Mahila Vikas

Mahila Vikas Join us

08/02/2023
23/07/2022
દુનિયામાં 12.50 કરોડ લોકોસોરાઇસીસની તકલીફથી હેરાન» સોરાઇસીસથી પરેશાનલોકોએ માનસિક તણાવનેકંટ્રોલમાં રાખવો આવશ્યકદુનિયાભરમા...
24/07/2021

દુનિયામાં 12.50 કરોડ લોકો
સોરાઇસીસની તકલીફથી હેરાન
» સોરાઇસીસથી પરેશાન
લોકોએ માનસિક તણાવને
કંટ્રોલમાં રાખવો આવશ્યક

દુનિયાભરમાં લગભગ 12.50 નવી વચાના કોષો ઉત્પન્ન કરે છે જે
કરોડ લોકો સોરાઈસીસથી પરેશાન જૂના કોષોને ૧૦થી ૩૦ દિવસમાં બદલે
છે. તેમાંય વળી માનસિક તણાવના છે. સોરાઈસીસમાં નવી ત્વચાના કોષો
કારણે સોરાઈસીસથી પીડિત દર્દીઓની ૩થી ૪ દિવસમાં રચાય છે. તેથી ચામડી
તકલીફમાં વધારો થઈ જતો હોય છે. સૂકી થઇ જાય છે અને ખંજવાળ આવે
માટે જ તબીબો સૌરાઈસીસથી પરેશાન છે. ઘણા કિસ્સામાં લાલ અને ચાંદી જેવા
લોકોને માનસિક તણાવને નિયંત્રિત ડાઘા પડી જાય છે. તબીબોના જણાવ્યા
કરવો જરૂરી હોવાનું જણાવી રહ્યા છે. મુજબ સોરાઇસીસ પીડિત દર્દીની
વિશ્વમાં સોરાઇસીસ અંગેની જાગૃતિ તક્લીફ માનસિક તણાવમાં વધી જાય
લાવવા રશ્મી ઓક્ટોબરે વિશ્વ છે. આથી સોરાઈસીસ પીડિત દર્દીઓએ
સોરાઈસીસ જાગૃતિ દિવસ મનાવાય છે. માનસિક તણાવ નિયંત્રિત કરવો જરૂરી
ડર્મેટોલોજિસ્ટ ડો. અશુલ વોરમેનના છે. આ માટે નિયમિત કસરત કરવી,
જણાવ્યા મુજબ સોરાઈસીસ એ ઓટો સારી ઊંઘ લેવી, જેના લીધે તણાવ
ઇમ્યુન સ્થિતિ છે. જેમાં નવી ત્વચાના વધતો હોય તેવી પરિસ્થિતિથી દૂર રહેવું
કોષ ઝડપથી વિક્સે છે. આપણું શરીર જરૂરી છે.

18/03/2021
રૂપિયા માટે આત્મહત્યા કેમ ?બનો અમારા ચેનલ પાર્ટનર અને વગર મૂડી રોકાણે આવક મેળવોNO MLM
15/03/2021

રૂપિયા માટે આત્મહત્યા કેમ ?
બનો અમારા ચેનલ પાર્ટનર અને વગર મૂડી રોકાણે આવક મેળવો
NO MLM

This is how our body system looks like, it's made up of cells just same way  cars are made up of  wires. when the wiring...
08/03/2021

This is how our body system looks like, it's made up of cells just same way cars are made up of wires. when the wiring in the car is having issues, your car will be having different faults until you fix it. This applies to human body, once some part of the cells are not working well, we can't be healthy anymore, you will be having different health challenges . This particular health challenges gets worsen daily if it's not properly taken care of or treated. This is why we all need stem cell therapy, whether you are sick or not, you need stem cell to rejuvenate all your body system.

એક કીમોથેરાપી દર્દીને દસ એંટીબાયોટિક્સ એક સાથે આપવા જેટલુ ખતરનાક છે અને તમે તે સારી રીતે જાણતા હશો કે એંટીબાયોટિક્સ લેવા...
05/03/2021

એક કીમોથેરાપી દર્દીને દસ એંટીબાયોટિક્સ એક સાથે આપવા જેટલુ ખતરનાક છે અને તમે તે સારી રીતે જાણતા હશો કે એંટીબાયોટિક્સ લેવાથી આપણા શરીરને કેટલુ નુકસાન થઇ શકે છે. આ ઉપરાંત કેન્સરમાં રેડિએશનથી સારવાર પણ જોખમભર્યુ હોઇ શકે છે. એક્સપર્ટ્સ કહે છે કે હાઇ એનર્જી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન પણ કેન્સરનું એક કારણ હોઇ શકે છે.

ડો. નંદિતા શાહ કહે છે કે આ પ્રકારની સારવારને સંપૂર્ણ રીતે એવોઇડ કરવી શક્ય નથી. જો કે તેને મિનિમાઇઝ કરવુ જરૂરી છે. તેના માટે કેટલાંક એવા કેન્સર સર્વાઇવર્સ પાસેથી પ્રેરણા લેવી જોઇએ, જેમણે આ બીમારીને હરાવી છે. ડો. નંદિતા શાહે આ વિષયમાં ‘ક્રિસ બીટ કેન્સર’ના લેખક ક્રિસ વોર્કનો ઉલ્લેખ કર્યો છે.

ક્રિસ વોર્ડ કોલોરેક્ટલ કેન્સરથી પીડિત હતા. તેઓ યુવાન હતા. નવા-નવા લગ્ન થયા હતાં અને તેઓ પિતા બનવા માગતા હતા. ક્રિસ મેડિકલ ટ્રીટમેંટ દ્વારા આ બિમારીનો ઇલાજ કરવા માગતા હતાં. તેથી તેમણે કેન્સરને હરાવવા માટે એક અલગ જ રસ્તો પસંદ કર્યો, જેવો કે દુનિયાભરમાં અનેક લોકો પણ કરે છે.

ક્રિસે પોતાના ડાયેટમાં તાજી શાકભાજીઓ અને ફળોનું સેવન શરૂ કર્યુ. તેણે કાચા શાકભાજી ખાવાના શરૂ કર્યા. માનવી સિવાય દુનિયાની દરેક પ્રજાતિ ફળ-શાકભાજી કાચા જ ખાય છે. આ ઉપરાંત ક્રિસે રિફાઇનરી પ્રોડક્ટ્સથી એકદમ અંતર જાળવી લીધુ. શુગર, મેંદો, ચોખા અને તમામ પ્રકારના રિફાઇનરી ઑયલ હવે તેની થાળીમાંથી દૂર થઇ ચુક્યા હતા. ક્રિસે એનિમલ પ્રોડક્ટ પર પણ સંપૂર્ણ રીતે પ્રતિબંધ મુકી દીધો હતો.

ક્રિસની લાઇફસ્ટાઇલમાં અચાનક બદલાવ આવ્યો હતો. તે ધીરે-ધીરે પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરતો રહ્યો. કેન્સર સામે લડતાં ક્રિસે પોતાનો અનુભવ શબ્દોમાં પરોવવાનું શરૂ કરી દીધું હતું. તેણે પોતાની કેન્સરની પૂરી કહાની લખી દીધી હતી. ક્રિસ આજે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેના બે બાળકો છે જે હવે ઘણાં મોટા થઇ ચુક્યા છે.

ડોક્ટર શાહ કહે છે કે ક્રિસની રિકવરી પાછળ તેનું મજબૂત મનોબળ હતુ, જેણે બિમારી સામે તેને ઝૂકવા ન દીધો. સામાન્ય રીતે જ્યારે લોકોને કેન્સર થઇ જાય છે તો સૌથી પહેલા તેના મનમાં એક જ વાત આવે છે કે મારી સાથે આ શું થયું. જ્યારે આવી બીમારીમાં આપણે આપણી મનોસ્થિતિ બદલવાની જરૂર હોય છે. આરામ, તણાવ, એક્સરસાઇઝ, ખાન-પાન અને લાઇફસ્ટાઇલમાં બદલાવ દ્વારા બીમારીને વધતી રોકી શકાય છે.

મીઠાશ માટે આજે જ ખાંડને છોડી દો, આ હેલ્ધી અને નેચરલ વિકલ્પોનો કરો ઉપયોગમીઠા(Salt) ની જેમ, ખાંડ (Salt) પણ આપણા આહારનો એક ...
05/03/2021

મીઠાશ માટે આજે જ ખાંડને છોડી દો, આ હેલ્ધી અને નેચરલ વિકલ્પોનો કરો ઉપયોગ
મીઠા(Salt) ની જેમ, ખાંડ (Salt) પણ આપણા આહારનો એક અભિન્ન હિસ્સો છે અને આપણો ખોરાક મીઠાશ વિના અધૂરો માનવામાં આવે છે. પરંતુ ઘરોમાં વપરાયેલી સામાન્ય રીતે શુદ્ધ ખાંડ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી. આ ખાંડના વધુ પડતા સેવનને કારણે ડાયાબિટીઝ (Diabetes), મેદસ્વીપણા (Obesity), હ્રદયરોગ (Obesity), કેન્સર (Cancer) જેવા અનેક રોગો અને દાંતના સડાથી પણ સમસ્યાઓ થઈ શકે છે. આ કારણ છે કે આ દિવસોમાં બજારમાં કૃત્રિમ સ્વીટનર્સ ભરપુર માત્રામાં છે.

ખાંડ અને કૃત્રિમ સ્વીટન બંને નુકસાનકારક છે
પરંતુ કૃત્રિમ સ્વીટનર (Artificial Sweetner)આરોગ્ય માટે ક્યાંય પણ ફાયદાકારક નથી. તેમની ઘણી આડઅસરો પણ છે જેમ કે વજન વધારવું, મગજની ગાંઠની સમસ્યાન (Brain Tumour), મૂત્રાશયનું કેન્સર (Bladder Cancer), વગેરે. આવી સ્થિતિમાં, કોઈપણ ફાઇબર અથવા પ્રોટીન વિના, ત્યાં બજારમાં ઉચ્ચ કેલરી અથવા કૃત્રિમ સ્વીટન સાથેની ખાંડ હોય છે, આ બંને ઘણી રીતે આરોગ્ય માટે હાનિકારક છે. તેથી, સ્વસ્થ રહેવા માટે, મીઠાઈ છોડવાની જરૂર નથી, પરંતુ મીઠાશ માટે ખાંડને બદલે, નેચરલ વિકલ્પો (Natural Substitute)નો ઉપયોગ કરો જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આ કુદરતી વિકલ્પો પસંદ કરો

સ્ટીવિયા
સ્ટીવિયા (Stevia)એક કુદરતી સ્વીટનર છે અને સ્ટીવિયા રિબોડિઆના નામના છોડના પાંદડામાંથી સ્ટીવિયા ખાંડ મળે છે. દક્ષિણ અમેરિકાના લોકો 1500 વર્ષ પહેલાથી સ્ટીવિયા પ્લાન્ટનો સ્વીટનર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. સ્ટીવિયામાં શૂન્ય કાર્બોહાઇડ્રેટ, શૂન્ય કેલરી હોય છે અને બાકીના કૃત્રિમ સ્વીટનની જેમ, સ્ટીવિયાની પણ આડઅસર થતી નથી.

ગોળ
ગોળને મીઠાશ માટે વાપરો કારણ કે ગોળ પાચન, અસ્થમા અને શરદી અને ખાંસીથી રાહત માટે ફાયદાકારક માનવામાં આવે છે. ગોળમાં ખનીજ અને વિટામિનની સાથે આયર્ન, કેલ્શિયમ, જસત વગેરે પણ જોવા મળે છે, જે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેથી, એનિમિયાના દર્દીઓ ગોળ પણ ખાઈ શકે છે અને ગોળ ઈમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે. તેથી, ખાંડને બદલે ગોળનું સેવન કરો.
મધ
મધ (Honey)ને હેલ્ધી અને સુપરફૂડની કેટેગરીમાં રાખવામાં આવે છે. વિટામિન બી6 ઝીંક, આયર્ન, પોટેશિયમ, એન્ટીઓકિસડેન્ટ્સ જેવા ઘણા બધા પોષક તત્વોથી સમૃદ્ધ છે જે પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે અને ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. ઉપરાંત, 1 ચમચી મધમાં ફક્ત 64 કેલરી હોય છે. તેથી વજન ઘટાડવા માટે પણ તે ફાયદાકારક છે. મીઠાશ માટે, ખાંડને બદલે મધનો ઉપયોગ કરી શકાય છે.

ખજૂર
મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, વગેરેથી સમૃદ્ધ ખજૂર (Dates) જેને ડેટ્સ પણ કહેવામાં આવે છે, તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને પોષક તત્વોથી ભરપુર હોવાને કારણે તંદુરસ્ત પણ હોય છે. ખજૂર કાર્બ્સ, ચરબી અને પ્રોટીનને શોષી અને પચાવવામાં પણ મદદ કરે છે. આ સાથે, ખજૂર લોહીમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. તેથી, જો તમે ઈચ્છો છો, તો તમે તમારા ખોરાકમાં મીઠાઇ તરીકે ખજૂરને શામેલ કરી શકો છો.

નાળિયેર ખાંડ
નાળિયેર પાણી, નાળિયેરનું દૂધ, નાળિયેર તેલનો ઉપયોગ તો તમે કર્યો જ હશે, પરંતુ આ દિવસોમાં એક બીજી બાબત ખૂબ પ્રખ્યાત થઈ છે અને તે છે નાળિયેર ખાંડ (Coconut Sugar). તે શ્રેષ્ઠ કુદરતી સ્વીટનર માનવામાં આવે છે. તેમાં ઓછી ગ્લાયસિમિક ઇન્ડેક્સ છે અને તે ખનિજોથી પણ સમૃદ્ધ છે. કોકોનટ શુગરને નાળિયેરના રસમાંથી તૈયાર કરવામાં આવે છે અને આ દિવસોમાં, નાળિયેર ખાંડ સરળતાથી બજારમાં મળી રહે છે.

ગુજરાતમાં આ કેન્સરના સૌથી વધુ કેસ : જીભનું કેન્સર બીજા ક્રમે, વર્ષે 30 હજાર દર્દીઓ લેશે સારવારદેશના ગુજરાત રાજ્યમાં જીવલ...
05/03/2021

ગુજરાતમાં આ કેન્સરના સૌથી વધુ કેસ : જીભનું કેન્સર બીજા ક્રમે, વર્ષે 30 હજાર દર્દીઓ લેશે સારવાર

દેશના ગુજરાત રાજ્યમાં જીવલેણ કેન્સરના દર્દીઓનું પ્રમાણ ખતરનાક રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં નોંધાતા કેન્સરના પુરૃષ દર્દીઓમાં સૌથી વધુ ૨૧.૮૧ ટકા દર્દીઓ મોઢાના કેન્સરના છે, ત્યરબાદ જીભના કેન્સરના દર્દીઓનું પ્રમાણ ૧૦.૮૯ ટકા છે. જ્યારે સ્ત્રીઓમાં સૌથી વધુ કેસ સ્તનના કેન્સરના નોંધાય છે અને બીજા ક્રમે ગર્ભાશયના કેન્સરના કેસો નોંધાય છે. ગુજરાતની ઘણી મહિલાઓમાં ગુટખાના વ્યસનનો વ્યાપ વધુ હોવાથી ગુજરાતમાં સૌથી વધુ મોઢાના કેન્સરના કેસો નોંધાય છે.

કેન્સરના દર્દીઓનું પ્રમાણ ખતરનાક રીતે આગળ

મહિલાઓમાં ગુટખાના વ્યસનનો વ્યાપ વધુ
સમગ્ર ગુજરાતના કેન્સર હોસ્પિટલોના મુખ્ય કેન્દ્ર એવા જી.સી.આર.માં નોંધાયેલા આંકડા પ્રમાણે વર્ષ દરમિયાન આવતા કેન્સરગ્રસ્ત પુરુષ દર્દીઓમાંથી ૨૧.૮૧ % દર્દીઓને મોંઢાનું, ૧૦.૮૯ % દર્દીઓને જીભના ભાગનું, ૯.૭૪% દર્દીઓને ફેફસાનું, ૪.૨૭% દર્દીઓને અન્નનળીનું અને ૩.૯૮ દર્દીઓમાં લ્યુકેમીયાનું કેન્સર જોવા મળે છે. જ્યારે દર્દીઓઓમાં ૨૧.૫ ટકા સ્તનનું(બ્રેસ્ટ) કેન્સર, ૧૪.૨૩% ગર્ભાશયનું કેન્સર, ૭.૭૨% મોઢાનું અને ૫.૧૩ ટકા દર્દીઓમાં જીભના ભાગનું કેન્સર જોવા મળે છે.

મોઢાનું અને ૫.૧૩ ટકા દર્દીઓમાં જીભના ભાગનું કેન્સર
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ગુજરાત કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે ૩૦ હજારથી વધુ દર્દીઓ કેન્સરની સારવાર મેળવે છે. જેમાંથી રાજ્ય બહારના ૨૫થી ૩૦ ટકા બહારના રાજ્યના દર્દીઓનો સમાવેશ પણ થાય છે. કેન્સર હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સાયબર નાઇફ, ટોમોથેરાપી અને લિનિયર એક્સીલેટર જેવા તમામ પ્રકારના અત્યાધુનિક ઉપકરણો ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં ડિજીટીલ મેમોગ્રાફી, ડીજીટલ એક્સ-રે, પેટ સીટી જેવા અત્યાધુનિક મશીનથી રોગનું વહેલી તકે નિદાન કરવામાં આવે છે અને ત્યારબાદ મેડિકલ ઓન્કોલોજી વિભાગ દ્વારા કિમોથેરાપી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનો થેરાપી, જેવી વિવિધ સારવાર આપવામાં આવે છે.

કિમોથેરાપી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનો થેરાપી, જેવી વિવિધ સારવાર આપવામાં આવે છે
આ ઉપરાંત કેટલાંક કેસમાં સર્જરી પણ હાથ ધરવામાં આવે છે. અહીં વર્ષ ૨૦૧૯માં ૬૮૭૩ અને વર્ષ ૨૦૧૮માં ૭૨૩૮ દર્દીઓએ રેડીએશન થેરાપી અને વર્ષ ૨૦૧૯માં ૪૯૬૧૧ , વર્ષ ૨૦૧૮માં ૫૦૧૩૬ દર્દીઓએ કીમો થેરાપીની સારવાર મેળવી હતી.

કેન્સર અટકાવવાના ઉપાયો

શરીરના મોંઢા અને ગળાના ભાગમાં થયેલા કેન્સરને અટકાવવા માટે ખાસ કરીને કોઇપણ પ્રકારનું વ્યસન ટાળવું જોઇએ, મ્હોંની સ્વચ્છતા જાળવવી તેમજ દિવસમાં બે વાર બ્રશ કરવું જોઇએ. તૂટેલા દાંત કે બરાબર બંધ ન બેસતા દાંતના ચોકઠાની દાંતના તબીબ પાસે તાત્કાલિક સારવાર કરાવવી જોઇએ બને ત્યાં સુધી દર મહિને અરીસા સામે ઉભા રહી મોઢાની તપાસ કરવી જોઇએ. સ્તનના કેન્સરને અટકાવવા માટે વર્ષમાં એક વાર નિષ્ણાંત તબીબ દ્વારા સ્તનની તપાસ કરાવવી જોઇએ. ૩૫ વર્ષ પછીની ઉંમરે દરેક વ્યક્તિએ ડોક્ટરની સલાહ પ્રમાણે મેમોગ્રાફી કરાવવી જોઇએ.

ભારતમાં 1,300 લોકો રોજ Cancer મરે છે, હજુ ન ચેત્યા તો ‘કેન્સરની સુનામી’ આવશેકેન્સર(Cancer)ના દર્દીઓની સફળ સારવાર અને આ ઘ...
05/03/2021

ભારતમાં 1,300 લોકો રોજ Cancer મરે છે, હજુ ન ચેત્યા તો ‘કેન્સરની સુનામી’ આવશે
કેન્સર(Cancer)ના દર્દીઓની સફળ સારવાર અને આ ઘાતક બીમારી અંગે મહત્વપૂર્ણ સંશોધનોના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત ભારતીય મૂળના બે અમેરિકન ડોક્ટરોએ ભારત અંગે ચેતવણી આપી છે. ડોક્ટર દત્તાત્રેયુડુ નોરી અને ડોક્ટર રેખા ભંડારીએ ભારતને ચેતવણી આપી છે કે તાત્કાલિક અને પર્યાપ્ત પગલાં ઉઠાવવામાં નહીં આવે તો દેશમાં ટૂંક સમયમાં ‘કેન્સરની સુનામી’ આવશે.

ભારતમાં Cancerની સુનામી

કેન્સર(Cancer)ની બીમારીના પ્રખ્યાત નિષ્ણાત ડોક્ટર દત્તાત્રેયુડુ નોરી આ ઘાતક બીમારીથી પીડિત અનેક અગ્રણી ભારતીય નેતાઓની સારવાર કરી ચૂક્યા છે. આ નેતાઓમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત નીલમ સંજીવ રેડ્ડીનો સમાવેશ થાય છે. ડોક્ટર રેખા ભંડારી પીડા નિવારક દવાઓના ક્ષેત્રમાં સંશોધન માટે પ્રખ્યાત છે. બંનેએ જણાવ્યું છે કે હેલ્થ એજ્યુકેશન અને રોગના પ્રારંભિક તબક્કામાં ઓળખવાના પ્રયાસો મારફત જ ભારતને ‘કેન્સરના સુનામી’થી બચાવી શકાય છે.

Cancerથી દૈનિક 1,300 લોકોની મોત

ભારતમાં દૈનિક 1,300 લોકોના મોત કેન્સરથી જ થઈ રહ્યા છે. ભારતીય મૂળના બંને ડોક્ટરોએ ચેતવણી આપી છે કે તાત્કાલિક પર્યાપ્ત અને યોગ્ય પગલાં ઊઠાવવામાં આવે તો ભારતમાં કેન્સરની બીમારી વિનાશક હદે વકરી શકે છે. નોરીએ જણાવ્યું કે, ભારતમાં દરરોજ કેન્સરથી 1,300 લોકોના મોત થઈ રહ્યા છે. ભારતમાં દર વર્ષે કેન્સરના અંદાજે 12 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. આ અર્લી ડિટેન્શનના લોઅર રેટ અને ખરાબ સારવાર તરફ સંકેત આપે છે.

Cancerના કારણે ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે
ન્યૂયોર્ક સ્થિત ભારતીય અમેરિકી ડોક્ટર નોરીએ કહ્યું કે કેન્સરથી ભારતના લોકોએ સામાજિક અને આર્થિક સ્તરે ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ બીમારી પીડિત પરિવારને ગરીબીના કળળમાં નાંખી દે છે અને સામાજિક અસમાનતા વધારે છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે ભવિષ્યવાણી કરી છે કે વર્ષ 2030 સુધીમાં ભારતમાં દર વર્ષે કેન્સરના અંદાજે 17 લાખ નવા કેસ સામે આવશે.

મોદીથી ઘણા જ પ્રભાવિત
વર્ષ 2015માં પદ્મશ્રીથી સન્માનિત ડોક્ટર નોરી વડાપ્રધાન મોદીના ‘આયુષ્માન ભારત પ્રોજેક્ટ’ અને નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ બનાવવાના નિર્ણયથી ઘણા પ્રભાવિત છે. તેમણે તેને આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. નોરી અને ભંડારી બંનેનું કહેવું છે કે કેન્સરના જોખમનો સામનો વહેલા નિદાન અને હેલૃથ એજ્યુકેશનના ઝડપી પ્રસારથી જ થઈ શકે છે.

29/01/2020

What is corono virus?

17/01/2020

Ayurveda Treatments

Address

Ahmedabad
380028

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919408277444

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahila Vikas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mahila Vikas:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram