18/09/2025
ગરદનના મણકા/ગાદીનું ઓપેરશન..
Cervical Spine Surgery - ACDF
ગરદનના ભાગે મણકા અને ગાદીની પાછળના ભાગે જતી નસ પર લાંબો સમય દબાણ રહેવાથી (Chronic spinal cord compression) હાથ-પગ માં ખાલી કે કમજોરી રેહવી, ચાલવામાં બેલેન્સ ના રેહવું, હાથમાં વસ્તુ પકડવામાં મુશ્કેલી થવી, પેશાબનો પૂરતો કંટ્રોલ ના રેહવો જેવી સમસ્યા થઇ શકે છે. નસના ભાગે સતત દબાણ રહેવાથી નસને નુકશાન થઇ શકે અને દર્દી ધીમે ધીમે પથારીવશ થવાની શક્યતા રહેતી હોય છે. સમયસર નિદાન અને સારવારથી દર્દીની સારવાર થઇ શકે છે. ડૉક્ટર ની સલાહ પ્રમાણે અમુક કિસ્સામાં ઓપરેશનની જરૂર રહેતી હોય છે.
આજના સમયમાં આ ઓપેરેશન આધુનિક સાધનો થી કરી શકાય છે, જેના ઉપયોગ થી ઓપરેશન વખતે નસને નુકશાન નુકસાન થતું અટકાવી શકાય અને ઓપરેશન બાદ પેરાલીસીસનું જોખમ નિવારી શકાય.
ડૉક્ટર અનિલ સોલંકી દ્વારા ૬૦ વર્ષના વડીલનું ઓપરેશન Operating Microscope સાથે કરવામાં આવ્યું. બીજા દિવસથી દર્દીને ચાલવાની છૂટ આપવામાં આવી. આ ઓપરેશન બાદ પથારીવશ રેહવાની જરૂર રહેતી નથી. દર્દી પોતાનું રોજીંદુ કામ કરી શકે છે.
#
#
#
#
#
#
#
# #