17/05/2024
વર્લ્ડ હાયપરટેન્શન દિવસ આજે છે એ બહુ ઓછા લોકોને જ ખ્યાલ હશે..
મિત્રો આપણે કોઈપણ દિવસ શા માટે ઉજવતા હોઈએ છીએ કે આપણે એ વિષય વિશેની અગત્યતા સમજાય.
એક કિડની સ્પેશિયાલીસ્ટ તરીકે હું બહુ જવાબદારી પૂર્વક કહું છું કે કિડની ને સારી રાખવા માટે બ્લડપ્રેશર એ સહુથી વધુ અગત્યનું પરિબળ છે.
તમે કિડની ના દર્દી છો કે નહીં એ તમારો ક્રિએટીનીન ( Creatinine) નામનો લોહી નો રિપોર્ટ કેવો આવે છે તેના પર આધાર રાખે છે.
ક્રિએટીનીન ૧.૫ થી વધુ હોય તો બંને કિડનીઓ પર અસર છે એમ પાકે પાયે કહી શકાય અને એ 3 મહિનાથી વધુ વખત માટે હોય તો એ ઓછો ના થઈ શકે.. આવી બીમારી ને CKD કેવાય..
કિડની ના દર્દીઓ હોય એમને તો ખાસ પણ જેમને કિડની માં હજી કોઈ અસર ન થઇ હોય એમને પણ ઉપર નું બીપી ૧૪૦ થી નીચે જ રાખવું જોઈએ.ઘરે બીપી નું મશીન હોવું જોઈએ જેથી સરળતા રહે..
બીપી નિયમિત માપતા રહો કિડની, હ્યદય,આંખો,મગજ નું આયુષ્ય વધારો!!