
07/01/2025
ફિઝિયોલોજીકલ બોવેલ હર્નિયેશન ગર્ભાવસ્થાના 6થી 10મા સપ્તાહ દરમિયાન થતી સામાન્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મધ્ય આંતરડું(midgut) ઝડપથી વધે છે અને થોડા સમય માટે અંબિલિકલ નાળમાં બહાર આવે છે, કારણ કે પેટની જગ્યા તે સમયે નાની હોય છે.
10થી 12મા સપ્તાહે, આંતરડું પાછું પેટમાં જાય છે. જો આ સમયસર પાછું ન આવે તો ઓમ્ફેલોસીલ અથવા માલરોટેશન જેવી સમસ્યાઓ થઇ શકે છે.