
01/12/2023
પરિવારથી દૂર હોસ્ટેલમાં રહેતી 15 વર્ષની યુવતી છેલ્લા 2 વર્ષથી કિડની સ્ટોનની પીડાથી પીડાતી હતી. પરિવારને ખબર હતી કે તેણીને કિડનીમાં મોટી પથરી છે. પરંતુ ડર અને ગેરસમજને કારણે તેઓ સર્જરી માટે ડોકટરોની સલાહને અનુસરતા ન હતા.
પછી તે એકોર્ડ હોસ્પિટલ ભુજમાં ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતા, સક્ષમ અને સહાનુભૂતિ ધરાવતા યુરોલોજિસ્ટ ડૉ. પાર્થરાજસિંહ જાડેજાને મળ્યા, ડો. જાડેજા કિડની રોગોના સુપર સ્પેશ્યાલીસ્ટ હોવાથી આવા પ્રકારના ઓપરેશન એમના માટે સામાન્ય કહી શકાય પરંતુ દર્દીઓ ઓપરેશન શબ્દથી ડરતા હોય છે.
તેમના કાઉન્સેલિંગ પછી તેઓ સર્જરી માટે તૈયાર થઈ ગયા. તેણીએ કીહોલ સર્જરી કરાવી, જે PCNL તરીકે ઓળખાય છે. કિડની માંથી 3 મોટા સ્ટોન દૂર કરવામાં આવ્યા હતા. યુવતી ને કોઈ પણ પ્રકાર ની પીડા વગર 2 દિવસ પછી રજા આપવામાં આવી હતી. તેણી એ ભવિષ્ય માં ડોક્ટર બનવાની ઈચ્છા સાથે હોસ્પિટલ માંથી ડો. પાર્થરાજસિંહ જાડેજા નો આભાર વ્યક્ત કરી હસતા હસતા રજા લીધી હતી .