05/09/2024
તા.૦૪/૦૯/૨૦૨૪ના રોજ શામળાજી હોસ્પિટલ ખાતે શ્રી કે.આર. કટારા નર્સિંગ, આર્ટસ કોલેજ અને બી.એડ કોલેજ તથા એનએનએસ યુનિટ શામળાજી, શામળાજી હોસ્પિટલ સ્ટાફ પરીવાર તથા શામળાજી અને આસપાસના વિસ્તારના રક્તદાતાઓના સહયોગથી રક્તદાન શીબિરનું આયોજન કરવામાં આવ્યું. હોસ્પિટલના વહીવટદારશ્રી કપિલભાઇ વ્યાસ અને ડો.વિપુલ ઓઝા તથા મેડીકલ ઓફીસરશ્રીઓ ધ્વારા રક્તદાન શીબીરની શરૂઆત કરવામાં આવી. રક્તદાન શીબીરમાં કુલ ૭૧ યુનિટ બ્લડ જીએમઇઆરએસ હોસ્પિટલ હિંમતનગર બ્લડ બેંક દ્વારા એકઠું કરવામાં આવ્યું. જે જરૂરતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડબેંક દ્વારા ફાળવવામાં આવશે. આ શિબિર સફળતાપૂર્વક પાર પાડવા બદલ શામળાજી હોસ્પિટલ શામળાજી અને આસપાસના વિસ્તારના રકતદાતાઓનો ખૂબ જ આભાર માને છે. નર્સિગ તથા આર્ટસ કોલેજના જે વિધાર્થીઓએ રકતદાન કરેલ છે તેમના બી-થેલેસિમિયાના તથા સિકલ સેલની તપાસ અમે મફત કરી આપીને રીપોર્ટ કાર્ડ આપેલ છે. જેથી તેઓ ભવિષ્યમાં જીવનસાથીની પસંદગી વખતે ધ્યાન રાખે જેથી ભાવિ પેઢીમાં થેલેસિમિયા તથા સિકલ સેલ રોગની નાબુદી સંપૂર્ણપણે થઇ શકે. આ આપણાં વડાપ્રાધનશ્રીનું સ્વપ્ન તથા સંકલ્પ પણ છે જેમાં અમે યથાયોગ્ય ફાળો આપીએ છીએ.