30/03/2026
બાયપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) : માત્ર મૂડ સ્વિંગ નહીં, પણ એક ગંભીર સ્થિતિ*
વિશ્વમાં કરોડો લોકો બાયપોલર ડિસઓર્ડર સાથે જીવી રહ્યા છે. બાયપોલર ડિસઓર્ડર એ માત્ર સામાન્ય મૂડ ખરાબ હોવો નથી, તેમાં મૂડ માં થતા મેનિયા અને ડિપ્રેશનના આભજમીનના ફેરફારો અમુક અઠવાડિયાંથી અમુક મહિનાઓ સુધી ચાલે છે. બે હુમલાઓના વચગાળામાં વ્યક્તિનો મૂળ નોર્મલ રહે છે જે મહિનાઓ કે વરસો સુધી રહે છે અને વળી રોગનો બીજો હુમલો આવી જાય છે.
મેનિયાનાં લક્ષણો
• કોઈ કારણ વગર જ મન બેહદ ખુશ, આનંદમાં કે ઉત્તેજિત રહેવું
• જલ્દી ગુસ્સો આવી જવો.
• વધુ પડતું , સતત બોલવું.અજાણ્યા લોકો સાથે પણ વાતચીત કર્યા કરવી.
• મનમાં વિચારો ઝડપથી આવવા
• પ્રવૃત્તિ વધી જવી, ચેન ન પડવું.
• એકાગ્ર ન રહી શકવું, ઝડપથી પ્લાન બદલવા
• વધુ પડતો આત્મવિશ્વાસ , પોતાના વિશે મોટા પણ ખોટા ખ્યાલ
• ઉંઘની જરૂર ઓછી જણાવી.
• અજાણ્યા લોકો પણ ખૂબ નજીકના છે એમ વાત કરવી અને વર્તવું,
• વધુ પડતા કામુક વિચારો કે પ્રવૃત્તિ , વધુ પડતી ધાર્મિક પ્રવૃત્તિ
• વધુ પડતા પૈસા વાપરવા, બિનજરૂરી ખરીદી કરવી , બેકાબૂ વર્તન
ડિપ્રેશનના લક્ષણો:
• મન સતત ઉદાસ રહેવું,
આગાઉ જે પ્રવૃત્તિઓ આનંદ આપતી હતી એમાં પણ મઝા ન આવે.
• અશક્તિ , કામમાં મન ન લાગે
• ભૂખ ન લાગવી
• ઊંઘ ન આવવી
• પોતાના વિષે, બીજાઓ વિષે, ભવિષ્ય વિષે નકારાત્મક વિચારો
• આપઘાતના વિચારો, કોશિશ કે આપઘાત.
સૌ પ્રથમ તો કુટુંબીજનો કે મિત્રોને લાગે છે એ વ્યક્તિનું વર્તન બદલાઈ ગયું છે , કંઈક ગરબડ છે. વ્યક્તિને પોતાને એ ખ્યાલ રહેતો નથી કે એને કોઈ તકલીફ છે અને ઈલાજની જરૂર છે, ઘણી વાર પરિવારે વ્યક્તિને એની ઇચ્છા વિરૂદ્ધ ઈલાજ માટે લઇ જવો પડે છે.
યોગ્ય નિદાન, દવાઓ અને થેરાપી દ્વારા બાયપોલર ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિ સામાન્ય, સુખી અને સફળ જીવન જીવી શકે છે.