
12/01/2025
આજ રોજ તા 12/1/25, રવિવાર ના મરિંગણા ગામ મુકામે "વેલાણી હોસ્પિટલ - અંજાર" ના ડો કુલદીપ વેલાણી અને જયેશ ભાઇ સોરઠીયા ની ટીમ દ્વારા ડાયાબિટીસ, બ્લપ્રેશર તથા જનરલ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. ગામ ના સરપંચ મશરું ભાઇ રબારી અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રાજી બેન શંભુભાઈ આહીર દ્વારા દીપ પ્રાગટય કરી કેમ્પ ની શરૂવાત કરવાં માં આવી.
ટોટલ 140 દર્દી એ ભાગ લીધો તેમાં 40 દર્દી નાં ECG , 100 નાં સુગર, 80 નાં બ્લડ ગ્રૂપ કરવાં માં આવ્યા. 20 નવા દર્દી ને બ્લડપ્રેશર અને 5 દર્દી ને ડાયાબિટીસ નું નિદાન થયુ.
કેમ્પ માં સહયોગ આપવા બદલ સરપંચ, શાળા ના પ્રિન્સીપાલ, આગેવાન તથા ગ્રામજનો નો ખુબ ખુબ આભાર.
ઈશ્વર નો આભાર.
ઓમ્ નમસ્તે.
😊🙏