03/10/2023
કશ્મીર જવા માટે અમદાવાદથી સીધી કોઈ ફ્લાઈટ નથી પણ દિલ્હી થઈ જઈ શકાય.
હવાઈયાત્રા માટે હાલ ટાટાએ ટેક ઓવર કરેલી એર ઇન્ડિયા ઉત્તમ છે. એના એરબસ કેટેગરીનાં એરક્રાફ્ટ ૧૬૦ ઉપરાંતની ઓક્યુપન્સી ધરાવે છે. પ્રમાણમાં સર્વિસ પણ સારી હોય છે.
દિલ્હીથી ઉડાન પછી ૪૦ મીનીટ પછી હિમાલયન પહાડીઓ શરૂ થાય જે ઉનાળા પછી બરફ વગરનાં ખુલ્લા અગ્નિકૃત ખડકોના બનેલ પર્વતમાળાઓ દેખાયા પછી શ્રીનગર એરપોર્ટ જે એક સપાટ ખુલ્લા મેદાનમાં બનેલું એ આવે છે.
૬૩ મીનિટની ઉડાન ભર્યા પછી ડીફેન્સ એરબેઝ શ્રીનગર એરપોર્ટ આવે .
અહીં ફોટો / વીડીયોગ્રાફી સ્ટ્રીક્ટલી પ્રોહિબિટેડ છે. બહાર પરમવીર ચક્ર વિજેતા મેંજર સોમનાથ શર્મા, બ્રિગેડીયર રાજેન્દ્રસિંહ એમવીસી, અને લાયન ઑફ બારામુલ્લા જેનબ મકબૂલ શેરવાનીના પુતળા છે.
આખા શ્રીનગરમાં સુરક્ષા એટલી કડક છે કે, લગભગ દર ચાર રસ્તા, મહત્વની ઇમારતો , ધાર્મિક અને જાહેર સ્થળો પર બીએસફના જવાનો અને વાહનો તહેનાત છે. આમ છતાં જનજીવન અત્યંત સરળ અને સામાન્ય . આમ આદમી, બોટવાળાઓ, શિકારાવાળાઓ ,સામાન્ય વેપારી , કે કોઈને પણ કોઈ પણ પ્રકારની દેહશતનો ભાર અહીં નથી. વેપાર ધંધા સામાન્ય છે. અવર જવર બે રોકટોક . ઈન્ટરનેટ ચાલુ છે. હા , જો તમે ભારતનાં બીજા કોઈ ભાગમાંથી આવવાનાં હો તો તમારૂ પ્રી પેઇડ કાર્ડ અહીં નહીં ચાલે. તમારે જિઓ / એરટેલ / બીએસએનએલનું પોસ્ટ પેઈડ કાર્ડ ખરીદવું પડશે.
શ્રીનગર ભારતનાં કોઈ બીજાં સામાન્ય શહેર જેવું જ ભીડભાડ વાળુ, ટ્રાફિકવાળું પણ ઓછી ગંદકી ધરાવતું શહેર છે. મોટેભાગે પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસીઓ પર નભતું શહેર છે.
ડાલ લેકમાં શિકારામાં રહેવાનો રોમાંચ જીવનમાં એક વાર માણવા જેવો છે. ચોતરફ ઘણી બધી હાઉસ બોટો . એક હાઉસબોટની કિંમત ક્યારેક કરોડો ઉપર હોય છે. ૨-૪ કરોડની હાઉસ બોટ સામાન્ય છે. ઘર / હોટલ જેવી તમામ સગવડો ધરાવતી એક હાઉસ બોટ સાત કરોડની છે. હાઉસ બોટ અખરોટનાં ઝાડના લાકડામાંથી અને દેવદારનાં વૃક્ષોનાં લાકડા પર સો એક વર્ષ ઉભી રહી શકે. એકથી વધારે હાઉસ બોટો સો થી વધારે વર્ષ જૂની છે.આપણે ફિલ્મોમાં જે શિકારાઓ જોઈએ છીએ તે એક શિકારાની કિંમત ૨-૭ લાખ રૂપિયા જેટલી હોય છે. જેટલી સજાવટ વધારે એટલી કિંમત વધારે. ડાલ લેક ૨૨ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું , વધુમાં વધુ ૧૫ ફીટની અને સરેરાશ ૦૮ ફીટની ઉંડાઇ ધરાવતું પહાડીઓથી ધેરાયેલું સરોવર છે. સેંકડોના હિસાબે હાઉસ બોટ અને શિકારાઓ છે. ફ્લોટિંગ માર્કેટ છે. તમારાં શિકારાની પાસે આવી બીજા શિકારાઓનાં વેપારીઓ જવેલરી, ફુટ, કાવો,મકાઇ ડોડા, કશ્મીરી વાનગીઓ, હાથ બનાવટની ચીજો, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, કેસર, શાલ, કશ્મીરી સ્વેટર જેકેટ્સ , હેન્ડલુમની વસ્તુઓ વેચી જાય. સરોવરની મધ્યમાં નેહરૂ ગાર્ડન છે. અહીં ઘણી હિંદી ફિલ્મોનાં શુટિંગ થયેલા છે ( कश्मीरकी कली , जब जब फुल खीले, हैदर ).
ફ્લોટિંગ માર્કેટમાં ભાવતાલ કરવા જ પડે ૭૦૦ની વસ્તુ ૩૦૦ માં પણ આપે .
હાઉસ બોટમાં રાત ગુજારવાની કલ્પના જ રોમાંચિત કરી નાખનારી છે. - ડૉ. વિજય . દવે.