18/09/2023
ઘૂંટણ ના હાડકાં ની ગાંઠ (Osteochondroma of distal femur) સાથે ઘૂંટણ નો ઘસારો (Osteoarthritis knee) અસામાન્ય (rare) છે,
આ પ્રકારની તકલીફ સાથે અમારી હોસ્પિટલ માં 69 વર્ષ ના મહિલા આવેલ. તેમને આ તકલીફ છેલ્લા 5 વર્ષ થી હતી. સાથે દર્દી ડાયાબીટીસ, હાઇપરટેન્સન, પારકિન્સોનિઝમ અને સંધિવા થી પીડિત હતાં.
તેમના ઓપરેશન ના critical steps નીચે મુજબ હતા
1) ગાંઠ ને સંપૂર્ણ રીતે દૂર કરવી
2) ગાંઠ અને હાડકાના પોલાપણ (Osteoporosis) ને ધ્યાન માં રાખતા periprosthetic Fracture ના થાય તે ધ્યાન રાખવું
3) ગાંઠ દૂર કરતી વખતે Medial collateral ligament ને નુકશાન ના થાય તેનું ધ્યાન રાખવું
4) Medial collateral ligament નું સંપૂર્ણ de-bulking કરી Final implant માટે Balanced rectangular space બનાવવી.
આ બધા પડકારો ને પાર પાડી ડૉ. પાર્થિવ રાવલે દર્દી નું સફળ ઘૂંટણ નો સાંધો બદલવાનું (Total Knee Replacement) ઓપરેશન કરેલ.
ઓપરેશન ના 1 મહિના પછી દર્દી સીડી ચઢ ઉતર કરી શકે છે, પલાઠી મારી શકે છે અને કોઈ પણ તકલીફ, દુઃખાવા અને ટેકા વગર સામાન્ય રીતે ચાલી શકે છે.
દર્દી નું સ્મિત અને આશીર્વાદ અમારા માટે પ્રેરણાદાયી છે 🙏🏻
દર્દી અત્યંત ખુશ છે અને અમે પણ 😊✌🏻