
29/09/2025
હૃદયને તંદુરસ્ત રાખવા કરો આટલું
આજની તાણ ભરી જિંદગીમાં હૃદયને તંદુરસ્ત રાખવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરુરી છે.
૧. વજન વધવા ન દો : જો તમે સ્વસ્થ અને તંદુરસ્ત હૃદય રાખવા માંગો છો તો વજન પર ધ્યાન રાખવું ખુબ જરુરી છે. જ્યારે આપણે વજન વધારીએ છીએ ત્યારે આપણે ચરબીયુક્ત બનીએ છીએ અને સ્થૂળતાને કારણે ઘણી બીમારીઓ શરીરમાં પ્રવેશે છે. એટલે વજન વધારવાને બદલે ફિટ રહેવાનો પ્રયાસ કરો.
૨. ખાંડ અને મીઠાનું સેવન ઓછું કરવું : હૃદયને સુરક્ષિત અને મજબૂત રાખવા મીઠું અને ખાંડ ખુબ ઓછા વોરવા અથવા તો ન વાપરવા. મીઠાનો વધુ પડતો વપરાશ લોહીમાં આયર્નની ઉણપ તરફ દોરી જાય છે. તો વધુ ખાંડ ખાવાથી ડાયાબિટિસનું જોખમ વધે છે અને આ બંને હૃદય માટે સારા નથી.
૩. સ્ટ્રેસ ન લો, કસરત કરો : વ્યક્તિને અડધા કરતા વધુ રોગો સ્ટ્રેસ લેવાને કારણે જ થાય છે. એટલે તણાવ ન લેવો જેથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે. સાથે કસરત અને યોગા કરવા પણ ખુબ જરુર છે. જેથી શરીર ફિટ રહે.
૪. શરાબનું સેવન ન કરો : હૃદયને તંદુરસ્ત રાખવા માટે સૌથી અગત્યનું છે કે શરાબનું સેવન ન કરવું. કારણકે શરાબનું સેવન સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેમજ શરાબનું સેવન હાર્ટ-એટેકનું જોખમ વધારે છે.