Natural Care Hospital, Bhavnagar

Natural Care Hospital, Bhavnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Natural Care Hospital, Bhavnagar, Medical and health, Natural Care Hospital, Bhavnagar.

https://youtu.be/X2Q_wFs_ONo
09/07/2023

https://youtu.be/X2Q_wFs_ONo

બુધેલનો ભ્રષ્ટાચારી તલાટી મંત્રી જયેશ ડાભી રંગેહાથ સ્ટિંગ માં પકડાયો... corrupt govt authority 🧐

22/07/2020

🙏🏻🌹🙏🏻

Good Afternoon respected members....

*(જેમને Corona વિશે થોડી વૈજ્ઞાનિક જાણકારીમાં રસ હોય એમના માટે )*

*કોરોના વાયરસ શરીરમાં કઈ રીતે પ્રવેશે છે અને કેવા કોમ્પ્લીકેશન્સ પેદા કરે છે.?*

આ નાનકડો વાયરસ મૂળ ૩ ભાગનો બનેલો છે.
1) એના કેન્દ્રમાં રહેલું RNA જેમાં એની જેનેટિક માહિતી છે.
2) આ RNA ની ફરતે તેની રક્ષા કરતી પ્રોટીનની દીવાલ.
3) આ દીવાલ ફરતે આવેલી લિપિડનું ૧ આવરણ..

આમ આ વાયરસ એની પ્રોફાઇલ બનાવે તો સીધી લીટીનો લાગે.જ્યાં સુધી આ શરીરમાં ઘૂસે નહિ ત્યાં સુધી આ વાયરસ નિર્બળ છે. સાવ સાદા સાબુ વડે કે સેનેટાઈઝરથી એને ખતમ કરી શકાય,માસ્ક વડે એન્ટ્રી રોકી શકાય.
માટે માસ્ક ને સેનેટાઈઝર જ સૌથી મોટો ઉપાય છે._

પણ એક વાર એની એન્ટ્રી શરીરમાં થઈ ગઈ પછી એનું તોફાન શરૂ થાય છે.હાલ મળતી જાણકારી મુજબ એ શ્વસનતંત્ર થી જ એન્ટ્રી મારે છે.એટલે મો ને નાક મુખ્ય પ્રવેશ દ્વાર. કોરોનાનો પ્રવાસ હવે કઈ રીતે થાય છે તે જોઈયે..

*પ્રવેશ અને પ્રવાસ:-*

વાયરસની સપાટી પર જે પ્રોટીન છે એ ચોક્કસ આકારની ચાવી છે.આ પ્રોટીનને સ્પાઇક પ્રોટીન કહેવાય,કાંટાળી વાડમાં ગાંઠ મારેલા તાર કેવા ઉપસ્યા હોય એવો જ કાંટાળો તાજ કોરોનાનો હોય છે.આ સ્પાઇક પ્રોટીનને ચાવી સમજો,હવે આ ચાવી કયું તાળું ખોલશે.? જે એના માપનું હશે એ,હવે આપણાં શરીરમાં એના માપના તાળાં અમુક જ જગ્યાએ જોવા મળે છે.એમાંની ૧ જગ્યા ફેફસા છે.આ ફેફસાના કોષની દીવાલ પર ACE 2 નામનું તાળું છે.ACE 2 (એન્જિયો-ટેનસીન કન્વર્ટિંગ એન્જાઇમ- 2.)પણ ૧ જાત નું પ્રોટીન જ છે.આનું મુખ્ય કામ બ્લડ પ્રેશરને નીચું રાખવાનું છે.આ ACE 2 તમને ફેફસા,હૃદય,કિડની અને આંતરડાના કોષ પર જોવા મળે છે.

વાયરસ ગોતે છે કે ACE 2 ક્યાં છે અને ત્યાં જઈને બેસે,એના સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ કરીને ફેફસાના કોષનું તાળું તોડે.તાળું તોડીને ૧ વાર અંદર એન્ટ્રી મળી ગઈ એટલે વાયરસનું કામ આસાન.કોષમાં જે જેનેટીક મટિરિયલ બનાવતી ફેકટરી પર કબ્જો કરી ચૂપચાપ પોતાનો કોડ અંદર નાખી પોતાના જેવા બીજા લાખો વાયરસ પેદા કરે.આ વાઇરસ શરીરના અનેક chemotaxis ની મદદથી પ્રવાસ કરે છે. આ કામ એટલું ગુપચુપ ચાલે કે ૧૦ થી ૧૪ દિવસ સુધી વાયરસ ગંધ જ ના આવવા દે.આ તમે જે કહો છે ને અસિમ્ટોમેટિક પેશન્ટ એટ્લે આ જ શરીરમાં કોઈ લક્ષણ જ પેદા ના થાય પણ વાયરસ અંદર હોય.આ ટાઈમમાં વાયરસ શરીરની સિક્યોરિટી સિસ્ટમને ધોખો આપીને પોતાનું કામ પતાવી દે.

*કાર્ય :-

*Hypoxia* :- કોરોના વાયરસ હિમોગ્લોબીનની ઓક્સિજન વાહનની ક્ષમતા ઘટાડે છે કેમકે વાયરસ હિમ સાથે સંયોજન બનાવી prophyrin બનાવે છે અને Iron ફ્રી રેડીકલ તરીકે રક્તમાં ફરે છે જે શરીર માટે ટોક્સિક છે.આ ઉપરાંત શરીરમાં ઓક્સિજન(O2)ની માત્રા ઓછી થાય છે.(Hypoxia) અને કાર્બન ડાયોક્સાઇડ (Co2) ની માત્રા વધે છે જે શરીર માટે ઘાતક છે.

*immune response:-* આ દરમિયાન આપણાં શરીરની રોગ પ્રતિકાર શક્તિ કાર્યરત બને છે. જે તાવ,શરદી, દુખાવો એવું બધુ કરીને આપણને ચેતવણી આપે છે કે અંદર કઈક ઠીક નથી.કોરોનાના કેસમાં આપણાં શરીરની રોગ પ્રતિકાર શક્તિ કાર્યરત થતા ૧૦-૧૨-૧૪ દિવસ નીકળી જાય છે.

હવે જે થાય છે એ સમજવા જેવુ છે.શરીરની રોગ પ્રતિકાર શક્તિ હવે વધુ તીવ્રતાથી સક્રિય થાય છે. આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ કેવી નીકળે તેમ શરીરની ઇમ્યુન સિસ્ટમ રોગ પ્રતિકાર શક્તિ પણ એકા એક અલર્ટ મોડમાં આવી જાય અને સાયટોકાઇન્સ (Cytokines) કહેવાતા સૈનિકોની મોટી ટીમ મોકલે. (આ ટીમમાં અલગ અલગ ઇન્ટર લ્યુકિન્સ ઇન્ટર ફેરોન અને બીજા પ્રોટીન હોય છે) આ ટીમ યાહોમ કરી વાયરસ પર કૂદી પડે છે અને એના પર ફરી વળે છે.ટૂંક જ સમયમાં વાયરસને ચારો તરફથી ઘેરીને એનું ઢીમ ઢાળી દેવાય છે,પણ અહીથી બીજી તકલીફ શરૂ થાય છે.આ સૈનિકોની ટીમને એટલો અચાનક સંદેશો મળે છે કે તૈયારીનો ટાઈમ જ નથી મળતો.એ વાયરસ પર તો અટેક કરે જ છે સાથે સામાન્ય નોર્મલ કોષ ને નુકસાન કરે છે.એમને બધા ૧ જેવા જ દેખાય છે.આ બધા કોષ મરવા લાગે છે અને હવે ફેફસામાં એ મૃત કોષનું પાણી ભરાવાનું ચાલુ થાય છે.જેને આપણે સાદી ભાષામાં ન્યુમોનિયા કહીએ છીએ.બીજી ભાષામાં એકયુટ રેસપાયરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ARDS કહે છે.હવે ફેફસાએ પોતાનું કામ બંધ કર્યું તો શરીરમાં ઓક્સિજન વાળું ચોખ્ખું લોહી ફરશે કેમ.?,આના લીધે હ્રદય પર એટલું દબાણ આવી જશે કે એની સિસ્ટમ પણ ફેઇલ જશે. કિડની મગજ બધાના બળતણ જેવો ઓક્સિજન જ ખલાસ થઈ જશે,એટલે એ પણ ફેઇલ જશે.સરવાળે જોખમ વધી જાય છે.બીજુ રોગ પ્રતિકાર શક્તિના અચાનક સક્રિય થવાનું પ્રેશર શરીરની સિસ્ટમ સહન કરી શકતી નથી.રક્તવાહિનીઓ માં સોજા ચડે છે,લોહી પણ ગંઠાવા માંડે અને એ ગાંઠો શરીરના તંત્રમાં ફરવા લાગે. ફેફસા ને હૃદયને વધુ નુકશાન પહોચાડે.આમ સરવાળે મૃત્યુ થઈ શકે છે.

*પણ આવું બધા જ કોરોના સંક્રમિત વ્યક્તિઓને થાય છે.?*

જવાબ છે : *ના..*

આ ફક્ત વધુ ઉમ્મર કે રિસ્ક ફેક્ટર ધરાવતી વ્યક્તિઓ ને જ થાય,બાકી બધામાં દવા ટથી અથવા પ્રાકૃતિક રોગ પ્રતિકાર શક્તિથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે છે.

મોટા ભાગના એટલે કે 80% જેવા દર્દીઓ સાવ હળવા લક્ષણ કે જરા પણ લક્ષણ ધરાવતા નથી.મૃત્યુ પામનાર ની સંખ્યા ૩ થી ૪ % જેટલી છે તેથી ડરવાની જરૂર નથી,ટેસ્ટ માં પણ ડરવાની જરૂર નથી.સાવચેતી અને સમજદારી જ જરૂરી છે.

🙏🏻🌹🙏🏻

*☘ Natural Care Hospital  ☘*  *🔔Good Morning 🔔*If you don’t have a dream, there is no way to make one come true.        ...
21/07/2020

*☘ Natural Care Hospital ☘*

*🔔Good Morning 🔔*

If you don’t have a dream, there is no way to make one come true.

જ્યારે આપણે ભવિષ્ય માટે કોઈ સ્વપ્ન જ જોયું ન હોય તો તે સાકાર થવાની અપેક્ષાનો તો સવાલ જ ઉભો થતો નથી!

🙏🌹🙏

---- પ્રખ્યાત નેચરોપેથ.
ડો. રશ્મિ આર ( ભાવનગર વાળા )

18/07/2020

*☘ Natural Care Hospital ☘*

*🔔Good Morning 🔔*

જે દિવસે સાદગી
*શણગાર* થઈ જશે,

એ દિવસે અરીસાની

*હાર થઈ જશે.....*

🙏🌹🙏

---- પ્રખ્યાત નેચરોપેથ.
ડો. રશ્મિ આર ( ભાવનગર વાળા )

સિહોર ના દર્દી શ્રીમતી સંગીતાબેન વિશાલભાઈ ને ( psychosomatic asthma ) મનોશારીરીક ની તકલીફ માટે  *શિરોધારા* થી સારવાર આપવ...
17/07/2020

સિહોર ના દર્દી શ્રીમતી સંગીતાબેન વિશાલભાઈ ને ( psychosomatic asthma ) મનોશારીરીક ની તકલીફ માટે *શિરોધારા* થી સારવાર આપવામાં આવી.....

અતિ અલૌકિક વાતાવરણમાં પરમાનંદ શાન્તી અનુભવ આપતી આ *શિરોધારા* પધ્ધતિ સંગીતાબેન ને 100% તંદુરસ્તી અપાવશે જ .... 👍🏻🌹

👆🏻👆🏻માસ્ક વચ્ચેનો તફાવત સમજો....ફેશન કરવા માટે માસ્ક ન પહેરવા.... *સલામતી* માટે પહેરવા / પહેરાવવા.હવે....એક ટુચકો... 😂👇🏻...
16/07/2020

👆🏻👆🏻

માસ્ક વચ્ચેનો તફાવત સમજો....

ફેશન કરવા માટે માસ્ક ન પહેરવા.... *સલામતી* માટે પહેરવા / પહેરાવવા.

હવે....

એક ટુચકો... 😂👇🏻👇🏻

પોતાનું સેનેટાઈઝર હોય તો 🧴પૂચ

પારકાનું સેનેટાઈઝર હોય તો 🧴પુચ 🧴પુચ 🧴પુચ 🧴પુચ.....

😂

*કરો બધું... પણ સંપૂર્ણ સાવધાની સાથે*

🙏🏻🌹🙏🏻

12/07/2020

*☘ Natural Care Hospital ☘*

*🔔Good Morning 🔔*

If we want a deeper relationship with God, take time to walk with Him and understand Him.

જો ઈશ્વર (કુદરત) સાથે ઘનિષ્ઠ સંબંધ ઇચ્છતા હોઇએ તો તેની સાથે ચાલવાનો સમય ફાળવવો પડે અને તેને સમજવા પ્રયત્ન કરવો પડે.

🙏🌹🙏

---- પ્રખ્યાત નેચરોપેથ.
ડો. રશ્મિ આર ( ભાવનગર વાળા )

*☘ Natural Care Hospital  ☘*  *🔔Good Morning 🔔*સારી વ્યક્તિ પસંદ નહી કરો તો ચાલશે પરંતુ એવી વ્યક્તિ પસંદ કરોજે તમને વધુ ...
10/07/2020

*☘ Natural Care Hospital ☘*

*🔔Good Morning 🔔*

સારી વ્યક્તિ પસંદ નહી કરો તો ચાલશે પરંતુ એવી વ્યક્તિ પસંદ કરો
જે તમને વધુ સારી વ્યક્તિ બનાવે .....

🙏🌹🙏

---- પ્રખ્યાત નેચરોપેથ. ડો. રશ્મિ આર ( ભાવનગર વાળા )

10/07/2020
*☘ Natural Care Hospital  ☘*  *🔔Good Morning 🔔*You are responsible for your own happiness. If you're unhappy with yourse...
30/06/2020

*☘ Natural Care Hospital ☘*

*🔔Good Morning 🔔*

You are responsible for your own happiness.
If you're unhappy with yourself, no one will make you happy.

તમે ખુદ જો તમારાથી જ નાખુશ હો તો અન્ય કોઈ તમને ખુશ કરી શકશે નહીં
કારણ કે તમારી ખુશી માટે તમે પોતે જ જવાબદાર છો.

🙏🌹🙏

---- પ્રખ્યાત નેચરોપેથ. ડો. રશ્મિ આર ( ભાવનગર વાળા )

Address

Natural Care Hospital
Bhavnagar
364001

Opening Hours

9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Natural Care Hospital, Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram