએ ચારે ખૂણ.
આ કહેવત આપણે અવાર - નવાર સાંભળી છે. આ કહેવત એક સંસ્કૃત શ્લોક પરથી આવી છે.
कुक्षेर् भागद्वयं भौज्येस्तृतीये वारि पूरयेत् ।
वायो:संचरणार्थाय चतुर्थमवशेषयेत् ।।
આપણી હોજરી ની ચાર ભાગમાં કલ્પના કરવામાં આવી છે. જેમાં હોજરી ના બે ભાગ સોલિડ ફૂડ એટલે કે રોટલી ,કઠોળ, શાક- ભાત થી ભરવા.ત્રીજો ભાગ પ્રવાહી ખોરાક એટલે કે સૂપ , છાશ , દાળ વગેરે પ્રવાહી ખોરાક થી ભરવો પરંતુ ચોથો ભાગ વાયુના સંચરણ માટે ખાલી રાખવો .
ખોરાક ખાધા પછી હોજરીમાં મંથન એટલે કે ખોરાક વલોવાય છે. (Churning) પરંતુ જો આ ભાગ ખાલી ન રાખીએ તો વાયુ દ્વારા થતી મંથન પ્રક્રિયા ખોરવાય. જેને કારણે ખોરાક માં પાચક સ્ત્રાવનું મિશ્રણ થતું નથી પરિણામે ખોરાકનું સંપૂર્ણ પાચન થતું નથી.
અડધા કાચા પાકા રહેલા ખોરાકમાંથી આમ એટલે Undigested food particles પેદા થાય છે, જે પોષક રસના અવશોષણમાં બાધા પહોંચાડે છે .પરિણામે મેટાબોલિઝમ ધીમું પડે છે સાથે ફેટ મેટાબોલિઝમ પણ. આખરે ચરબી વધી જાય છે
એટલે કે ભૂખ કરતાં ૨૫ ટકા ખોરાક ઓછો લો. જૈનોમાં એક વ્રત છે _ ઉણોદરા વ્રત. આ વ્રત પણ સ્વાસ્થ્ય માટે હિતકારી છે

વધુ રીલમાં .....
.....વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available
For appointment call 8320519146

Address

A18, Capital, Ashram Road Nr. Nehru Bridge
Ahmedabad
380009

Telephone

+918320519146

Website

Alerts

Be the first to know and let us send you an email when Aarogyatirth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aarogyatirth:

Share