RangAushadh

RangAushadh Proudly Retailing LVG Products and Pathmeda Cow Milk Products, Spices and Mirch Masala, Dry Fruits and Diet Food

02/03/2018

શરીરમાં મસા થવાના કારણે ત્વચામાં પૈપિલ્લોમા વાયરસ હોય શકે છે. મસા સામાન્ય રીતે ત્વચાના ઉપરના ભાગ પર નીકળે છે. ચહેર...

17/12/2017
03/08/2017
03/01/2017

Ayurveda's Panchakarma is a traditional and intense 7-day course that detoxes and cleanses your body thoroughly. Catch the deets here.

30/12/2016
25/12/2016

Sometimes sperms don’t get enough credit for their role.

17/12/2016
17/12/2016

પરમ પૂજય ગુરૂમા સમાનંદ સરસ્વતીનો સંક્ષિપ્ત પરિચય:

પરમ પૂજય ગુરૂમા સમાનંદ સરસ્વતીજી સમદર્શન આશ્રમ, ગાંધીનગરમાં બિરાજમાન છે. સંતત્વના લક્ષણો સાથે જ જન્મ ધારણ કરી બાળવયે જ અધ્યાત્મ માર્ગે આગળ વધવાનો અડગ નિશ્ચય કરી ગૃહત્યાગ કર્યો. ગુરૂજનો પાસેથી ગહન શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ, તપ અને પ્રભુ પ્રાપ્તિની અદમ્ય તત્પરતા થકી જીવનનું લક્ષ્ય સિદ્ધ કર્યું.

ખૂબ જ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવનાર પૂજ્ય ગુરૂમા ગુરૂઆજ્ઞાથી શાસ્ત્રોના અલભ્ય જ્ઞાનને જનસમૂહ સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ થયાં અને તેની ફળશ્રુતિરૂપે ગાંધીનગરની ભાગ્યશાળી જનતાને આવા દુર્લભ સંત પ્રાપ્ત થયાં. શ્રીમદ્ ભગવાદ્ ગીતા, ઉપનિષદો, પ્રકરણગ્રંથો અને અનેક પ્રૌઢગ્રંથોની સચોટ સમજૂતીથી જિજ્ઞાસુ સાધકોના અંતરમાં પૂજ્ય ગુરૂમા જ્ઞાનના અજવાળાં પાથરી રહ્યાં છે.

અનેક સાધકો સાક્ષાત રીતે તો દૂર-સુદૂરના કેટલાંય સાધકો સીડીના માધ્યમથી પણ શાસ્ત્રોક્ત પાવન વાણીનો નિયમિતપણે લાભ લઇ રહ્યાં છે. તેમનું વ્યક્તિત્વ અતિ પ્રેમાણ, મૃદુભાષી, શિસ્તમય અને ભક્ત-સાધકને આકર્ષ્યા વગર ન રહે તેવું છે. બાળ, યુવાન કે વૃદ્ધ માટે વાત્સલ્યમૂર્તિ અને પ્રેરણામૂર્તિ પૂજ્ય ગુરૂમા જ્ઞાન અને ભક્તિનો શ્રેષ્ઠ સમન્વય છે,વૈરાજ્ય અને અસંગતાના દ્યોતક છે. તેઓશ્રીના અધ્યાત્મસભર પ્રવચનો, શિબિરો, જ્ઞાનયજ્ઞ, આશ્રમમાં થતાં પૂજા-ઉત્સવો આપણા જીવનમાં અધ્યાત્મિક ઊર્જાનો સંચાર કરે છે અને જીવનને ઉન્નત બનાવે છે. અધ્યાત્મયાત્રાના કપરા ચઢાણો ચઢી નિષ્ઠાપૂર્વક જીવનના લક્ષ્યને સર કરનાર ગુરૂમા આપણા સૌ માટે આદર્શરૂપ અને પરમ વંદનીય છે.
#સમદર્શનઆશ્રમ

17/12/2016

કર્મના મર્મ ને જાણો, કર્મયોગ થકી...
ગીતા જ્ઞાનયજ્ઞમાં પૂજ્ય ગુરુમા સમાનંદજીના પ્રવચનોનો અમૂલ્ય અવસર ચૂકશો નહીં... જરૂર પધારશો...
તારીખ: ૧૭-૨૪ ડિસેમ્બર ૨૦૧૬
સમય: સાંજે ૦૬:૩૦ થી ૦૮:૦૦
સ્થળ: ઉમિયા માતા મંદિર, સેક્ટર-૧૨, ગાંધીનગર

12/12/2016

🍪🍎🍏🍊🍌🍈🍑🍓🍒

ઉનાળે કેરી ને આમળા ભલા
શિયાળે સુંઠ અને તલ ભલા,
ચોમાસે અજમો, લસણ ભલા
પણ, બારે માસ ત્રિફલા ભલા.

ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન,
શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન.

રોટલા, કઠોળ અને ભાજી, -- તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી, અને વેદના, ભાગે તેના જરૂર.

ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.

ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય

લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.

ચણો કહે: હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.

મગ કહે: હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ

કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી

આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ

ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું.

🍪🍊🍏🍎🍌🍈🍑🍓🍒🍇

Address

Ahmedabad
380058

Telephone

+917624088388

Website

Alerts

Be the first to know and let us send you an email when RangAushadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram