04/05/2025
…..આળસ, ભૂખ દૂર કરવા જંતુરૂપે એણે આપણને અનેક જન્મો ખવડાવી, ઊંઘાડી રાખ્યા. આપણે બે જ કામ કર્યે રાખેલા; ખાવું અને ઊંઘવું. જરાક જગાડીને પછી પ્રાણી બનાવ્યા. એમાં લડતા-ઝઘડતા હવે આવ્યા માણસનાં શરીરમાં.
આ શરીરમાં અનેકને રજાને દિવસે વધુ કંટાળો આવે છે. સમય કેમ કાઢવો? થાક અને કંટાળો મનને લાગે છે અને આપણે આરામ આપવા જઈએ છીએ શરીરને. ઊંડા શ્વાસ, ખુલ્લું આકાશ, સૂર્યનો પ્રકાશ, પુસ્તકો અને ક્રિયાઓ( acitivites) મનનો આહાર છે.
જો રજાનો દિવસ જ નથી જીવી શકાતો તો નિવૃત્તિ( retirement) કે પથારીવશ સ્થિતિમાં મન કેવી રીતે હળવું રહેશે? બેંક બેલેન્સ કે સત્તા અકસ્માત, કંટાળો કે ડિપ્રેશનને અટકાવી નહિ શકે. કેમકે, ત્યાં કુદરતની સત્તા છે.
આ પળમા, આજમાં આપણાં સૌની સત્તા ચાલે છે જેમાં પ્રભુનો અને કુદરતનો દરેક પળે આપણને સાથ હોય છે. પણ, આવતીકાલમાં કેવળ પરમાત્મા-કુદરતની સત્તા ચાલે છે. આવો, આજમાં અને આ પળમાં જીવીએ અને પ્રભુનો સાથ માણીએ, આભાર, મુકેશ, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.