13/08/2023
*ડાયાલિસિસ ના દર્દીઓ નું ગુજરાત માં હવે ભાવિ રામભરોસે*
મિત્રો ,
એક બહુ દુઃખ અને આઘાત સાથે વાત કરવી પડે છે કે ગુજરાતની સરકારે PM JAY યોજના અંતર્ગત ચાલતા ડાયાલિસિસ માટે મળતી રકમ અચાનક જ ૨૦૦૦ માંથી ૧૬૫૦ કરી નાખી છે..
તેઓએ છેલ્લા 8 વર્ષમાં દરમાં વધારો કર્યો નથી પરંતુ તેનાથી વિપરીત 17% ટકા ઘટાડો થયો છે.
ગુજરાત માં મોટા ભાગના ડાયાલિસિસ ના દર્દીઓ PMJay યોજના અંતર્ગત જ ડાયાલિસિસ કરાવે છે.. આ યોજના હેઠળ ચાલતા પ્રાઇવેટ સેન્ટર માં ડાયાલિસિસની સાથે સાથે દવાઓ અને ઇન્જેકશનો,લેબ રીપોર્ટસ,સેન્ટ્રલ એસી ની સુવિધા,ખાવાપીવા ની સુવિધા, આવા જવા ના ૩૦૦રૂપિયા અને કિડની ના નિષ્ણાત સાહેબ દ્વારા તપાસ આ બધું જ મફત આપવામાં આવે છે..
આ બધા ખર્ચાઓને પહોંચી વળવા ૨૦૦૦રૂપિયા એક ડાયાલિસિસ ના એમ સરકાર અત્યાર સુધી આપતી હતી. આજના મોંઘવારીના જમાનામાં આ ૨૦૦૦ રૂપિયા માં પહોંચી વળવું બહુ જ મુશ્કેલ હતું એમાં આ PMJAY ને શું સૂઝ્યું કે વગર વિચારે સીધા ભાવ ઘટાડીને ૧૬૫૦ કરી નાખ્યાં..
આ ભાવ માં હવે પ્રાઇવેટ માં ૧૦૦૦૦૦ જેટલા ડાયાલિસિસ મફત કરતા સેન્ટરો ને હવે ડાયાલિસિસ યોજના બંધ કરવા સિવાય હવે કોઈ છૂટકો જ નથી..
આ PMJAY ૧૦ લાખ સુધી મફત સેવાઓની તો જાહેરાત કરી પણ પાછલા બારણે સેવાઓ કઈ રીતે ખેંચી લેવી એની પણ વ્યવસ્થા સારી રીતે કરી નાખી.
હવે ડાયાલિસિસના દરદીઓ ગુજરાત સરકાર દ્વારા ચાલતા સરકારી સેન્ટરમાં ડાયાલિસિસ કરવા મજબૂર બનશે,Pmjay યોજના પ્રાઇવેટ હોસ્પિટલ માં સારી સારવાર ફ્રી માં મળે તે માટે કરવામાં આવી રહી છે, બાકી સરકારી હોસ્પિટલ માં ફ્રી સારવાર તો પેલા પણ હતી જ ને.
મિત્રો, આવું થવાથી કિડની ના દર્દી ઓ ને ખુબ તકલીફ પડશે.
તમે આ પોસ્ટ ને બને તેટલી share કરો અને આ વાત દરેક લોકો સુધી પહોંચાડો.આ યોજના માટે જો ૧૬૫૦ રૂપિયા થઈ ગયા તો પછી કંઈ થઈ શકશે નહિ.તમારા ઘર માં કે આજુબાજુ કોઈ ડાયાલિસિસ કરાવતું હોય તો તમને ખ્યાલ જ હશે કે એમને કેટલી તકલીફો પડતી હોય છે ,આ તકલીફ માં વધારો કરવા સિવાય સરકારે કઈ કર્યું નથી.
જો તમે કિડની ના દર્દીઓ ને મદદ કરવા માંગતા હોય તો આજે જ PMJay હેલ્પલાઇન નંબર 14555 પાર કોલ કરો.