20/11/2024
World COPD day 2024- "Know your Lung function"
95 વર્ષ ના દાદા ને ધુમ્રપાન કરવાને કારણે COPD (દમ) ની બીમારી છે. આ બીમારી ને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તથા તેઓ રોજીંદા કાર્યો પણ કરી શકતા નહોતા, પરંતુ સારવાર શરૂ કર્યા બાદ તેમની આટલી મોટી ઉંમર હોવા છતાં તેઓ તેમની રોજીંદી ક્રિયાઓ કોઈ ની મદદ લીધા વગર કરી શકે છે.
World COPD day - COPD અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે નવેમ્બર મહિના ના ત્રીજા બુધવારે મનાવવામાં આવે છે.
COPD (દમ) એ ફેફસાં ની બીમારી છે કે જેની અંદર ફેફસાં ની કાર્યક્ષમતા ઘટી જાય છે.
આ બીમારી મોટેભાગે ધુમ્રપાન કરનાર વ્યક્તિ તથા બહેનોમાં ચૂલા પર રસોઇ કરવાથી થાય છે.આ બીમારી મોટી ઉંમરના વ્યક્તિ માં વધુ જોવા મળે છે.
તેનું નિદાન PFT (ફેફસાં ની કાર્યક્ષમતા દર્શાવતા રિપોર્ટ) ની મદદ થી કરવામાં આવે છે.
તેની સારવાર મોટેભાગે શ્વાસ ના પંપ/નેબ્યૂલાઈઝર ની મદદ થી કરવામાં આવે છે.
આ બીમારી ની દવાઓ રેગ્યુલર લેવાથી ફેફસાં ની કાર્યક્ષમતા માં ઘટાડો થતો અટકે છે તથા દર્દીઓ બીમારીમુક્ત સામાન્ય જીવન જીવી શકે છે.
ડૉ.જૈનમ નાવાડિયા
શ્વાસ અને ફેફસાં ના નિષ્ણાંત,
શ્રી બજરંગદાસ બાપા આરોગ્યધામ,
ભાવનગર
Disclaimer - This video is shared after the permission of the patient and his relatives. This video is only intented for awareness of COPD