28/03/2023
હેલ્થ અપડેટ
પથરી અને સાંધાનો દુખાવો
દૂર કરવો હોય તો આ બે
શાકભાજીના જ્યુસ પીવો
શું તમારા શરીર, પગ, આંગળીઓ, પંજા, પીઠના
નીચેના ભાગમાં ગંભીર દર્દ થાય છે આ સમસ્યા
યુરિક એસિડ લેવલ વધવાનો સંકેત હોઈ શકે છે.
પગમાં કે સ્નાયુઓના સાંધામાં દુખાવો યુરિક
એસિડ વધવાથી જ થાય છે. ખાવા-પીવાની ખરાબ
આદતો, ખરાબ લાઇફસ્ટાઇલ અથવા બહુ વધારે
પડતા તણાવના કારણે શરીરમાં યુરિક એસિડનું
લેવલ વધી શકે છે. યુરિક એસિડ કિડની, લીવર
અને હૃદયની કામગીરીને ખરાબ કરી શકે છે.
તેનાથી શરીર અને સ્નાયુઓમાં દુખાવો વધી શકે
છે. હાયપર યુરિસેમિયા, કિડનીમાં પથરી, સંધિવા
અને ગાઉટનું જોખમ રહે છે. કેટલાક ખાસ જ્યૂસ
યુરિક એસિડ લેવલ ઘટાડવામાં મદદ કરી શકે છે.
યુરિક એસિડ ઘટાડવા ઘણી દવાઓ ઉપલબ્ધ છે
પરંતુ સૌથી સરળ રસ્તો છે ખાવા-પીવાની ટેવોમાં
ફેરફાર, માછલી, બિયર, વાઇન, રેડ મીટ, કેળા,
બ્રોકોલી જેવી વસ્તુઓ ટાળવી જોઈએ.
કાકડીનો રસ
કાકડીના જ્યૂસમાં લીંબુનો રસ મિક્સ કરીને
પીવાથી લીવર, કિડનીને ડિટોક્સ કરવામાં મદદ
મળે છે અને બ્લડ ફ્લોમાં યુરિક એસિડ લેવલ
ઓછું થાય છે. કાકડીના જ્યૂસમાં પોર્ટેશિયમ અને
ફોસ્ફરસ હોવાના કારણથી આમ થાય છે, જે
કિડનીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
ગાજરનો રસ
ગાજરના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને
પીવાથી યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે,
કારણ કે ગાજરના જ્યૂસમાં એન્ટિઓક્સિડન્ટ,
વિટામિન એ, ફાઇબર, બીટા કેરોટીન અને
મિનરલ્સ હોય છે, જે વધેલા યુરિક એસિડથી
થનારું નુકસાન ઓછું કરે છે. લીંબુમાં
એન્ટિઓક્સિડન્ટ, વિટામિન સી હોય છે, જે
મ્યૂનિટીને વધારે છે.