03/10/2023
ગુજરાત પોલીસ માટે મફત ઓર્થોપેડિક કન્સલ્ટેશન:
ગુજરાત પોલીસ, ગુજરાત ટ્રાફિક પોલીસના જવાનો અને પોલીસના અધિકારીઓને તેમની ફરજ દરમિયાન ઘણીવાર ઈજાઓ થતી હોય છે. આવી ઈજાઓના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને તેઓ પોતાની ફરજ બજાવી શકતા નથી. આથી, ગુજરાત પોલીસ અને તેના જવાનોના સ્વાસ્થ્યની કાળજી લેવાના હેતુથી, અમે તેમના માટે મફત ઓર્થોપેડિક સારવારની સુવિધા શરૂ કરી છે.
આ સુવિધા હેઠળ, પોલીસનાં જવાનો અને પોલીસ અધિકારીઓને ડો ઉરાંગ પટેલ, એમ એસ, ઓર્થોપેડિક દ્વારા ફ્રી કન્સલ્ટેશન મળશે. આ સુવિધાનો લાભ લેવા માટે, ગુજરાત પોલીસનાં જવાનો અને અધિકારીઓએ તેમના ઓળખપત્રો સાથે એચ સી સી હોસ્પિટલમાં ડો ઉરાંગ પટેલની એપોઇન્મેન્ટ લઈને જવાનું રહેશે.
અમે ગુજરાત પોલીસનાં જવાનો અને પોલીસ અધિકારીઓને આ સુવિધાનો લાભ લેવાની અપીલ કરીએ છીએ. જેથી તેઓ સ્વસ્થ રહી શકે અને તેમની ફરજ બજાવી શકે.
એડ્રેસ,
ડો ઉરાંગ પટેલ, એમ એસ, ઓર્થોપેડિક
એમ એચ સી સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ,
ત્રીજો માળ, શીતલ વર્ષા કેમ્પલેક્ષ,
હરિત ઝવેરીની સામે, શિવરાજની ચાર રસ્તા પાસે,
સેટેલાઇટ, અમદાવાદ 380015
મોબાઈલ નંબર - 095934 04040