Dr Shailesh Jani's Aatman Psychiatry Hospital & Ishan De-addiction Center

  • Home
  • India
  • Bhavnagar
  • Dr Shailesh Jani's Aatman Psychiatry Hospital & Ishan De-addiction Center

Dr Shailesh Jani's Aatman Psychiatry Hospital & Ishan De-addiction Center Psychiatrist, Psycologist, Sexologist & De-addiction Specialist, child Psychiatrist, headache specialist , Epilepsy specialist

Psychiatrist, Psycologist, Sexologist & De-addiction Specialist

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..-ડો શૈલેષ જાની--------------{} એમ.ડી.ડ્રગ્સ નું વ્યસન {}--------------(માનસિક, મનોદૈહિક અને શારીર...
11/07/2025

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..
-ડો શૈલેષ જાની
--------------
{} એમ.ડી.ડ્રગ્સ નું વ્યસન {}
--------------
(માનસિક, મનોદૈહિક અને શારીરિક સ્વાસ્થ્ય તથા વ્યક્તિત્વ વિકાસ અને સફળ જીવન બનાવવાની પ્રેરણા આપતા મંથલી મેગેઝીન "મનોચિકિત્સા" માંથી)
--------------


આજથી 25 વર્ષ પહેલા જયારે મારી પાસે કોઈ વ્યસન મુક્તિ માટે આવે એટલે તેઓ પાન -માવા -સિગારેટ -ગૂટકા -દારૂ -ગાંજો કે અફીણ, કાલા માટે આવતા, ત્યારબાદ કોકેઇન-હેરોઇન -બ્રાઉન સ્યુગર છોડાવવા માટે અને હવે જયારે વ્યસનમુક્તિ માટે આવે તો L*D, MD એક્સટેસી જેવા નોવેલ -લેટેસ્ટ વ્યસન છોડાવવા માટે આવે છે.
અત્રે જે વ્યસનની વાત કરવી છે તેને MD, ,મેથ , આઈસ , ક્રિસ્ટલ , શાઈની બ્લ્યુ , વ્હાઈટ શેક , એક્સ ટેસી જેવા અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. આ એક સાયકોસ્ટીમ્યુલન્ટ ડ્રગ્સ છે. આ વ્યસનને લોકો સ્મોકિંગ, સ્વેલોઈંગ , સ્નોર્ટીંગ કે ઇન્જેક્શન દ્વારા લેતા હોય છે. ગુજરાતમાં લોકો ગુટકા માં મિક્સ કરીને પણ લે છે.
Acts of neuro circuits reward માની લો કે બ્રેઇનમાં ઘણી બધી ખાલી ખુરશીઓ છે તે જેમ જેમ ભરાતી જાય તેમ આપણને આનંદ આવતો જાય છે. Reward મળે ,આનંદ મળે,ખુશી મળે, પણ હવે ક્યાંથી ?. કોઈને મનગમતા ફૂડથી, કોઈને સેક્સથી , કોઈને મ્યુઝિકથી, કોઈને લોન્ગ ડ્રાઈવ થી, કોઈ હોબી- શોખથી , કોઈને એક્સરસાઇઝથી, પણ અમુક લોકોને શોર્ટકટ જોઈએ છે. ઈઝી વે આઉટ ડ્રગ્સ , આ ડ્રગ્સ થી બહુ ઈઝીલી કંઈ કર્યા વગર ખુરશીઓ ભરી શકાય, ડ્રગ્સના એક ડોઝ થી આ રિવાર્ડ સિસ્ટમ પુરી ન્યુરો સરકીટ રીવાયર્ડ થઇ જાય છે. ઈવન સિંગલ યૂઝથી તમને પેનિક એટેક ડિપ્રેશન, સાયકોસિસ થઇ શકે અને લેટર ઓન એડિક્શન થઇ શકે છે.
આ ડ્રગ્સ મગજની અંદર ના ડોપા માઈન કેમિકલ ને વધારે છે. આ ડોપામાઈન એક પ્લેઝર હોર્મોન છે તે વધવાથી આનંદ આવે છે. / મજા આવે છે. એટલે જ આ MD ડ્રગ્સ ની બહુ જલ્દી થી આદત લાગી જાય છે.

[] શા કારણે MD ડ્રગ્સ લે છે ? []
-------------------------------------
* નોવેલ્ટી /ક્યુરિયોસિટી
નવી વસ્તુ, નવું રેસ્ટોરન્ટ , નવું ફૂડ જેવું એક્સપ્લોર કરવાની કુતુહલ વૃત્તિ
* પીઅર પ્રેશર (મિત્રોનું દબાણ ) નહીં પરંતુ પીઅર ઈન્ફ્લુઅન્સ ( તેઓ કરે છે એટલે સારું જ હોય )
* જીનેટિક
* સાયકોલોજીકલ મેકઅપ
- ઈમ્પલ્સિવ (આવેગાત્મક )
- જલ્દી માની જાય
- થ્રિલ સીકિંગ
- સુપિરીયારીટી કોમ્પ્લેક્ષ - મને કંઈ ન થાય હું તો દારૂની બોટલ ખાલી કરી નાખું છું.
* પર્સનાલિટી
- બોર્ડર લાઇન પર્સનાલિટી
- એન્ટિ સોશિયલ પર્સનાલિટી
* સોશિયલ એટમોસ્ફિયર - તમે જે વાતાવરણમાં રહો છો તેનો માહોલ પણ જવાબદાર રહે છે.

[] MD ડ્રગ્સ લેવાથી થતા સાયકોલોજિકલ અને ફિઝિકલ ફેરફાર :-
--------------------------------------------------------------------------
1. હાર્ટ રેટ , બીપી અને શ્વાસોચ્છ્વાસ વધી જાય
2. મૂડ એલિવેટ થાય , અતિ ઉત્સાહ અને યુ ફોરિક ફીલિંગ
3. એવું લાગે કે સમય જાણે થંભી ગયો છે.
4. શરીરમાં પાણીની કમી મહેસુસ થતા માંસપેશીમાં દર્દ થાય
5. સુપર હ્યુમન લાઈક ફીલિંગ
6. દુનિયા રંગબેરંગી લાગે
7. હાયપર અવેરનેસ - લૂઝિંગ ટચ વિથ રિઆલિટી
8. હેલ્યુસિનેશન ( ચિત્ર -વિચિત્ર આકૃતિ દેખાય , વિના કારણ અવાજ સંભળાય)
9. સાયકોસિસ , ( એબનોર્મલ બિહેવ કરે, ગુસ્સો, જીદ , મારકૂટ, ગાલી -ગલોચ , તોફાન કરે.
10. પેનિક એટેક (ગભરામણ, બેચેની, ધબકારા વધી જવા , ચેસ્ટ પેઈન, મૂંઝારો , જીવ નીકળી જશે તેવી ફીલિંગ થવી

[] વિથડ્રોઅલ :-
------------------
જયારે ડ્રગ એડિક્ટને ડ્રગ્સ ન મળે ત્યારે .....
* ક્રેવિંગ - તલપ
* પેરાનોઈયા ( શંકા , વ્હેમ, કોઈ આવશે, મારી પાછળ કોઈ પડ્યું છે.)
* કન્ફ્યૂઝન - કંઈ સૂઝે નહીં
* પેનિક એટેક
* ડિપ્રેશન- ચીડિયાપણું
* મૂડ સ્વિંગ થાય
* ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા
* સ્નાયુઓ જકડાઈ જાય
* અનિંદ્રા
સામાન્ય રીતે ડ્રગ્સ છોડ્યા પછી દસેક દિવસ આવા લક્ષણો રહેતા હોય છે.

[] જે લોકો લોન્ગ ટર્મ યુઝર હોય તેમાં :-
--------------------------------------------
* અસામાન્ય વેઇટ લોસ
* દાંત ખવાય જાય
* હાયપર એક્ટિવ
* એન્ક્ઝાઈટી -અજંપો
* વાયોલન્ટ બિહેવિયર
* ઊંઘ ન આવે

[] ડ્રગ્સ ઓવરડોઝ ના પ્રોબ્લમ :-
-------------------------------------
* હાર્ટએટેક
* ફિટ-ખેંચ
* બ્રેઈન સ્ટ્રોક
* સાયકોસીસ
* ઓર્ગન ફેઈલ્યોર
* ડેથ

[] સારવાર :-
---------------
* સિમ્પટમેટિક ટ્રીટમેન્ટ
* સીબીટી ( કોગ્નિટિવ બિહેવિયર થેરાપી) જેમાં વ્યક્તિના વિચારો, માન્યતાઓ અને એટીટ્યુડ ટ્રીટ કરવામાં આવે છે.
* સાયકોથેરાપી
* જરૂર જણાય તો લોન્ગ ટર્મ રિહેબિલિટેશન પણ કરવામાં આવતું હોય છે.

-------------
તમામ પ્રકારના માનસિક રોગો તથા સેક્સ ના રોગો તથા તમામ પ્રકારના વ્યસનોની વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર માટે
------------
ડો શૈલેષ જાની
આત્મન સાયકીયાટ્રી હોસ્પિટલ અને ઈશાન વ્યસન મુક્તિ કેન્દ્ર
બીજો માળ , સુર્યદિપ કોમ્પ્લેક્સ, કાળાનાળા, ભાવનગર-364002
ફોન - 8141872881/ (0278) 2516212 / 2224736

10/07/2025

"મનોચિકિત્સા "ની યુ ટ્યુબની દુનિયામાં આપણું સ્વાગત છે.આ વિડીઓમાં "એડીએચડી"વિષે જાણીશું.
#ડોશૈલેશજાની #એડીએચડી #બાળકોનીમાનસિકબીમારી #મનોચિકિત્સક #ચાઈલ્ડસાયકિયાટ્રીસ્ટ #ભાવનગરન્યુરોસાયકિયાટ્રીસ્ટ #ભાવનગરમનોચિકીત્સક

વધુ માહિતી માટે લોગ ઓન કરો :
http://www.drsmjani.com/
http://www.sexologistbhavnagar.in/
વ્હોટ્સએપ મનોચિકિત્સા : 9054525552
E.mail- drsmjani@yahoo.com

હોસ્પિટલ એડ્રેસ : આત્મન સાયકિયાટ્રી હોસ્પિટલ અને ઈશાન વ્યસનમુક્તિ કેન્દ્ર , સૂર્યદીપ,કાળાનાળા ,ભાવનગર -364002

મોં- 8141872881
O-02782516212

Manochikitsak You Tube Channel welcomes you in information journey of world of Psychology,Neurology and Psychiatry.In this video we will discuss on "ADHD."(Attention Deficit Hyperactive Disorder)

For More Detail :
Website:
http://www.drsmjani.com/
http://www.sexologistbhavnagar.in/
Whatsapp Manochikitsa :9054525552
E.mail- drsmjani@yahoo.com

Hospital Address :
AAtman Psychiatry Hospital And Ishan De -Addiction Center
Suryadeep ,Kalanala ,Bhavnagar -364002

M - 8141872881
O-02782516212
WhatsApp-9054525552

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..-ડો શૈલેષ જાની--------------{} ડાયાબિટીસ ના લીધે પુરુષો માં થતી સેક્સ સમસ્યા {}--------------(માન...
24/06/2025

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..
-ડો શૈલેષ જાની
--------------
{} ડાયાબિટીસ ના લીધે પુરુષો માં થતી સેક્સ સમસ્યા {}
--------------
(માનસિક, મનોદૈહિક અને શારીરિક સ્વાસ્થ્ય તથા વ્યક્તિત્વ વિકાસ અને સફળ જીવન બનાવવાની પ્રેરણા આપતા મંથલી મેગેઝીન "મનોચિકિત્સા" માંથી)
--------------

આજના સમયમાં ડાયાબિટીસની બીમારી એકદમ સામાન્ય બીમારી બની ગઈ છે. લાંબા સમય સુધી હાઈ બ્લડ સુગર લેવલ શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. ગળી વસ્તુનું વધારે પડતું સેવન, ખરાબ લાઈફ સ્ટાઇલ , તણાવ , પોષક તત્વોની કમી અને કસરતના અભાવને કારણે ડાયાબિટીસ થઈ શકે છે. પુરુષોને મોટેભાગે ઓફિસ કે દુકાનમાં એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાથી ડાયાબિટીસ જેવી બીમારી થઈ શકે છે. ઘણીવાર પુરુષો ડાયાબિટીસ અને અન્ય રોગો ને કાબુમાં રાખવા માટે અનેક પ્રકારની દવાઓ લે છે,પરંતુ કેટલીકવાર બ્લડ સુગર વધી જવાને લીધે સેક્સ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. સેક્સ સાથે જોડાયેલી સમસ્યાઓ થી વ્યક્તિ ખુબજ તણાવ અનુભવે છે.
હાઈ બ્લડ શુગર પુરુષોમાં ઘણી જાતીય સમસ્યાઓનું કારણ બની શકે છે. ડાયાબિટીસથી પીડિત પુરુષ ને વધુ ડાયાબિટીસની સાથે સેક્સનો આનંદ માણવો ઘણી વખત ખૂબ મુશ્કેલ બની રહે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસથી પીડિત વ્યક્તિને સેક્સ સંબંધિત સમસ્યાઓ અંગે માહિતગાર રહેવું જોઈએ. બ્લડ શુગર વધી ન જાય તે માટે સચેત રહેવું જોઈએ. આ લેખમાં સેક્સ અંગે ચર્ચા કરી છે.

[] કામેચ્છા ઓછી થવી :-
-----------------------------
ડાયાબિટીસથી પીડિત પુરુષો માં કામેચ્છા ઓછી થઇ જવાની સમસ્યા પણ થઇ શકે છે. ડાયાબિટીસવાળા પુરુષોમાં સેક્સ હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોન નું સ્તર ઓછું હોય છે. જેને કારણે તેની સેક્સ કરવાની ઈચ્છા ઓછી થઇ જાય છે. ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટી જવાનું કારણ એડિપોઝ પેશીઓમાં ઉત્સેચક હોય છે. જે ટેસ્ટોસ્ટેરોનને એસ્ટ્રોજન માં રૂપાંતરિત કરે છે. જેને લીધે એસ્ટ્રોજન માં વધારો થાય છે. પણ ટેસ્ટોસ્ટેરોનના લેવલમાં ઘટાડો થાય છે. ઘણીવખત પુરુષો સેક્સ દરમિયાન પેનિસના ઉત્થાનમાં પણ મુશ્કેલી અનુભવે છે. ડાયાબિટીસની સાથોસાથ હાઈ બ્લડ પ્રેશર , હાઇપર લિપિડેમિયા કે સ્થૂળતા જેવી અન્ય સમસ્યાઓ પણ હોય તો આ સમસ્યા વધી શકે છે.

[] પીડા અને ચેપ :-
----------------------
ડાયાબિટીસવાળા પુરુષોને જાતીય પીડા અને ચેપની સમસ્યા પણ હોઈ શકે છે , ઘણી વખત પુરુષોને સેક્સ દરમિયાન લાલાશ , ખંજવાળ , અને પીડાનો સામનો કરવો પડી શકે છે .બ્લડ શુગર લેવલ વધવાથી UTI (યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન ) નું જોખમ પણ વધી જાય છે. કેમ કે મૂત્ર ઉત્પાદનમાં વધારો થાય છે. જે બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે.

[] ઈરેક્ટાઈલ ડિસફંકશન ( ઉત્થાનની સમસ્યા ) :-
--------------------------------------------------------
બ્લડ સુગર વધારે રહેવાને લીધે પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન ( ઉત્થાનની સમસ્યા ) પણ થઇ શકે છે. આ સમસ્યા થવા ને લીધે પુરુષોમાં સેક્સ દરમિયાન ઈરેક્શન બિલકુલ થઈ શકતું નથી , આ સમસ્યા પેનીસ અને જનન વિસ્તાર તરફ લોહીનું પરિભ્રમણ ઓછું થવાના કારણે થાય છે.

[] લો-સ્પર્મ ક્વોલિટી (શુક્રાણુ ની ઓછી ગુણવત્તા ) :-
-----------------------------------------------------------------
લાંબા સમય સુધી હાઈ બ્લડ શુગરને લીધે પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તા પણ પ્રભાવિત થાય છે. બ્લડ શુગર વધવાને લીધે શુક્રાણુની ગતિશીલતા ની ગુણવત્તાને પણ અસર કરે છે. તેને કારણે તે પુરુષોના મહિલા પાર્ટનરને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

આમ, પુરુષોને ડાયાબિટીસ હોય તો સેક્સ સંબંધી ઉપરોક્ત સમસ્યાઓ થઇ શકે છે. આથી ડાયાબિટીસ કે સેક્સ સંબંધી કોઈપણ સમસ્યા માટે તેના નિષ્ણાત ડોક્ટરની સલાહ લેતા ન અચકાવ સાથે લાઈફ સ્ટાઈલમાં થોડો બદલાવ લાવી નિયમિત કસરત , યોગાસન કરવાથી પણ આ સમસ્યામા રાહત રહેશે.
-------------
તમામ પ્રકારના માનસિક રોગો તથા સેક્સ ના રોગો તથા તમામ પ્રકારના વ્યસનોની વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર માટે
------------
ડો શૈલેષ જાની
આત્મન સાયકીયાટ્રી હોસ્પિટલ અને ઈશાન વ્યસન મુક્તિ કેન્દ્ર
બીજો માળ , સુર્યદિપ કોમ્પ્લેક્સ, કાળાનાળા, ભાવનગર-364002
ફોન - 8141872881/ (0278) 2516212 / 2224736

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..-ડો શૈલેષ જાની--------------{} ઝાયગરનિક ઈફેક્ટ {}--------------(માનસિક, મનોદૈહિક અને શારીરિક સ્વા...
19/06/2025

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..
-ડો શૈલેષ જાની
--------------
{} ઝાયગરનિક ઈફેક્ટ {}
--------------
(માનસિક, મનોદૈહિક અને શારીરિક સ્વાસ્થ્ય તથા વ્યક્તિત્વ વિકાસ અને સફળ જીવન બનાવવાની પ્રેરણા આપતા મંથલી મેગેઝીન "મનોચિકિત્સા" માંથી)
--------------

તમે ચાવીથી ઘરનો દરવાજો ખોલો છો. ઘરની અંદર જાવ છો અને થોડા કલાકો પછી ફરી ઘરની બહાર જાવ છો.ત્યારે થોડા સમય પહેલા જ મુકેલી ચાવી નથી જડતી અને તમે દરવાજા પાસે જઈને જુઓ છો તો ચાવી દરવાજામાં જ ભરાયેલી હોય છે. તમારે પણ ક્યારેક આવું બનતું હશે.આવું શું કામ થાય છે ? તે જાણવા માટે થોડા ફલેશબેક માં જઈને રશિયન સાયકોલોજીસ્ટ બ્લ્યુ માં ઝાયગરનિક વિષે જાણવું પડશે.
એક વખત ઝાયગરનિક અને તેના મિત્રો ડિનર માટે રેસ્ટોરન્ટ ગયા , તેઓ ખૂબ સરસ મસ્તીથી જમ્યા. ત્યાં તેઓને જો સહુથી વધુ કોઈ વસ્તુ ગમી હોય તો તે હતી રેસ્ટોરન્ટની સર્વિસ. તેમાં પણ તેના એક વેઈટર ની મેમરી અદભૂત હતી . તેને અપાતો વ્યક્તિ દીઠ એક એક ઓર્ડર, કોને કેવું જોઈએ તે કંઈપણ લખ્યા વગર યાદ રાખતો અને કોણે કઈ ડિશ મંગાવી તે અદભૂત રીતે યાદ રહેતું. ઝાયગરનિક અને તેના મિત્રો વેઈટર ની મેમરી પર ઓવારી ગયા .
ડિનર પછી ઝાયગરનિક અને તેના મિત્રો ઘરે પાછા જતા હતા ત્યાં રસ્તામાં તેને યાદ આવ્યું કે તેનું સ્વેટર તેઓ રેસ્ટોરન્ટ પર ભૂલી ગયા છે . એટલે તેણે ગાડી પાછી વાળી ને રેસ્ટોરન્ટમાં જઈ પેલા વેઈટરને મળ્યા, સરપ્રાઈઝલી પેલો વેઈટર તેને ઓળખી જ ન શક્યો શું થયું ?.આ ઘટનાએ ઝાયગરનિક ને વિચારવા માટે પ્રેરિત કર્યા. તેની રિસર્ચ ટીમે બ્રેઈન ઉપર રિસર્ચ કરીને શોધી કાઢ્યું કે જયારે પણ આપણે કોઈ ટાસ્ક ને કમ્પ્લીટ કરીએ એટલે બ્રેઈન "ડિલિટ "નું બટન દબાવી દે છે. અને વધારાની શોર્ટ ટર્મ મેમરી વોશઆઉટ થઇ જાય છે. એટલે જ રેસ્ટોરન્ટના વેઈટરને જ્યાં સુધી ડિનર ચાલુ હતું ત્યાં સુધી નાની નાની ડિટેઇલ યાદ હતી,મોમેન્ટ જ્યાં બિલ બન્યું એટલે ગેસ્ટના ચહેરા પણ વેઈટર ઓળખી ન શક્યો. આપણે પણ ઘણી વખત એવું થતું હોય છે કે ફોટોકોપી , ઝેરોક્ષ કરાવવા જઈએ અને કોપી લઈને આવી જઈએ અને ઓરીજનલ ભૂલતા આવીએ . આ વસ્તુને "ઝાયગરનિક ઇફેક્ટ " કહેવાય છે કે જેમાં શોર્ટ ટર્મ મેમરી ટાસ્ક પૂરો થાય એટલે ડીલીટ થઈ જાય છે. ખરેખર અદભૂત છે ને ?.
ATM માં પણ તમે પૈસા ઉપાડવા જાવ ત્યારે આવું બને છે કે તમે પૈસા ઉપાડીને ચાલતા થઈ જાવ અને કાર્ડ લેવાનું ભૂલી જાવ. ટાસ્ક કમ્પલીટ થાય એટલે કાર્ડ લેવાનું ભૂલી જવાય છે. ટીવી સિરિયલમાં પણ એક એપિસોડ પૂરો થાય ત્યારે અંતમાં એક્સાઈટમેન્ટ અને આશા સાથે નવા એપિસોડ ની ઇંતેજારી કરાવે . દરેક એપિસોડ પૂરો થાય એટલે દર્શકને લાગવું જોઈએ કે " વાવ , હવે કાલે શું બનશે ? " અને તો જ આવતીકાલે દર્શક પાછો આવે. આ અધૂરો ટાસ્ક કે અનફિનિસ્ટ વર્ક તમારી મેમરીને ઇન્ટેક રાખે છે . તમે જયારે કોઈપણ કાર્ય ને યાદ રાખવા માંગતા હો ત્યારે તેનો પ્રોબ્લેમ સંપૂર્ણ સોલ્વ ન કરો . તેને અધૂરો છોડી દો .
આ ઇફેક્ટ મુજબ કોમ્યુનિકેશન નો ગોલ્ડન રુલ છે કે તમામ વસ્તુ એક સાથે ન કહો.
-------------
તમામ પ્રકારના માનસિક રોગો તથા સેક્સ ના રોગો તથા તમામ પ્રકારના વ્યસનોની વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર માટે
------------
ડો શૈલેષ જાની
આત્મન સાયકીયાટ્રી હોસ્પિટલ અને ઈશાન વ્યસન મુક્તિ કેન્દ્ર
બીજો માળ , સુર્યદિપ કોમ્પ્લેક્સ, કાળાનાળા, ભાવનગર-364002
ફોન - 8141872881/ (0278) 2516212 / 2224736

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..-ડો શૈલેષ જાની--------------[]  બ્રેઇન પાવર વધારવાની ટિપ્સ []--------------(માનસિક, મનોદૈહિક અને ...
12/06/2025

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..
-ડો શૈલેષ જાની
--------------
[] બ્રેઇન પાવર વધારવાની ટિપ્સ []
--------------
(માનસિક, મનોદૈહિક અને શારીરિક સ્વાસ્થ્ય તથા વ્યક્તિત્વ વિકાસ અને સફળ જીવન બનાવવાની પ્રેરણા આપતા મંથલી મેગેઝીન "મનોચિકિત્સા" માંથી)
--------------
આપણામાંના ઘણા લોકોને યાદ નથી રહેતું , ભૂલી જવું કે ધ્યાન દેવાની શક્તિ ની તકલીફ હોય છે. બ્રેઈન ઉપર યાદ રાખવાની ચીજ નો હંમેશા ઓવરલોડ હોય છે. જયારે તેનો પાવર હંમેશા ઓછો હોય છે. અત્રે આપણે થોડી સામાન્ય ટિપ્સ જોઈશું કે જે યાદશક્તિ વધારવામાં મદદરૂપ થશે.
* પોઝિટિવ વિચારો
* કંઈક નવું કરો, નવું શીખો , કોઈ શોખ કેળવો જેમકે મ્યુઝિક , વાંચન, ફોટોગ્રાફી,સંગીત.
* કોઈપણ વસ્તુ પાછળ નું લોજીક સમજો.
* કામકાજને મોકૂફ રાખવાનું ટાળો
* નિરીક્ષણ -અવલોકન કરતા શીખો.
* બંને હાથે કામ કરો દા. ત. ક્યારેક ડાબા હાથે લખો, ડાબા હાથે બોલિંગ કરો.
* દરરોજના રૂટિન ને બદલે નવો રસ્તો લો.
* ક્યારેક પઝલ, કોયડા સોલ્વ કરો.
* ટેક્નોલોજી નો ઉપયોગ ઘટાડો, દા.ત.- કેલ્ક્યુલેટર ને બદલે જાતે ગણતરી કરો.
* બ્રેઈન ફૂડ જેમકે અખરોટ , બદામ,હળદર ,ગ્રીન ટી , બ્લૂબેરી , કઠોળ, લીલા શાકભાજી નો ઉપયોગ કરો.
* સુસ્ત નહિ ચુસ્ત બનો.
* પૂરતી ઊંઘ લો.
* કસરત કરો, સ્વિમિંગ, જોગિંગ કરો .
* યોગ, મેડિટેશન, પ્રાણાયામ કરો .
* હસતા રહો.
* એક કરતા વધુ કામ એક સાથે કરવાને બદલે કોઈપણ એક કામ સંપૂર્ણ રીતે પૂરું કરો.
* ખુબ વાંચો અને લેખન કરો.
* સ્વપ્ન જુઓ અને સાકાર કરો .
* કમ સે કમ અઠવાડિયામાં એક વસ્તુ નવી શીખો.
-------------
તમામ પ્રકારના માનસિક રોગો તથા સેક્સ ના રોગો તથા તમામ પ્રકારના વ્યસનોની વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર માટે
------------
ડો શૈલેષ જાની
આત્મન સાયકીયાટ્રી હોસ્પિટલ અને ઈશાન વ્યસન મુક્તિ કેન્દ્ર
બીજો માળ , સુર્યદિપ કોમ્પ્લેક્સ, કાળાનાળા, ભાવનગર-364002
ફોન - 8141872881/ (0278) 2516212 / 2224736

મારા માનસિક આરોગ્યલક્ષી માસિક "મનોચિકિત્સા"નો ડિસેમ્બર 2024નો અંકડો શૈલેષ જાની એમ. ડી,, ડી.પી એમ., એફ.આઈ.પી એસ (સાઈકિયાટ...
10/06/2025

મારા માનસિક આરોગ્યલક્ષી માસિક "મનોચિકિત્સા"નો ડિસેમ્બર 2024નો અંક
ડો શૈલેષ જાની એમ. ડી,, ડી.પી એમ., એફ.આઈ.પી એસ (સાઈકિયાટ્રી )
આત્મન સાયકિયાટ્રી હોસ્પિટલ & ઈશાન વ્યસનમુક્તિ કેન્દ્ર
સૂર્યદીપ કોમ્પ્લેક્સ , કાળાનાળા , ભાવનગર-364002- ગુજરાત
Email : drsmjani@yahoo.com
મોબાઈલ: +91-814187288

09/06/2025

જિંદગીમાં બહુ દૂર સુધીનું આયોજન કરવું નહીં. સંજોગો પર આપણો અંકુશ નથી. ' પડશે એવા દેવાશે' વાળી ફિલસૂફી ઘણીવાર નિરાંતની ઊંઘ આપે છે. જે થાય છે એ સારા માટે જ થાય છે એવો સંતોષ રાખવો જોઇએ. નહીં તો માણસ બળો - પ્રતિબળો, તનાવ - પ્રતિતનાવમાં એટલો બધો ખેંચાઇને છિન્નભિન્ન થઇ જાય છે.
કે તદ્દન સામાન્ય સ્થિતિનો સામનો કરવા માટે પણ સમર્થ રહેતો નથી અને શતરંજના બોર્ડ ઉપર આપણું છેલ્લું પ્યાદું જીવતું હોય ત્યાં સુધી હાર કબૂલવી નહીં. શ્રેષ્ઠની આશા રાખવી અને કનિષ્ઠની તૈયારી રાખવી. જીવન એક યુદ્ધ છે અને યુદ્ધ જીતવાનો નિયમ બોક્સિંગ રિંગનો છે.
બોક્સિંગમાં જે મારે છે એ જીતતો નથી. જે વધારે માર ખાઇ શકે છે એ જીતે છે. જે નથી તૂટતો એ જીતે છે. જે દાંતમાં આવેલું ખૂન થૂંકીને મારવા ઊભો થાય છે એ જીતે છે.જે છ મહિના પછી પાછો લડવા આવે છે એ જીતે છે. જીતની એક ક્ષણ માટે છ મહિના સુધી હારતા રહેવાનું જક્કીપણું હોય એ જીતે છે. "

~બક્ષી

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..-ડો શૈલેષ જાની--------------સારી ઊંઘ માટે 10 ટિપ્સ--------------(માનસિક, મનોદૈહિક અને શારીરિક સ્વ...
03/06/2025

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..
-ડો શૈલેષ જાની
--------------
સારી ઊંઘ માટે 10 ટિપ્સ
--------------
(માનસિક, મનોદૈહિક અને શારીરિક સ્વાસ્થ્ય તથા વ્યક્તિત્વ વિકાસ અને સફળ જીવન બનાવવાની પ્રેરણા આપતા મંથલી મેગેઝીન "મનોચિકિત્સા" માંથી)
--------------
ઘણાં લોકોની ફરિયાદ હોય છે કે તેમને પૂરતી ઊંઘ નથી થતી, તો આ રહી સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ

* ઊંઘ માટેનું ચોક્કસ ટાઈમ ટેબલ બનાવો અને તેને વળગી રહો દા.ત.- રાત્રીના 10 થી સવારના 6 દરમિયાન સાત કલાક ઊંઘ પૂરતી કહેવાય
* શનિ-રવિમાં વધુ સૂવાથી ચાલુ દિવસોના ઊંઘના કલાક સરભર નથી થતા. બપોરનું સુવાનું પણ 45 થી 60 મિનિટ રાખો,અને બપોરના 4 વાગ્યા પહેલા ઉઠી જાઓ
* સુતા પહેલા મગજ શાંત રાખો. જિંદગીના તમામ નિર્ણયો અને એનાલિસિસ સવાર સુધી રાહ જોઈ શકશે. તમામ અગત્યના કામની યાદી બનાવો અને સવારે ચેક કરો.
* તમામ ગેજેટ્સ જેમકે મોબાઈલ, ટીવી , કોમ્પ્યુટર રાત્રે 10 વાગે સ્વીચ ઓફ કરી દો . તમારા મગજ ને સુતા પહેલા એક્સાઈટિંગ વસ્તુથી બ્રેક આપો.
* ચા , કોફી , આલ્કોહોલ , કે નિકોટીન ઊંઘ ને ખલેલ પહોંચાડે છે, ઉપરોક્ત કોઈપણ વસ્તુ લેવાનું ટાળો અથવા તો સુતા પહેલા દોઢેક કલાક પહેલા લો.
* સુતા પહેલા હૂંફાળા પાણીથી સ્નાન કે ફૂટ મસાજ કરવો.
* શારીરિક કસરત , યોગા , પ્રાણાયામ , મ્યુઝિક વિગેરે શરુ કરો.
* સુતા પહેલા નાસ્તો કરવાનું ટાળો , ખાસ કરીને ખાંડ અને કઠોળ. આ વસ્તુ શરીરમાં બ્લડ સ્યુગર વધારે છે અને ઊંઘને ડિસ્ટર્બ કરે છે.
* ઉઠવા માટે એકદમ મોટા અવાજ કરતુ એલાર્મ ન મુકો તેના બદલે સરળ , શાંત, અને ધીમે ધીમે વાગે તેવું અને કર્ણપ્રિય મ્યુઝિક વાળું એલાર્મ મુકો.
* સુતા પહેલા જો વાંચવાનો શોખ હોય તો યાદ રાખો કે તે વસ્તુ આનંદદાયક અને ધીમી ગતિ ની હોવી જોઈએ. ક્રાઇમ સ્ટોરી કે એક્સાઇટમેન્ટ વાળી નોવેલ વાંચવાનું ટાળો.
* શક્ય હોય ત્યાં સુધી અંધારામાં સુવો, પરંતુ અમુક કારણોસર શક્ય ન હોય તો આંખો પર માસ્ક લગાવો.
-------------
તમામ પ્રકારના માનસિક રોગો તથા સેક્સ ના રોગો તથા તમામ પ્રકારના વ્યસનોની વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર માટે
------------
ડો શૈલેષ જાની
આત્મન સાયકીયાટ્રી હોસ્પિટલ અને ઈશાન વ્યસન મુક્તિ કેન્દ્ર
બીજો માળ , સુર્યદિપ કોમ્પ્લેક્સ, કાળાનાળા, ભાવનગર-364002
ફોન - 8141872881/ (0278) 2516212 / 2224736

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..-ડો શૈલેષ જાની--------------સ્ત્રીઓ અને ડિપ્રેશન  --------------(માનસિક, મનોદૈહિક અને શારીરિક સ્વ...
30/05/2025

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..
-ડો શૈલેષ જાની
--------------
સ્ત્રીઓ અને ડિપ્રેશન
--------------
(માનસિક, મનોદૈહિક અને શારીરિક સ્વાસ્થ્ય તથા વ્યક્તિત્વ વિકાસ અને સફળ જીવન બનાવવાની પ્રેરણા આપતા મંથલી મેગેઝીન "મનોચિકિત્સા" માંથી)
--------------
પુરુષો કરતા સ્ત્રીઓ માં ડિપ્રેશન નું પ્રમાણ વધુ જોવા મળે છે. સ્ત્રીઓમાં ડિપ્રેશન વધુ થવાના કારણો ની શરૂઆત સ્ત્રીના જન્મથી જ શરુ થઇ જાય છે. ભારતીય સમાજમાં છોકરા કરતા છોકરી ને ઓછું મહત્વ આપવામાં આવે છે. અને અમુક સમાજમાં બાળકીને દૂધ પીતી કરવાનો (જન્મથી જ બાળકીને મારી નાખવી ) રિવાજ હજુ પણ જોવા મળે છે.
આપણો સમાજ કે જે શક્તિ માટે મા અંબા , શિક્ષણ માટે મા સરસ્વતી, અને પૈસા માટે શ્રી લક્ષ્મીની પૂજા કરે છે તે જ સમાજ સ્ત્રીને સમાજના બોજારૂપ ગણે છે. વિવિધ કારણોને લઈને સ્ત્રીઓમાં ડિપ્રેશન નું પ્રમાણ વધુ જોવા મળે છે.

(1). સામાજિક પરિબળો:-
* લગ્નજીવનમાં પ્રોબ્લેમ
* વ્યવસાય અને ઘર વચ્ચેનું બેલેન્સિંગ
* વ્યવસાયના સ્થળે શોષણ
* વારંવારની ટ્રાન્સફર

(2). સાયકોલોજિકલ પરિબળો -બોડી ઇમેજ
કિશોરાવસ્થામાં સ્ત્રી માં થતા ફેરફાર અને શરીરના ફિગર પ્રત્યે અસંતોષ તથા મેનોપોઝ સમયે થતા શારીરિક ફેરફાર

(3). નેગેટિવ ફિલિંગ્સ
ડિપ્રેશનમાં સ્ત્રીઓ હંમેશા એકની એક વાત વાગોળે રાખે છે. જયારે પુરુષ અન્ય વાતોમાં ધ્યાન કેન્દ્રિત કરીને પોતાનું ડિપ્રેશન ઓછું કરે છે.

(4). સ્ટ્રેસ
પુરુષો કરતાં સ્ત્રીઓમાં સ્ટ્રેસને લઈને ડિપ્રેશન થવાની શક્યતા વધી જાય છે. કારણ કે સ્ત્રીઓ માં હોર્મોન્સ તેમાં અગત્યનો ભાગ ભજવતા હોય છે.

(5). બાયોલોજીકલ અને હોર્મોનલ પરિબળો
A ). પ્રિ મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ :-
મેન્સીસ (માસિક ધર્મ) દરમિયાન થતા હોર્મોનલ ફેરફાર ને લીધે ગુસ્સો, થાક, રડવું,બેચેની જેવા સિન્ડ્રોમ ના લક્ષણો જોવા
મળતા હોય છે.

B ). પ્રેગ્નન્સી અને ઇન્ફર્ટિલિટી :-
* વણજોઈતી પ્રેગ્નન્સી ( ઈચ્છા ના હોવા છતાં બાળક રહી જવું )
* ખૂબ નાની ઉંમરે પ્રેગ્નન્સી
* કોઈ બીમારી સબબ એબોર્શન કરાવવું પડે.
* સિઝેરિયન સેક્શન ઓપરેશન
* ઈન્ફર્ટિલિટી (બાળક ન થવાથી )

C). પોસ્ટ પાર્ટમ (ડિલિવરી પછી )
પોસ્ટપાર્ટમ બ્લ્યુ , જેમાં અડધાથી વધારે સ્ત્રીઓમાં ડિલિવરી બાદ ડિપ્રેશન જોવા મળે છે, જે સામાન્ય રીતે થોડા દિવસો સુધી ચાલે છે.
() પોસ્ટપાર્ટમ ડિપ્રેશન :-
ડિલિવરી પછી થોડા અઠવાડિયા થી લઈને મહિનાઓ સુધી ડિપ્રેશન થતું હોય છે, તેમાં ખાસ કરીને બાળકને મારી નાખવાનો ભયાનક વિચારો આવતા હોય છે. તેમાં માતાને બાળક સાથે જે લાગણી કે એટેચમેન્ટ થવી જોઈએ તે જોવા નથી મળતું .

D). મેનોપોઝ :-
મેનોપોઝ દરમિયાન સ્ત્રીના શરીરમાં હોર્મોન્સ ધીરે ધીરે બનવાનું ઓછું થતું જાય છે. ત્યારે આખા શરીરમાં હોટ ફલશીશ (ગરમ શેરડા પડે ) , ગુસ્સો, હતાશા , માથાનો દુખાવો , અજંપો , બેચેની , ચીડિયાપણું જેવી તકલીફ થતી હોય છે.

મનોચિકિત્સકને મળીને સમયસરની સારવાર થી ડિપ્રેશનમાંથી મુક્ત થઈ શકાય છે.
-------------
તમામ પ્રકારના માનસિક રોગો તથા સેક્સ ના રોગો તથા તમામ પ્રકારના વ્યસનોની વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર માટે
------------
ડો શૈલેષ જાની
આત્મન સાયકીયાટ્રી હોસ્પિટલ અને ઈશાન વ્યસન મુક્તિ કેન્દ્ર
બીજો માળ , સુર્યદિપ કોમ્પ્લેક્સ, કાળાનાળા, ભાવનગર-364002
ફોન - 8141872881/ (0278) 2516212 / 2224736

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..-ડો શૈલેષ જાની-------------- સ્માર્ટ વોચ   સિન્ડ્રોમ--------------(માનસિક, મનોદૈહિક અને શારીરિક સ...
27/05/2025

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..
-ડો શૈલેષ જાની
--------------
સ્માર્ટ વોચ સિન્ડ્રોમ
--------------
(માનસિક, મનોદૈહિક અને શારીરિક સ્વાસ્થ્ય તથા વ્યક્તિત્વ વિકાસ અને સફળ જીવન બનાવવાની પ્રેરણા આપતા મંથલી મેગેઝીન "મનોચિકિત્સા" માંથી)
--------------
[] સ્માર્ટ વોચ સિન્ડ્રોમ []
મનન શાસ્ત્રી , 30 વર્ષનો સોફ્ટવેર એન્જિનિયર. એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે. છેલ્લા ત્રણેક મહિનામાં પાંચેક વખત ઇમર્જન્સીમાં કાર્ડીયોલોજીસ્ટને બતાવવા જવું પડયું. કાર્ડીયોલોજીસ્ટ તેના ફોર્મેટ પ્રમાણે ઈસીજી , 2D -ઇકો , ટીએમટી , બ્લડ ટેસ્ટ કરે, તમામ રિપોર્ટ નોર્મલ હોય, છેલ્લે કાર્ડીયોલોજીસ્ટ સામાન્ય મલ્ટીવિટામીન દવા લખીને ઘરે મોકલી દે, છેલ્લે તો કાર્ડીયોલોજીસ્ટ કહ્યું તને હાર્ટની કોઈ બીમારી નથી, તું સાયકિયાટ્રીસ્ટને બતાવ , એટલે મનન મારી પાસે કન્સલ્ટેશન માટે આવેલ.
મનન ની હિસ્ટ્રી કંઈક એવી હતી કે કોવિડ પછી તે વર્ક ફ્રોમ હોમ કરતો હતો, એટલે કસરત માટે તેણે સ્માર્ટવોચ ખરીદી હતી એટલે તે દરરોજ તેના પર કેટલા સ્ટેપ ચાલ્યો, હાર્ટ રેટ , બીપી, કેટલા કલાક સૂતો, કેલરી કાઉન્ટિંગ વગેરેને લીધે ક્યારેક હાર્ટ રેટ વધે એટલે તુરંત ડોક્ટર પાસે પહોંચી જાય, અને ધીરે ધીરે પેનિક એટેક શરૂ થઈ ગયા. નો ડાઉટ સ્માર્ટ વોચ કે ફિટનેસ એપ્સ થી તમે હેલ્થ કોન્સિયસ બનો છો, તેના ડેટા ટ્રેક કરી શકાય, ગોલ સેટ કરી શકાય, અમુક બીમારી વિશે આગોતરી માહિતી પણ મળે છે. પરંતુ ઘણી વખત આ પર્સનલ હેલ્થ કેર ડેટા બેધારી તલવાર જેવું કામ કરે છે .
તમે આ બધું જયારે ટ્રેક કરો છો ત્યારે માત્ર આ આંકડા જ નહીં પરંતુ તમારું સ્પેસિફિક બિહેવિયર પણ આ બેંચમાર્ક સાથે મેચ કરો છો,અને ધીરે -ધીરે તમે સ્માર્ટ ટ્રેકર ગોલ સેટિંગ ના આદિ થઈ જાવ છો. આ ફિટનેસ ડેટા યુઝ ફુલ નેસ સાથે ઘણી વખત આ નંબર નું પ્રિ ઓક્યુપેશન થઇ જાય ત્યારે પ્રોબ્લેમ ની શરૂઆત થાય છે. જો આ ડેટા ટ્રેકિંગ તમારી સોશિયલ લાઈફમાં ડિસ્ટર્બન્સ કરે, તમારું સ્ટ્રેસ વધારે, ફ્રેન્ડ કે ફેમિલી રિલેશન ના ભોગે તમે તમારો "ગોલ" એચિવ કરતા હોવા છતાં પણ તમે "હેલ્ધી" નથી હોતા. ઘણી વખત આપણે ફ્રી હોઈએ ત્યારે આપણા સોશિયલ નેટવર્ક ને માણવાની.બદલે આપણી બોડી રિધમ ઉપર વધુ ફોકસ કરીએ છીએ. ધારેલા સ્ટેપ ન ચાલી શકાય કે પલ્સ રેટ માં 10-15 નો વધારો કે ઊંઘ ના સમયમાં 15 મિનિટનો ઘટાડો..વગેરે જેનો ગેજેટ્સ વગર આવા નાના ફેરફારો નો ખ્યાલ પણ ન આવે પરંતુ ગેજેટ્સ થ્રુ આપણે વધુ ને વધુ મોનીટરીંગ કરતા થઇ ગયા છીએ .
એક સર્વે મુજબ જે લોંગ રન રનર પોતાની રનીંગ ડિટેઇલ સોશિયલ મીડિયા પર શેર કરતા હતા અને જે રનર પોતાની રનિંગ ડિટેઇલ સોશિયલ મીડિયા પર શેર નહોતા કરતા તેઓ વધુ ફાસ્ટ દોડતા હતા.
સ્માર્ટ વોચ માં સમયાંતરે આવતું એક્સરસાઇઝ કે મુવમેન્ટનું રિમાઇન્ડર ઘણી વખત તમે બીમાર હોય કે સંજોગોવસાત તમે મુવમેન્ટ ન કરી શકતા હોવ તેવા સંજોગોમાં આ એલાર્મ તમારી મેન્ટલ હેલ્થ ઉપર નેગેટિવ ઈમ્પૅક્ટ કરે છે.
ફિટનેસ વોચ કે એપ્સ નું હવે ગેમિફિકેશન થઇ ગયું છે. તમે જયારે ગોલ એચિવ કરો છો ત્યારે તમને બેજ મળે છે કે એનિમેટેડ ગિફ્ટ મળે છે. આ આવી વસ્તુ થી આપણને આવા વેરેબલ ડિવાઈસનું વ્યસન થઇ જાય છે. ઘણી વખત એવું બને કે આ વોચ કે એપ્સ કામ ન કરે તો એક્સરસાઇઝ કરવાનો આનંદ આવતો નથી.

{} સ્માર્ટવોચ કે ફિટનેસ એપ્સના ગેરફાયદા {}
--------------------------------------------------
* નંબરનું વળગણ
* ડાયેટિંગ, કેલરી કાઉન્ટ ઓબ્સેશન
* ગેઝેટ્સ ડિપેન્ડસી
* કંઈક મેળવ્યા નો વધુ પડતો આત્મવિશ્વાસ
* વધુ પડતી નકારાત્મક લાગણી
* કોમ્પિટિશન અને ઈર્ષા

{} સ્માર્ટવોચ કે એપ્સનું વ્યસન છોડાવવાના ઉપાય {}
------------------------------------------------------------
* "ડોપામાઇન ફાસ્ટ " સમયાંતરે સ્માર્ટવોચ કે એપ્સનો ઉપયોગ બંધ કરતા રહો, તેનાથી તમારો રિવોર્ડ પાથવે રીસેટ થઇ જશે .
* અન્ય હોબી કે શોખ કેળવો.
* કોચ કે ટ્રેનરની અન્ડરમાં વર્કઆઉટ કરો.
* દરેકની "આદર્શ હેલ્થ" અલગ -અલગ હોય છે.
* સ્માર્ટવોચ થી સેલ્ફ ડાયગ્નોસિસ કરવાનું ટાળો.
* સ્ટાન્ડર્ડ મેડિકલ ટેસ્ટ થી ડોક્ટરને મળીને નિદાન કન્ફર્મ કરો.
* નોટિફિકેશન બંધ કરી દો.
* સામાજિક પ્રસંગોમાં સ્માર્ટવોચ પહેરવાનું ટાળો.
-------------
તમામ પ્રકારના માનસિક રોગો તથા સેક્સ ના રોગો તથા તમામ પ્રકારના વ્યસનોની વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર માટે
------------
ડો શૈલેષ જાની
આત્મન સાયકીયાટ્રી હોસ્પિટલ અને ઈશાન વ્યસન મુક્તિ કેન્દ્ર
બીજો માળ , સુર્યદિપ કોમ્પ્લેક્સ, કાળાનાળા, ભાવનગર-364002
ફોન - 8141872881/ (0278) 2516212 / 2224736

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..-ડો શૈલેષ જાની--------------યહ ભી બીત જાયેગા  --------------(માનસિક, મનોદૈહિક અને શારીરિક સ્વાસ્થ...
23/05/2025

મનોચિકિત્સા ડાયજેસ્ટ ..
-ડો શૈલેષ જાની
--------------
યહ ભી બીત જાયેગા
--------------
(માનસિક, મનોદૈહિક અને શારીરિક સ્વાસ્થ્ય તથા વ્યક્તિત્વ વિકાસ અને સફળ જીવન બનાવવાની પ્રેરણા આપતા મંથલી મેગેઝીન "મનોચિકિત્સા" માંથી)
--------------
એક સમ્રાટે તેના રાજ્યના નામાંકિત સોનીને બોલાવી ને કહ્યુ કે મને તું એક વીંટી બનાવી આપ અને તેના ઉપર એવા શબ્દો લખી દે કે જે મને જીવનની દરેક ક્ષણો માં કામ આવે, દુઃખ હોય તો પણ કે સુખ હોય તો પણ. સોનીએ વીંટી તો બનાવી, હીરા જડ્યા, ખૂબ સુંદર વીંટી બનાવી, પણ મોટી મુશ્કેલી એ હતી કે એવું કયું વચન લખું કે જે જિંદગી ની દરેક ક્ષણો માં કામ આવે. કંઈ પણ લખીશ એ ક્યારેક કામ આવે, કોઈ ચોક્કસ ક્ષણો , ચોક્કસ સંદર્ભમાં પણ જિંદગીની દરેક ઘડીમાં કે દરેક સંદર્ભમાં કામ આવે એવું વચન ક્યાંથી લખું, કેવી રીતે લખું . વિચારી વિચારીને પાગલ જેવો થઇ ગયો.
એવાં માં તેને યાદ આવ્યું કે ગામમાં એક સંત આવ્યા છે, તેને પૂછી લઉં . તે સંત પાસે ગયો તો સંતે કહ્યું એમાં કાંઈ ખાસ વાત નથી. તું જા એટલું લખી નાખ કે " યહ ભી બીત જાયેગા " , This too will pass અને સમ્રાટને કહ્યું કે કોઈપણ ઘડી હોય, તમે ખુશ હો, દુઃખી હો કે પરેશાન હો, આ વીંટી માં લખેલું વચન વાંચી જવું... તે તમને ઉપયોગી થશે. થોડા સમયમાં જ રાજાને આ વચન કામ લાગ્યું .
થોડા સમય બાદ સમ્રાટ એક યુધ્ધ માં હારી ગયો અને તેને રાજ્ય છોડીને ભાગવું પડ્યું. દુશ્મનો પાછળ પડ્યા એથી સમ્રાટ એક પહાડની પાછળ સંતાઈ ગયો. ઘોડાની તબડક તબડક અવાજ સંભળાઈ રહ્યો છે. રાજા ખૂબ દુઃખી છે, જીવન બરબાદ થઈ ગયું, વિચાર્યું હતું કે રાજ્ય મોટું થશે એટલે તો યુદ્ધમાં ઉતર્યો હતો પણ આ તો રાજ્ય પોતાનું હતું તે પણ ગયું. જે નહોતું એને લેવા ગયો ત્યાં જે હતું તે પણ ગયું. ખૂબ ચિંતાતુર હતો, ઉદાસ હતો, કેવી મોટી ભૂલ કરી નાખી , પસ્તાવો થતો હતો, ત્યાં તેને વીંટી યાદ આવી, વચન વાંચ્યું વચન હતું કે " યહ ભી બીત જાયેગા " વાંચીને મન એકદમ હળવું ફૂલ થઇ ગયું . જાણે કે કોઈએ રૂમના દરવાજા ખોલી નાખ્યા હોય. સૂરજના કિરણો અંદર આવી ગયા, તાજી હવાની લહેરખી અંદર આવી ગઈ . જાણે કે અમૃતવાણી થઇ હોય " યહ ભી બીત જાયેગા " અને એ શાંત થઇ ને બેસી ગયો. થોડા સમય માટે તે ભૂલી ગયો કે ઘોડાની તબડક તબડક અવાજ ક્યારે સંભળાવા ના બંધ થઈ ગયા. મોડેથી તેને યાદ આવ્યું કે દુશ્મન હજુ સુધી પહોંચ્યા નથી અને બે દિવસ પછી તેનું સૈન્ય પાછું ભેગું થઈ ગયું.તેઓએ ફરીથી હુમલો કર્યો અને જીતી ગયા. જીતની ખબર પછી રાજધાનીમાં વિજેતાની જેમ તે પાછો ફર્યો , મોટો ઉત્સવ હતો, ફૂલોથી સ્વાગત થઈ રહ્યું છે, ઢોલ -નગારા વાગી રહ્યા છે , લોકો ડાન્સ કરી રહ્યા છે , મોટી શોભાયાત્રા નીકળી છે.અક્કડતા ની આ ક્ષણમાં તેને સૂર્ય પ્રકાશમાં અંગુઠામાં પહેરેલી વીંટી ના હીરા ચમકતા દેખાયા અને તેણે ફરી એ વચન વાંચ્યું, " યહ ભી બીત જાયેગા", અને મન ફરી હલકું થઈ ગયું જાણે ફરી કોઈ દરવાજો ખુલી ગયો, પ્રકાશપુંજ દેખાણો , વિજેતા નો જે અહંકાર હતો એ જેમ સવારે પહેલા સૂર્યકિરણમાં ઘાસ ઉપર નું ઝાકળ જેમ ઉડી જાય તેમ અહંકાર ઓગળી ગયો... હલકો થઈ ગયો.
આપણા જીવનમાં દુઃખ આવે છે અને વીતી જાય છે, સુખ આવે છે અને વીતી જાય છે. ન દુઃખમાં ઉદાસ થવું કે ન સુખમાં ફૂલી જવું . બધું આવે છે અને જાય છે કંઈ પણ કાયમી નથી..
-------------
તમામ પ્રકારના માનસિક રોગો તથા સેક્સ ના રોગો તથા તમામ પ્રકારના વ્યસનોની વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર માટે
------------
ડો શૈલેષ જાની
આત્મન સાયકીયાટ્રી હોસ્પિટલ અને ઈશાન વ્યસન મુક્તિ કેન્દ્ર
બીજો માળ , સુર્યદિપ કોમ્પ્લેક્સ, કાળાનાળા, ભાવનગર-364002
ફોન - 8141872881/ (0278) 2516212 / 2224736
--

Address

Dr Shailesh Jani, Aatman Psychiatry Hospital And Ishan De Adiction Center, Suryadeep Complex, 2nd Floor, Kalanala
Bhavnagar
364002

Opening Hours

Monday 9am - 1pm
4pm - 7pm
Tuesday 9am - 1pm
4pm - 7pm
Wednesday 9am - 1pm
4pm - 7pm
Thursday 9am - 1pm
4pm - 7pm
Friday 9am - 1pm
4pm - 7pm
Saturday 9am - 1pm

Telephone

919054525552

Alerts

Be the first to know and let us send you an email when Dr Shailesh Jani's Aatman Psychiatry Hospital & Ishan De-addiction Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Shailesh Jani's Aatman Psychiatry Hospital & Ishan De-addiction Center:

Share

Category