Dr Alap Antani

Dr Alap Antani An Internationally recognized Ayurveda Doctor by profession, and Nature lover, Ultra Marathon Runn

Morning Run of 23kms... With sub 6 pace (in 2 hrs 16mints) ... With running buddies of   ..This was as a part of practic...
03/12/2023

Morning Run of 23kms... With sub 6 pace (in 2 hrs 16mints) ... With running buddies of ..

This was as a part of practice run for 2024...

*લેખ થોડો લાંબો લખાયો છે પરંતુ,* માતા ના મઢ જતા પદયાત્રીઓ લાંબા અંતરની આ યાત્રા વધુ સારી રીતે કરી શકે એ હેતુથી અહીં જણાવ...
12/10/2023

*લેખ થોડો લાંબો લખાયો છે પરંતુ,* માતા ના મઢ જતા પદયાત્રીઓ લાંબા અંતરની આ યાત્રા વધુ સારી રીતે કરી શકે એ હેતુથી અહીં જણાવેલી કેટલીક વાતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

*માતા ના મઢ પદયાત્રા વિશેષ - પદયાત્રા નું વિજ્ઞાન*

ડો. આલાપ અંતાણી -
સર્વમંગલ આરોગ્યધામ (ભુજ), મો. 9428812871
- "કચ્છમિત્ર" 11 10 2023

નવરાત્રિ ના પવિત્ર દિવસો માં ભારત ના પશ્ચિમી છેવાડા કચ્છ માં' બિરાજેલા દેશદેવી માં આશાપુરા ના ચરણો માં લાખો શ્રદ્ધાળુઓ પોતાનું માથું ટેકવવા સેંકડો કિલોમીટર ની પગપાળા યાત્રા કરેછે. વિવિધ ઉમર ના, અને વિવિધ વિસ્તારો માથી પદયાત્રા કરી રહેલા સહુ કોઈના મન માં 'માં' ને માથું નમાવવા ની આસ્થા હોયછે, અને એ માટે શ્રદ્ધાળુઓ ના મન અને શરીર ને અનેરી ઉર્જા પણ પ્રાપ્ત થતી હોયછે. માં એ શક્તિ નું સ્વરૂપ છે આને આ શક્તિ નો આંશિક પરિચય આ દરેક યાત્રાળુ માં થઈ શકે છે. ભાદરવા મહિના ની કચ્છ ની ગરમી અને તડકો એમની કઠિન કસોટી કરે છે. આવી અદ્ભુત યાત્રા નો અનુભવ કરવા જઈ રહેલા દરેક વ્યક્તિ માટે આ લેખ ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે.

કોઈપણ અભિયાન ની સફળતા એની પૂર્વ તૈયારી પર ટકેલી છે. જો આપ પણ માતા ના મઢ સુધી ની પદયાત્રા નો વિચાર કરી રહ્યા છો તો કેટલીક મહત્વ ની બાબતો નું ધ્યાન રાખશો તો આપની યાત્રા ન માત્ર સફળ થશે, પરંતુ કોઈપણ જાતના શારીરિક કે માનસિક વિઘ્ન વિના પણ પૂર્ણ થશે. આ લેખ લખતી વખતે આયુર્વેદ અને સ્વાસ્થ્ય અંગેનું મારુ જ્ઞાન, અને સફળતાપૂર્વક પૂર્ણ કરાયેલી 10 થી વધુ મેરેથોન દોડ ના અનુભવ નું મિશ્રણ પ્રસ્તુત કરેલ છે. એટલા માટે જ અહી લાંબા અંતર ની પદયાત્રા ના સ્વાસ્થ્ય વિજ્ઞાન સાથે જોડીને આ લેખ લખાયેલ છે. જેમ કોઈ પ્રવાસ શરૂ કરતાં પહેલા આપણે આપણી ગાડી માં પાણી, તેલ અને સફાઈ બરોબર છે કે નહીં એ તપાસ્યા પછી જ પ્રવાસ શરૂ કરીએ છીએ એ જ રીતે લાંબા અંતર ની પદયાત્રા શરૂ કરતાં પહેલા શરીર એ માટે તૈયાર છે કે નહીં એ જાણી લેવું જરૂરી છે. ખાસ કરીને હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબીટીસ જેવી સમસ્યા ધરાવતા, અને 50 વર્ષ થી ઉપર ની વય ના અને 15 વર્ષ ની નીચેની વય ના લોકો એ ડોક્ટર ની સલાહ વિના નીકળવું જોઈએ નહીં. કારણ કે 50,100 કે તેથી વધુ કિલોમીટર ના અંતર ની પદયાત્રા અને એમાં પણ ઋતુ ના વાતાવરણ જેવા પરિબળો ઉપરોક્ત ઉમર અને રોગીષ્ઠ શરીર માટે ઘાતક પણ સાબિત થઈ શકે. ઘણા લોકો અન્ય સ્વજનો ની સંકોચ ને કારણે ચાલવા માટે તૈયાર થઈ જાય છે, અને પછી થોડા અંતરે જ શરીર થાકી જાયછે. આવું કરવું શરીર માટે પણ જોખમી થઈ શકે છે. પદયાત્રા તો જ કરો જો આપના માં શ્રદ્ધા હોય, અને શરીર એ માટે તૈયાર પણ હોય. પદયાત્રા શરૂ કરવાના 10 થી 15 દિવસો પહેલા 5 કિલોમીટર કે તેથી થોડા વધુ અંતર સુધી ચાલવાની નિયમિતતા રાખી શકો તો વધુ સારું. આમ કરવાથી શરીર ની માંસપેશીઓ,ફેફસા અને હૃદય ચાલવાની પ્રક્રિયા સાથે તાલ મેળવતા શીખી લે છે.

હવે જો તમે 'માં' ને મળવા પગપાળા ચાલવાનું નક્કી જ કરી લીધું છે, તો ચાલવા ની કેટલીક ટેક્નિક પણ સમજી લેવી જરૂરી છે. સહુથી પહેલી બાબત છે ચાલવા માટેની અનુકૂળતા વધારવાની. આ માટે આપણી પાસે યોગ્ય જૂતા હોવા જરૂરી છે. સ્લીપર, ચંપલ કે ચામડા ના જૂતા પહેરીને નીકળવા ની 'હિમ્મત' કરશો તો તમારા ઘૂંટણ અને પગ ની પાની ના દુખાવારૂપિ વિરોધ નો સામનો કરવા તૈયાર રહેજો!! આપની આર્થિક અનુકૂળતા મુજબ ના વોકિંગ કે રનિંગ શૂઝ પહેરવા અત્યંત જરૂરી છે, કે જેના તળિયા પોચા હોય અને યોગ્ય ઉછાળ પ્રદાન કરતાં હોય. કારણકે આપણે ડામર ના રસ્તા પર લાંબુ અંતર કાપવાનું છે અને જેના માટે પગ પર રસ્તાનું જેટલું ઓછું ઘર્ષણ/વજન પડે એટલું સારું. એ જ રીતે ખભા પર પણ જેટલું ઓછું વજન રહે એટલું સારું. સામાન્ય રીતે આવી ધાર્મિક યાત્રાઓ માં રસ્તા પર અનેક સેવા કેમ્પો મળી રહે છે એટલે સામાન્ય રીતે પાણી અને અન્ય ભોજન વ્યવસ્થાઓ નું વજન ઉપાડવાની જરૂર નથી રહેતી. એકાદ જોડી કપડાં અને અંજીર, ગ્લુકોઝ પાઉડર, ટોર્ચ, ગોગલ્સ, ટોપી, નેપકિન જેવી મૂળભૂત જરૂરિયાતો થી વધુ કઈ જ ના લઈએ તો પણ ચાલે. આ ઉપરાંત પોશાક પણ એવા પહેરીએ કે જે પરસેવા ને શોષે નહીં. આ પ્રકાર ના કાપડ ને "ડ્રાય ફિટ" કહેવામા આવેછે. વિવિધ પ્રકાર ની રમતો માં આ જ પ્રકાર ના કાપડ ના યુનિફોર્મ બનાવામાં આવેછે. પરસેવા ને કારણે ભીના થઈ જતાં કપડાં ને કારણે શરદી, તાવ અને ફૂગ થી થતા ઇન્ફેકશન થવાની સંભાવના વધી જાયછે.

હવે જો તમે ઉપરોક્ત તૈયારીઓ કરી ચૂક્યા છો તો ચાલવાની પદ્ધતિ પર પણ ધ્યાન આપીએ. એક સરેરાશ વ્યક્તિ 12 મિનિટ માં 1 કિલોમીટર નું અંતર ચાલીને પૂરો કરતો હોયછે. આપને પણ આપની સામાન્ય ઝડપ નો ખ્યાલ રાખવો જરૂરી છે. લાંબા અંતર ની યાત્રા પર નીકળતી વખતા આપની સરેરાશ ઝડપ કરતાં લગભગ 20 ટકા ઓછી ઝડપે ચાલવું જરૂરી છે, જેનાથી આપ વધુ અંતર સરળતાથી કાપી શકશો. ઘણા પદયાત્રીઓ ને જોઈએ તો લાગે કે મુંબઈ ની લોકલ ટ્રેન પકડવાની હોય એમ ભાગતા જતાં હોયછે, અને આ એ જ લોકો છે જે અધવચ્ચે થી અટકી પડતાં હોયછે. કાચબા ને યાદ રાખજો, સસલા ને નહીં !! ચાલતી વખતે શ્વાસ અને ચાલ લય માં હોવા પણ એટલા જ જરૂરી છે. હૃદય અને ફેફસા જેટલા સંતુલિત હશે એટલી ઉર્જા નો ખર્ચ ઓછો થશે અને શરીર થાકશે નહીં. જો તમને ચાલતી વખતે મોઢા થી શ્વાસ લેવાની જરૂર પડેછે તો સમજી લેજો કે તમે શરીર ને એની ક્ષમતા કરતાં વધુ કામ આપી રહ્યા છે અને તમને ધીમા ચાલવાની અથવા થોડા આરામ ની જરૂર છે. દરેક પગલે શરીર નો આયામ યોગ્ય હોવો પણ એટલો જ જરૂરી છે. આગળ ઝુકીને ચાલશો નહીં. ટટ્ટાર રહીને દરેક ડગલું માંડવું, અને નજર બને એટલી સીધી રાખવી, ખભા ને સમાંતરે રાખીને વધુ કડક કે ઢળતા પણ રાખવા નહીં. શરીર ને જેટલું હળવું રાખશો એટલું માંસપેશીઓ ને ઓછો જોર પડશે. જેમ જેમ અંતર વધતું જાય તેમ તેમ શરીર ની અંદર ચાલતી પ્રક્રિયાઓ ને જાણતા રહેવું. શરીર માં થતા કોઈપણ અસામાન્ય દુખાવા કે ફેરફાર ને અવગણશો નહીં.

આહાર ની ભૂમિકા પણ આ યાત્રા માટે સમજવી અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે રસ્તા માં આવતા સેવાકેમ્પો માં જે મળે એના પર જ આપણે આધાર રાખવો પડતો હોયછે. વિવિધ સેવા કેમ્પો માં વિવિધ પ્રકાર ની વાનગીઓ ઉપલબ્ધ હોયછે. પરંતુ અહી એટલું સમજી લઈએ કે પચવા માં હળવો અને પોષણયુક્ત આહાર જ પસંદ કરવો. જીભ ના 'ટેસડા' ની લાલચ માં આવીને ભરપેટ ભોજન કરશો નહીં. સેવા કેમ્પો માં સજાવેલ આથાવાળી વાનગીઓ (બ્રેડ, પાઉં, બિસ્કિટ વગેરે), ઠંડા પીણાં, અથાણાં, તીખા શાક આપણી યાત્રા માં અવરોધ ઉત્પન્ન કરી શકેછે. સહુથી સારા વિકલ્પ તરીકે ફળાહાર, દાળ, ભાત, ગ્લુકોઝ વાળા પીણાં આરોગવા જોઈએ. થોડા થોડા અંતરે નિયમિત રીતે પાણી પીવાનું ભુલશો નહીં. તરસ લાગે એ પહેલા જ પાણી પી લેવું જોઈએ. પાણી અને આહાર નું સંતુલન શરીર નું બળ જાળવી રાખશે અને આપણે જલ્દી થાક લાગશે નહીં. ચાલતી વખતે એસિડિટી, ઝાડા, ઉલ્ટી અને શરીર નું ભારીપન લાગવા પાછળ ના મહત્વ ના કારણો માં યોગ્ય આહાર પદ્ધતી નો અભાવ હોયછે. અંજીર, કેળાં, નાળિયેર પાણી, લીંબુ પાણી અને ખાટા ફળો આપણે વિવિધ પ્રકાર ના વિટામિન ની પૂર્તિ કરી આપશે. દાળ, ભાત, બટેટા ના શાક આપને "ઇંસ્ટંટ" શક્તિ પૂરી પાડતા રહેશે.

જ્યારે આપ 1 દિવસ કે એથી વધુ સમય સુધી ચાલવા ના હો, અથવાતો 100 જેટલા કિલોમીટર સુધી ચાલવાના હો તો આરામ અને યોગ્ય નિદ્રા પણ મહત્વ ના બની રહે છે. દરેક વ્યક્તિ એ પોતાની જરૂરિયાત પ્રમાણે નાના નાના વિરામ સમય લેવા જોઈએ અને ખાસ કરીને દિવસ માં એક વખત એક સાથે 4 થી 6 કલાક ની સળંગ ઊંઘ લેવી જ જોઈએ. ઓછા સમય માં વધુ અંતર કાપવાની લાલચ માં આરામ કરવાનું ભુલાઈ જાય તો શરીર ના દરેક અંગ ને 'અત્યાચાર' ની અનુભૂતિ થાય અને અંતે એ કોઈને કોઈ બીમારી અથવા દુખાવા નું કારણ બની શકે. આથી જ આપ માનસિક રીતે સ્વસ્થ હો તો પણ શરીર ને આરામ આપવા પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. લાંબા અંતર કાપવાના હોય ત્યારે યોગ્ય નિદ્રા આપણા માં ઉર્જા નો પુનઃ સંચાર કરવામાં મદદરૂપ બને છે. ચાલવાનું સાંજ ના ભાગ માં શરૂ કરીને બીજા દિવસે ભાર બપોર ના ભાગ માં પૂરતો આરામ કરવું વધુ હિતાવહ છે. ભાદરવા ના તાપ થી બચવા રાત્રિ માં વધુ અંતર કાપવાનું રાખો. તમે યાત્રા શરૂ કરો એ પહેલા પણ એ જ દિવસ માં 6 થી 8 કલાક ની ઊંઘ કરી લેવી જોઈએ.

પદયાત્રા નું સહુથી મોટું ફળ હોયછે આપણી અંદર આધ્યાત્મિક ઉર્જા નો ઉદય, આપણો આપણી ક્ષમતાઓ સાથે નો સાક્ષાત્કાર. જો તમે મિત્રો સાથે સમય પસાર કરવા કે અન્ય કોઈ સ્વાર્થમાત્ર થી આ યાત્રા કરશો તો એ વ્યર્થ ની શારીરિક યાતના થી વધુ કઈ જ નથી. પરંતુ જો તમે યંત્રવત ચાલતા શરીર ની સાથે સાથે મન માં શ્રદ્ધા અને માતા ના દર્શન ની ઈચ્છા ને વધુ ને વધુ દ્રઢ બનાવતા રહેશો તો આ કઠિન લાગતી યાત્રા પણ સુખવત પૂર્ણ થશે. સમગ્ર યાત્રા દરમ્યાન મન ને સારા વિચારો થી ભરતા રહો, નકારાત્મકતા નો સામનો કરીને આગળ વધતાં રહેવું એ જ સાચું તપ છે અને યાત્રા ના અંતે માનસિક સ્વાસ્થ્ય ના પરમ સુખ નો અનુભવ પણ તમને થઈ શકે.
અંત માં એટલું યાદ રાખશો કે આપણી ધાર્મિક પદયાત્રાઓ બાહ્ય ના હોતા અંતર ની યાત્રા છે, કે જ્યાં આપણો પરિચય આપણી જાત સાથે થાય છે. અને એટલા માટે જ ઇનો અંતિમ પડાવ માતૃત્વ રૂપિ જગદંબા કે શિવ ના દ્વાર સુધી લઈ જાયછે. સામાન્ય લાગતો માનવી પણ શ્રદ્ધા અને પોતાની જાત પરના વિશ્વાસ ના બળે જીવન ના લાંબા અંતરો અને ઊંચાઈઓ પણ સાર કરી શકે એનું જીવિત દ્રષ્ટાંત એટલે આ અદ્ભુત પદયાત્રાઓ..
મંગલમય યાત્રા ની શુભકામનાઓ..

જય માતાજી

23/08/2023

27/07/2023
*તેરા વૈભવ અમર રહે માં, હમ દિન ચાર રહે ના રહેં..*
15/08/2022

*તેરા વૈભવ અમર રહે માં, હમ દિન ચાર રહે ના રહેં..*

Address

Bhuj

Telephone

+919428812871

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Alap Antani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Alap Antani:

Share