10/03/2024
સરકારશ્રીના SH-RBSK પ્રોગ્રામ અંતર્ગત 0-18 વર્ષના આંગણવાડીના, શાળાએ જતાં,શાળાએ ના જતા, ખાનગી શાળા,આશ્રમશાળા, મદરેસા,બાળ સુધાર ગૃહ,એમ તમામ બાળકોનું વજન ઉંચાઈ કરી આરોગ્ય તપાસ કરવામાં આવે છે.આ પ્રોગ્રામ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર સુકમાળમાં આંગણવાડીના બાળકોના આરોગ્યની તપાસ દરમીયાન RBSK ટીમને એક 3 વર્ષનું બાળકના ધબકારા સામાન્ય કરતા અલગ સંભળાતા વધુ તપાસ સારવાર માટે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે રેફર કરવામાં આવ્યુ હતુ જેને બાળરોગ નિષ્ણાંત દ્વારા તપાસ કરતા હૃદયની સોનોગ્રાફીની જરૂર હોય શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ ધરમપુર રીફર કરવામાં આવ્યું.ત્યાં બાળકોના હૃદયના ડોક્ટર દ્વારા હૃદયની સોનોગ્રાફી કરતા બાળક ને હૃદયરોગ છે એવું નિદાન થયું હતું.જેમાં સારવાર અર્થે હૃદયનું ઓપરેશનની જરૂર હતી.શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલમાજ આ બાળકનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું ..હાલ બાળક RBSK ટીમના દેખરેખ હેઠળ છે.
આવું કોઈ બાળક આપની આજુબાજુ જણાય તો RBSK ટીમને સંપર્ક કરવો જેથી વિનામુલ્યે ત્વરિત નિદાન સારવાર થાય શકે.
આભાર.....