આરોગ્ય મંત્ર

આરોગ્ય મંત્ર વજન ઘટાડો
વજન વધારો
થાઈરોઈડ
બ્લડ પ્રેશર(B.P.)
ડાયાબિટીસ કંટ્રોલ
સાંધાના દુઃખાવા
કમર નો દુઃખાવો,વા

*🌾તાવમાં લેમનગ્રાસ છે ફાયદાકારક:ખીલ, ખંજવાળથી મળશે છુટકારો, પેટ, લિવર, કિડની અને આંખ માટે પણ ફાયદાકારક.*લેમનગ્રાસ વિશ્વભ...
04/08/2023

*🌾તાવમાં લેમનગ્રાસ છે ફાયદાકારક:ખીલ, ખંજવાળથી મળશે છુટકારો, પેટ, લિવર, કિડની અને આંખ માટે પણ ફાયદાકારક.*

લેમનગ્રાસ વિશ્વભરમાં ઘણી રીતે ઉપયોગમાં લેવાય છે. ક્યાંક તેનું તેલ તંત્ર-મંત્ર અને જાદુ સાથે જોડાયેલું છે તો ક્યાંક તેને મગજ માટે ટોનિક માનવામાં આવે છે. તેનાં પાંદડા, દાંડી, મૂળ, ફૂલ સહિત દરેક ભાગનો ઉપયોગ કરવામાં આવે છે.

લેમનગ્રાસ 100% સ્વદેશી છે, વિદેશી નથી
લોકો માને છે કે, લેમનગ્રાસ વિદેશી છે, જ્યારે તે આયુર્વેદિક ઔષધિઓ પૈક એક છે. લેમનગ્રાસની ખેતી ભારત, થાઇલેન્ડ અને ચીનમાં 2 હજાર વર્ષથી કરવામાં આવે છે.

*આ તેલ ત્વચા, વાળ અને માથાના દુખાવામાં જાદુઈ કામ કરે છે*
જો તમે ખીલ, ખંજવાળ, તૈલી ત્વચા જેવી ત્વચા અને વાળની ​​કોઈપણ સમસ્યાથી પરેશાન છો, તો લેમનગ્રાસ તેલ લગાવો અને જુઓ પછી ચમત્કાર. માથાનો દુખાવો, મેલેરિયા અને પેટના ઘણા રોગોમાં આ તેલ ખૂબ જ ફાયદાકારક છે. જો તમને તાવની સાથે શરદી પણ લાગી રહી હોય તો લેમનગ્રાસ તેલથી શરીર પર માલિશ કરો.

*લેમનગ્રાસમાંથી બનેલી ચા તાવમાં મદદરૂપ થાય છે*
1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તે જ વર્ષે અમેરિકામાં તેની ખેતી શરૂ થઈ. ભૂ-તૃણ અને લેમનગ્રાસ ઉપરાંત તેના અન્ય પણ ઘણાં રસપ્રદ નામો છે જેમ કે કોચીન ગ્રાસ, સિલ્કી હેડ્સ, મલબાર ગ્રાસ. તાવ ઘટાડવાના તેના ગુણથી તેને 'ફીવર ગ્રાસ' પણ કહેવામાં આવતું હતું. ચા ઉપરાંત તેનો ઉકાળો પીવાથી તાવ પણ ઊતરે છે.

1905માં શ્રીલંકાના એક વૈજ્ઞાનિક દક્ષિણ ભારતમાંથી લેમનગ્રાસના છોડ લાવ્યા હતા. રિસર્ચ દરમિયાન તેને તેના તેલના ફાયદા પણ જાણવા મળ્યા, ત્યારબાદ સમગ્ર વિશ્વમાં તેની માગ વધવા લાગી.
1905માં શ્રીલંકાના એક વૈજ્ઞાનિક દક્ષિણ ભારતમાંથી લેમનગ્રાસના છોડ લાવ્યા હતા. રિસર્ચ દરમિયાન તેને તેના તેલના ફાયદા પણ જાણવા મળ્યા, ત્યારબાદ સમગ્ર વિશ્વમાં તેની માગ વધવા લાગી.
ઝાડા, અનિયમિત પીરિયડ્સમાં પણ ફાયદાકારક
ભારતથી ચીન સુધી લેમનગ્રાસમાંથી બનેલી ચાનો ઉપયોગ તાવ, ઝાડા, અનિયમિત પીરિયડ્સ અને પેટના દુખાવા માટે દવા તરીકે થાય છે. ક્યુબા અને કેરેબિયનમાં લોકો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અને પાચન સુધારવા માટે આ ચા પીવે છે. આ ચાથી ગળામાં ખરાશ, આર્થરાઇટિસ, સ્નાયુઓમાં ખેંચાણ, ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. જો પીરિયડ્સ સમયસર ન આવે તો તેનાં પાનનો ઉકાળો બનાવીને તેમાં કાળા મરી ભેળવીને પીવાથી ફાયદો થશે.

*લિવર, કિડની માટે ફાયદાકારક, કેન્સરનું જોખમ ઘટાડે છે*
જો તમે પેટના દુખાવાથી પરેશાન છો તો ફુદીનો, કાળા મરી, સૂકા આદુ અને સાકરની લેમનગ્રાસ સાથે પેસ્ટ બનાવીને ખાવાથી આરામ મળે છે. તેના પાન અપચો અને ગેસમાં આરામ આપે છે. પેટને સ્વસ્થ બનાવે છે. લેમનગ્રાસ પરના NCBI ના રિપોર્ટ અનુસાર, લેમનગ્રાસ આંખો, લિવર અને કિડની માટે પણ ફાયદાકારક છે. શરીરને નુકસાન પહોંચાડનારા તત્વોને પેશાબ દ્વારા દૂર કરે છે. જેના કારણે કિડનીમાં પથરીનું જોખમ ઓછું થઈ જાય છે. તેનાં પાન અને તેલ કેન્સરને રોકવામાં મદદરૂપ છે.

*લેમનગ્રાસનાં ફૂલ વજન ઘટાડે છે, મગજ અને નર્વસ સિસ્ટમ માટે ટોનિક*
જો તમને ડાયાબિટીસ હોય તો ખાલી પેટે લેમનગ્રાસનાં પાન અને ફૂલ ખાઓ, જેનાથી બ્લડ શુગર વધતું નથી. લેમનગ્રાસ નર્વસ સિસ્ટમ માટે ટોનિકથી ઓછું નથી. તેમાં રહેલા મેગ્નેશિયમ મગજને રોગોથી બચાવે છે. જેના કારણે નર્વસનેસ, ચક્કર જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

*માનસિક સમસ્યાઓ અને શ્વાસ સંબંધી રોગોથી બચાવો*
લેમનગ્રાસ ટી પીવાથી અને તેલ સાથે એરોમાથેરાપી લેવાથી પણ ઊંઘ, ડિપ્રેશન, તણાવ, ચિંતા અને થાક દૂર થાય છે. સાઇનસ, અસ્થમા, ફ્લૂ અને શ્વાસ સંબંધી રોગોથી પીડિત લોકો માટે લેમનગ્રાસ ખૂબ જ ફાયદાકારક છે. લેમનગ્રાસના ઉકાળા સાથે કોગળા કરવાથી અથવા તેના પાંદડા ચાવવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. તેના તેલથી માલિશ કરવાથી સંધિવા, સોજો અને દુખાવામાં આરામ મળે છે.

*ગર્ભાવસ્થા દરમિયાન લેમનગ્રાસનો ઉપયોગ કરશો નહીં*
તમે સવારે ખાલી પેટે 10 થી 30 ગ્રામ લેમનગ્રાસનો ઉપયોગ કરી શકો છો. ઓવરડોઝ ઊબકા અને ઊલટીનું કારણ બની શકે છે. સગર્ભા સ્ત્રીઓએ તેનું સેવન ન કરવું જોઈએ. ઉપરાંત, જો તમને એલર્જી હોય તો લેમનગ્રાસનો ઉપયોગ કરશો નહીં. જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો લેમનગ્રાસનો ઉપયોગ કરતા પહેલાં તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તમારી જાતે સારવાર કરવાનો ક્યારેય પ્રયાસ કરશો નહીં.
*સ્વસ્થ રહો મસ્ત રહો તમારા જીવનનો આનંદ માણો.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📲આવી અવનવી આરોગ્ય ને લગતી માહિતી માટે અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

*આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોચાડવા નમ્ર વિનંતી*

*🪼🪴જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન* ——-👇🏻👇🏻1. *એસિડિટી* માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ *માનસિક તાણ* નું વધુ પ્રભુત્વ ધર...
26/07/2023

*🪼🪴જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન* ——-👇🏻👇🏻

1. *એસિડિટી* માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ *માનસિક તાણ* નું વધુ પ્રભુત્વ ધરાવે છે.
2. *હાયપરટેન્શન* માત્ર *મીઠું* કે તેનાથી બનેલા ખાદ્યપદાર્થોના વપરાશથી જ નહીં, પરંતુ મુખ્યત્વે *લાગણીઓના મેનેજમેન્ટ* માં ભૂલોને લીધે પણ થાય છે.
3. *કોલેસ્ટેરોલ* માત્ર ફેટીવાળા ખોરાકને લીધે જ નથી, પરંતુ *વધુ આળસ* અથવા બેઠાડુ જીવનશૈલી વધુ જવાબદાર છે.
4. *અસ્થમા* ફેફસાંમાં ઓક્સિજન પુરવઠોના વિક્ષેપને કારણે જ નહીં, પરંતુ ઘણી વાર *દુઃખની લાગણીઓ* ફેફસાંને અસ્થિર બનાવે છે.
5. *ડાયાબિટીસ* માત્ર ગ્લુકોઝના વધુ વપરાશના કારણે નહીં, પરંતુ સ્વાર્થી અને *હઠીલું વલણ* સ્વાદુપિંડના કાર્યમાં વિક્ષેપ પાડે છે.
6. *કિડની પત્થરો*: ફક્ત કેલ્શિયમ ઓક્સલેટ ડિપોઝિટ જ નહીં, પરંતુ પેન્ટ અપ *લાગણીઓ અને ધિક્કાર* જવાબદાર છે.
7. *સ્પૉંડિલાઈટિસ*: ફક્ત એલ 4 એલ 5 અથવા સર્વિકલ ડિસઓર્ડર નહીં; પરંતુ વધુ પડતા ભારથી અને *ભવિષ્યની ખૂબ જ ચિંતાઓ* ને લીધે.
🙏🏽
*જો આપ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો..*
▪ગુસ્સો ના કરો.
▪એકબીજા ને માફ કરો.
▪બીજા પાસે બહુ અપેક્ષાઓ ના રાખો.
▪તમારી પણ એટલીજ ભૂલો થાય છે કે જેટલી બીજાની એટલે કડક અભિગમ ના રાખો.
▪અંતે તો રાખ થઈને માટીમાં જ મળવાનું છે એટલે અહમ ના રાખો.
▪કમ ખાવ ગમ ખાવ.
▪પૂરતી ઊંઘ લો.
▪નિયમિત જીવન જીવો.
▪ખોટી ચર્ચા દલીલો થી બચો.
▪દરેક સાથે પ્રેમથી વર્તો અને દરેક ને માન આપો.
▪તમારાથી નાની ઉંમરનાં ઓને મદદરૂપ થાવ અને તમારાથી મોટાંઓને સન્માન આપો.
કારણ પહેલો તબક્કો તમારો ભૂતકાળ છે અને બીજો ભવિષ્ય કાળ.
▪મનને ઠીક કરો.
▪સદાય પ્રસન્ન રહો.
▪નિયમિત યોગ કે કસરતો કરો.
▪ધ્યાન પ્રાણાયામ કરો, જે તમારા આત્મા અને મનને મજબૂત કરશે.

*સ્વસ્થ રહો મસ્ત રહો તમારા જીવનનો આનંદ માણો.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📲આવી અવનવી આરોગ્ય ને લગતી માહિતી માટે અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

*આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોચાડવા નમ્ર વિનંતી*

WhatsApp Group Invite

*🍱ગોળના અમુલ્ય ફાયદાઓ 🍱**✅ ગોળ બ્લડ માં રહેલા ખરાબ ટોક્સીન ને દુર કરે છે જેથી ખીલ ની સમસ્યા નથી રહેતી.**✅ થાક લાગે અથવા ...
22/07/2023

*🍱ગોળના અમુલ્ય ફાયદાઓ 🍱*

*✅ ગોળ બ્લડ માં રહેલા ખરાબ ટોક્સીન ને દુર કરે છે જેથી ખીલ ની સમસ્યા નથી રહેતી.*

*✅ થાક લાગે અથવા નબળાઇ જેવું લાગે ત્યારે ગોળ ખાવાથી એનર્જી વધશે.*

*✅ ગોળ ખાવાથી શરદી,તાવ, ઉધરસ દુર થાય છે.*

*✅ ગોળમાં એન્ટી એલર્જીક તત્વ છે જે દમના દર્દીઓને રાહત આપે છે.*

*✅ દરરોજ ગોળ ઘી અને સુંઠ ભેગું કરીને બે ત્રણ ચમચી ખાવાથી સાંધા ના કે થીંચણ ના દુખાવા નહિ થાય.*"

*✅ કાળા તલ ને ગોળ દરરોજ એક વાટકી ભરીને ખાવાથી અસ્થમા હોય તો દુર થશે અને દાંતો ના દર્દ માં પણ રાહત મળે છે.*

*✅ ગોળ અને ઘી ભેળવીને ખાવાથી કાન ના દર્દ નહિ થાય.*

*✅ ગોળ,ભાત અને થોડુક ઘી ભેળવી ને ખાવાથી સાદ બેસી ગયો હોય તો ગળું ખુલ્લી જાય છે.*
━──────⊱◈✿◈⊰───────━
*📲અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોચાડવા નમ્ર વિનંતી

WhatsApp Group Invite

*⭕ શ્વાસ લેવામાં તકલીફ થાય તો બસ આ 3 ઉપાય કરો.**⏺️હળદર અને મધ*- હળદર અને મધમાં એન્ટીઇન્ફ્લામેટરી અને એન્ટીએલર્જિક પ્રોપર...
19/07/2023

*⭕ શ્વાસ લેવામાં તકલીફ થાય તો બસ આ 3 ઉપાય કરો.*

*⏺️હળદર અને મધ*

- હળદર અને મધમાં એન્ટીઇન્ફ્લામેટરી અને એન્ટીએલર્જિક પ્રોપર્ટીઝ હોય છે જે કફથી રાહત અપાવે છે. હળદર અને મધ બંનેને મિક્સ કરીને લેવામાં આવે તો તેની અસર બમણી થઇ જાય છે. શ્વાસના દર્દીઓ માટે તે એક ઉત્તમ દવા છે. દરરોજ બે વાર ચપટી હળદરને મધમાં ભેળવીને ચાટવાથી અસ્થમાના દર્દીઓને શ્વાસની સમસ્યામાં રાહત મળે છે. શરદી-ઉધરસથી પરેશાન સામાન્ય વ્યક્તિ પણ તેનો ઉપયોગ કરી શકે છે.

*⏺️અંજીરનું સેવન*

- દરરોજ રાતે ઊંઘતા પહેલા સાફ પાણીમાં 2-3 સૂકા અંજીર પલાળી દો. સવારે ઉઠીને તેને ખાલી પેટે સારી રીતે ચાવીને ખાઈ લો. અંજીર ખાધા પછી તે પાણી પી લો. અંજીર શ્વાસની નળીમાં જામેલા કફને દૂર કરી દે છે જેથી અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવાની તકલીફમાં રાહત મળે છે.

*⏺️આદુ-લસણની ચા*

- અસ્થમા દરમિયાન શ્વાસ લેવામાં થતી તકલીફો દૂર કરવામાં આદુ અને લસણની ચા પણ ઘણી ફાયદાકારક હોય છે. તેને બનાવવી રીત પણ સરળ છે. પહેલા આદુની સામાન્ય ચા બનાવી લો, હવે લસણની બે-ત્રણ કળીઓને ચામાં મિક્સ કરી લો. આ ચા પીવામાં સ્વાદ વિનાની લાગી શકે છે પણ ઘણી અસરકારક હોય છે.
━──────⊱◈✿◈⊰───────━
*📲અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

*આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોચાડવા નમ્ર વિનંતી*

WhatsApp Group Invite

*🥘આહાર-વિહાર થી આરોગ્ય જાળવો* ➡️સુર્યોદય પહેલા કંઇ ખાવુ નહિ, અને સુર્યાસ્ત પછી કંઇ ખાવુ નહિ.➡️ભુખ કરતા 10 ટકા ઓછું ખાવુ➡...
15/07/2023

*🥘આહાર-વિહાર થી આરોગ્ય જાળવો*

➡️સુર્યોદય પહેલા કંઇ ખાવુ નહિ, અને સુર્યાસ્ત પછી કંઇ ખાવુ નહિ.

➡️ભુખ કરતા 10 ટકા ઓછું ખાવુ

➡️સવાર ના ચાલવાને જીવન નો એક ભાગ રૂપે રોજ અપનાવો

➡️ફાસ્ટ ફૂડને વિદાય આપો, ગેસ અને એ.સી.ડી.ટી. થશે. શરીરમાં લોહી નહિ બને.

➡️સવારે નરણે એક જ ગ્લાસ ગરમ પાણી પીવું

➡️સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું જેનાથી પ્રકૃતી સાથે પ્રેમ શરૂ થશે. કા

➡️ડોકટર પાસે જતા પહેલા ધરગથ્થુ દવાનો ઉપયોગ કરવો વધુ પડતી એલોપેથી દવાથી રોગનું નિવારણ થતું નથી.

➡️બાળકોને વેફર, ભુંગરા, બીસ્કીટ ના આપો, તેનો પાયો નબળો
પડી જશે, યાદશક્તિ નહિ રહે.
━──────⊱◈✿◈⊰───────━
*📲અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોચાડવા નમ્ર વિનંતી

WhatsApp Group Invite

Address

Bhuj
370001

Opening Hours

Monday 8am - 9pm
Tuesday 8am - 9pm
Wednesday 8am - 9pm
Thursday 8am - 9pm
Friday 8am - 9pm
Saturday 8am - 9pm
Sunday 8am - 9pm

Website

Alerts

Be the first to know and let us send you an email when આરોગ્ય મંત્ર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share