29/10/2024
Today is WORLD STROKE DAY
29th October 2024
Together we are Than Stroke.
*બ્રેઇન સ્ટ્રોક અને સ્ટ્રોક થ્રોમ્બોલિસિસ =*
1. _બ્રેઈન સ્ટ્રોક શું છે?_
જ્યારે મગજને લોહી પહોંચાડતી નળીમાં(ધમની) ક્લોટ (ગઠ્ઠો) બની જાય અને તેના લીધે મગજના અમુક ભાગમાં લોહી ન પહોંચવાને કારણે શરીરનો અમુક ભાગ કામ કરતું બંધ પડી જાય તેને બ્રેઇન સ્ટ્રોક કે સાદી ભાષામાં લકવો કે પેરાલિસિસ થયું કહેવાય.
2. _બ્રેઇન સ્ટ્રોક ના લક્ષણોને કઈ રીતે ઓળખવા?_
એના માટે એક શોર્ટ ફોર્મ યાદ રાખવું = "હાથ પગ, બોલચાલ અને જોવું "
એટલે કે હાથ પગની નબળાઇ, બોલવામાં કે ચાલવામાં તકલીફ, જોવામાં તકલીફ ( ઝાંખુ કે ડબલ દેખાવું )
3. _બ્રેઇન સ્ટ્રોકની તાત્કાલિક સારવાર શું અને સ્ટ્રોક થ્રોમ્બોલિસિસ શું છે?_
જ્યારે કોઈ દર્દીને ઉપરના લક્ષણો જણાય તો તાત્કાલિક તેને એવી જગ્યાએ પહોંચવું પડે જ્યાં મગજનો ફોટો-સીટી સ્કેન કે એમ.આર.આઈ કરાવવાની સુવિધા ઉપલબ્ધ હોય.
જ્યારે કોઈ વ્યક્તિને આ પ્રકારે લોહીની નળીમાં ક્લોટ (ગઠ્ઠો) થઈને નળી બંધ થવાના કારણે સ્ટ્રોક થાય ( જેને તબીબી ભાષામાં ISCHEMIC STROKE કહેવાય) તો તેવા સંજોગોમાં અગર જો દર્દી લક્ષણો શરૂ થવાના સાડા ચાર કલાક (4 કલાક 30 મિનિટ) ની અંદર હોસ્પિટલ પહોંચી જાય અને તેનુ સમયસર નિદાન થઈ જાય તો તેવા કેસમાં લોહી પાતળું કરવાનું એક ભારે ઇંજેક્શન આપી શકાય છે, જેને સ્ટ્રોક થ્રોમ્બોલિસિસ સારવાર કહેવાય છે. જો આ ઇંજેક્શનની દવા યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ( એટલે કે ક્લોટ થયો હોય એ જગ્યાએ) પહોંચી જાય તો એ ક્લોટ ઓગળીને લોહીનો પ્રવાહ પુનઃ સ્થાપિત થતાં કમજોર પડેલાં અંગો પુનઃકાર્યરત થવાની શક્યતાઓ વધી જાય છે.
આથી, શરૂઆતનાં સાડા ચાર કલાકના સમયને ischemic stroke ના window period કે golden period તરીકે ઓળખવામાં આવે છે.
આવા જ એક 34 વર્ષિય દર્દી સ્ટ્રોકના લક્ષણો શરૂ થવાના એક કલાકની અંદર પહોંચી જાય છે અને સમયસર ઉપરોક્ત સ્ટ્રોક થ્રોમ્બોલિસિસની સારવાર મેળવી સાજાં થાય છે ::
Together we are .