Dr. Jay Mehta-Kiran Clinic

Dr. Jay Mehta-Kiran Clinic Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr. Jay Mehta-Kiran Clinic, Doctor, Bhatiaya Hospital, Cutch-Mandvi.

18/01/2023
10/11/2019

હાલ માં માંડવી માં ચાલી રહેલા *ચિકનગુનિયા, ડેન્ગ્યુ તથા વાઈરલ ઇન્ફેક્શન* સામે રક્ષણ મેળવવા માટે નો આયુર્વેદિક ઉકાળો *મા. વીરેન્દ્ર સિંહ જાડેજા* - ધારાસભ્ય માંડવી-મુન્દ્રા તથા *મેહુલ ભાઈ શાહ* પ્રમુખ- માંડવી નગર ના સહયોગ થી તા ૩૦ નવેમ્બર સુધી ભાટિયા હોસ્પિટલ માં સવારે ૧૦ થી ૧ તથા સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી નિ:શુલ્ક પીવડાવવા માં આવે છે તો માંડવી ની સમગ્ર જનતા ને તેનો લાભ લેવા માટે ડૉ. જય મહેતા એ અનુરોધ કરેલ છે.
વધુ માહિતી માટે
*ડૉ.જય મહેતા* ૯૦૩૩૬૨૬૪૯૧નો સંપર્ક કરવો.
તાવ ના આવતો હોય એ લોકો એ પણ દિવસ માં બે વાર ખાસ પીવું.

Contact this no. 9033626491For this type of severe, long time, skin infections..You can get amazing result within short ...
30/07/2019

Contact this no. 9033626491
For this type of severe, long time, skin infections..
You can get amazing result within short period of time.

03/01/2018
05/10/2017

શરદ પૂનમે અગાસીમાં મૂકેલી સાકરથી, એસિટિડી-પિત-માથાનો દુઃખાવો મટે છે.

કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જોડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે. ભગવાન કૃષ્ણમાં આવાં સોળે ગુણ ખીલેલાં છે. વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આ દિવસે-રાત્રે ચંદ્રનાં જે કિરણો નીકળે છે એનાથી આપણાં શરીરને નવી ઊર્જા મળે છે. ચંદ્રનાં કિરણો એક અર્થમાં આકાશમાંથી અમૃત વરસાવે છે. ભારતમાં સદીઓથી શરદ-પૂનમની રાત્રે દૂધ, સાકર અને ચોખાથી બનેલી ખીરને અગાસીમાં મૂકી રાખવાની પ્રથા છે. આખી રાત્રિ અથવા અમુક કલાક આ રીતે ખીરને અગાસીમાં રાખ્યા બાદ પીવાય તો ચંદ્રની આ ઊર્જા આપણને મળે છે. આપણે પ્રભુને કોઈ ચીજ ધરાવીએ એટલે પ્રભુની ઊર્જા એમાં પ્રવેશે છે અને એ ચીજ પ્રસાદ બની જાય છે. ખીરમાં ચંદ્રની ઊર્જા પ્રવેશવાથી આવી ખીર પ્રસાદ બની જાય છે.

આજે મૂળ વાત કરવી છે સાકરની.
શરદ-પૂનમની રાત્રે આપણે જો ખડી સાકર (મોટા ટુકડાવાળી) ને અગાસીમાં મૂકી દઈએ તો આખી રાત્રિ ચંદ્રની સોળે કળાઓ આવી સાકરમાં પ્રવેશે છે. શરદ પૂનમની રાત્રિએ ચંદ્રની અંદરથી એવા ખાસ કિરણો નીકળે છે જે આપણાં શરીરને આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે. સાકરની અંદર ચંદ્રની આવી અસર પ્રવેશે છે. ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય એની વચ્ચેનો જે સમય છે એ છે શરદ ઋતુ.

આ વર્ષે લગભગ 13 ઓક્ટોબરે શરદ ઋતુ પૂરી થાય છે.

ગાંધીની દુકાનેથી 5 કિલો જેટલી ખડી સાકર ખરીદીને લાવવાની. શરદ પૂનમે એટલે કે 5મી ઓક્ટોબર, 2017ની રાત્રે અગાસીમાં એક કપડામાં એને મૂકી દેવાની. ઉપર જાળી ઢાંકી શકાય. આપ જે ખાટલામાં સાકર મૂકો એનાં ચારે પાયાની નીચે પાણી ભરેલું વાસણ રાખવાનું. આમ કરવાથી કીડી કે મંકોડા સાકરને ખાવા નહીં આવી શકે. સવાર સુધી આ સાકર અગાસીમાં રાખો એટલે ચંદ્રનાં શીતળ કિરણોની પિત્તશામક અસર એની અંદર આવી જશે. સવારે આ સાકરનાં થોડાંક નાના ટુકડા કરીને એને કાચની બરણીમાં ભરીને મૂકી રાખવાની.

જ્યારે એસિડિટી થાય, પેટમાં દુઃખે, માથું દુઃખે ત્યારે આ સાકર ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થશે. પિત પેટમાંથી ઉપર ચડીને માથું દુઃખાડે છે. આવા સમયે આ સાકર ચૂસવાથી પિત શાંત થશે, સરવાળે માથું દુઃખતું મટશે. વર્ષ દરમિયાન આયુર્વેદની કોઈ પણ દવા કે અન્ય કિચન મેડિસીન લેતી વખતે એની સાથે આમાંથી થોડીક સાકર લેવાય તો એ દવાની અસર વધુ સારી થશે. થોડોક સમય કાઢીને આપણે પણ જો શરદ-પૂનમની રાત્રિએ અગાસીમાં બેસીએ તો આપણાં તન-મન ઉપર, આપણાં અગણિત ન્યૂરોન્સ પર એની અદભુત અસર થાય છે.

આવી રહેલાં નવા વર્ષે આપનાં ઘેર કોઈ આવે ત્યારે એનું મોં નકલી દૂધનાં નકલી માવાનાં બગડેલાં પેંડા, કાજુ કતરી કે બરફીથી કરાવવાને બદલે આવી સાકરથી કરાવશો તો એ વ્યક્તિને પણ લાભ થશે. આપ ઈચ્છો તો આવી સાકરનાં 100થી 200 ગ્રામનાં પેકેટ કોઈને ભેટમાં પણ આપી શકો છો.
આપણું લિવર પાચન માટે પિત (bile) બનાવે છે, આપણું પેટ એસિડ (hydrochloric acid) બનાવે છે અને આપણું સ્વાદુપિંડ (પેન્ક્રિઆસ) સ્વાદુપિંડ-રસ (pancreatic juice) બનાવે છે. આ બધું પાચનનું 4થી 5 લિટર પ્રવાહી પેટમાં ભેગું થાય છે. શરદ પૂનમની સાકર આ બધાંને શાંત રાખી શકે એટલી તાકાત ધરાવે છે.

5મી ઓક્ટોબરે શરદપૂનમ છે. હજુ આપની પાસે પૂરતો સમય છે. જઈને 5-10 કિલો સાકર લાવો, અગાસીમાં રાખીને આપ પણ એનો લાભ લો,
અન્યને પણ આપો. પ્રભુ આપનું કલ્યાણ કરે.

ડૉ.જય મહેતા
માંડવી-કરછ
9033626491

26/09/2017

Dont drink RO Water or Mineral Water which TDS Less than 250....Now a days Vitamins and minerals deficiency is common because of this one reason.

Dr.Jay Mehta
9033626491.

For mosquito Dont use All out,good knight,Kachchhava agarbati like chemical products. It kills mosquito and may harmful ...
25/09/2017

For mosquito
Dont use All out,good knight,Kachchhava agarbati like chemical products. It kills mosquito and may harmful for human body so
Use Sambrani Dhoop Made from Natural & Pure herbs of Vardhman Jivdaya Kendra, Luni.
Available at
Kiran Clinic,
Bhatia Hospital,
Khuni chakla,
Mandvi.
Contact:- 9033626491

Address

Bhatiaya Hospital
Cutch-Mandvi
370465

Telephone

+91 90336 26491

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Jay Mehta-Kiran Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category