25/04/2025
25/04/21 લઈને આજે 25/04/25 ચાર વર્ષ તમને ગયે થઈ પણ ગયા. તો પણ હજુ તમારો નિખાલસ હસવાનો અવાજ રોજ સંભળાય છે. હું કોઈ ટેન્શનમાં હોઉં ત્યારે તું ચિંતા ના કરીશ, બધું થઈ જશે એમ સહજતા થઈ કહીને વિશ્વાસ અપાવનાર તમારી ખરેખર ખૂબ યાદ આવે છે. તમે બહુ બોલતા નહીં એ વાતની મને હંમેશા ફરિયાદ રહેતી, તહેવારો ના ગમે, ક્યાંય આવા જવાનું વધારે નહીં, પણ તમને ખાવાનો શોખ એટલે મને તમારા માટે નવું નવું લાવવાની મજા આવતી. આપણી નવી કાર આવી અને તમારા અસ્તિત્વમાં એક નવો પ્રાણ આવ્યો હતો અને એ પછીના ૩ જ મહિના તમે સાથે રહ્યા. પણ એ ત્રણ મહિનામાં મેં તમારું નવું સ્વરૂપ જોયેલું. આપણે કેટલા બધા પ્લાન કરેલા કે કારમાં ભરતપુર સેન્ચ્યુરી જોવા જઈશું, તમને પોંડિચેરી લઈ જવા હતા અને બીજે કેટલીય જગ્યા એ જવાનું નક્કી કર્યું હતું. છેલ્લા ૩ મહિનામાં તમે ખૂબ ખુશ હતા પપ્પા અને મને લાગ્યું કે ચાલો હવે પપ્પા સરસ જીવશે પણ એ જોવાય એ પહેલા તો તમે જીવન આટોપી લીધું. તમે મારી સાથે જ છો એ મને ખબર છે પણ તમારી બાળકવૃત્તિ, સંવેદનશીલતા, જેને જે મળે કરી શકાય એ કરવાની આદત એ બધું મિસ થાય છે પપ્પા. આપણે વધારે વાતો કરી હોત તો કેટલું સારું હોત મને તમારી સાચી બાજુ જોવા મળી હોત એવું મને ખૂબ લાગે છે પણ હું સમજી છું કે તમે એ કેમ નતા કરી શકતા. તમારા ગાલ ખેંચવાનું બઉ મન થાય છે. I miss you Paplaa, I love you.